<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Monday, 27th April 2026

શું ૧૮ વર્ષ બાદ ‘તારક મહેતા...'ના બાપુજીએ શો છોડયો?

તારક મહેતા કા ઉલ્‍ટા ચશ્‍માના નવા પ્રોમોમાં Bapuji ગુમ થતા બતાવવામાં આવ્‍યા છે, જેનાથી ચાહકો ચિંતિત

મુંબઇ તા.૨૭: ટેલિવિઝન જગતના સૌથી લાંબા સમયથી ચાલતા કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્‍ટા ચશ્‍મા' (TMKOC) માં એક એવો વળાંક આવ્‍યો છે જેણે દર્શકોને સ્‍તબ્‍ધ કરી દીધા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા નવા પ્રોમોમાં ‘બાપુજી' (ચંપકચાચા-Bapuji) ગુમ થયા હોવાનું અને ત્‍યારબાદ તેમના મૃત્‍યુની અફવાઓ ફેલાતી બતાવવામાં આવી છે, જેનાથી ચાહકોમાં શોક અને ચિતાનું મોજું ફરી વળ્‍યું છે.

શું ખરેખર ‘‘બાપુજી'' શો છોડી રહ્યા છે?

પ્રોમોમાં જેઠાલાલ અત્‍યંત હતાશ અને ભાંગી પડેલા જોવા મળે છે, જે જોઈને દર્શકો એવી ચર્ચા કરી રહ્યા છે કે શું ચંપકચાચાનું  પાત્ર ભજવતા અમિત ભટ્ટ શો છોડી રહ્યા છે? જોકે, નિર્માતાઓ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. કેટલાક દર્શકોનું માનવું છે કે આ માત્ર સસ્‍પેન્‍સ વધારવા માટેનો એક ભાગ હોઈ શકે છે.

જો ખરેખર બાપુજી  શો છોડશે, તો તે શો માટે મોટો ફટકો સાબિત થશે, કારણ કે અગાઉ પણ અનેક મુખ્‍ય કલાકારો શોને અલવિદા કહી ચૂક્‍યા છેઃ

દયાબેન (દિશા વાકાણી): વર્ષ ૨૦૧૭ થી શોથી દૂર છે અને હજુ સુધી તેમનું પુનરાગમન થયું નથી.

તારક મહેતા (શૈલેષ લોઢા): વર્ષ ૨૦૦૮ થી ૨૦૨૨ સુધી શોનો ભાગ રહ્યા બાદ તેમણે પક્ષ છોડ્‍યો.

ટપ્‍પુ અને સોનુઃ ભવ્‍ય ગાંધી, રાજ અનડકટ, ઝીલ મહેતા અને નિધિ ભાનુશાલી જેવા કલાકારોએ પણ વર્ષો પહેલા શો છોડી દીધો છે.

ગોલી (કુશ શાહ): ૧૬ વર્ષ સુધી શોમાં રહ્યા બાદ તાજેતરમાં જ તેમણે શો છોડ્‍યો છે.

અંજલી ભાભી અને સોઢી પરિવારઃ નેહા મહેતા અને ગુરચરણ સિહ જેવા કલાકારોની જગ્‍યાએ પણ હવે નવા ચહેરા જોવા મળી રહ્યા છે.

દર્શકોમાં હવે એ જ ઉત્‍સુકતા છે કે શું ખરેખર જેઠાલાલના માથેથી બાપુજીનો છાયડો ઉઠી જશે કે પછી આ માત્ર વાર્તાનો એક હિસ્‍સો છે?

(10:53 AM IST)