ધુરંધર ૨એ બાહુબલી ૨ને પાછળ છોડી

રણવીર સિંહની ધુરંધર ૨ રિલીઝ થયા પછી સાત અઠવાડિયા બાદ બોક્સ ઓફિસ પર ગતિ ધીમી પડી હોવા છતાં, પણ તેના વિશાળ કલેક્શન સાથે નવા રેકોર્ડ બનાવી રહી છે. રવિવારે, તેણે આખરે એસ.એસ. રાજમૌલીની ‘બાહુબલી ૨: ધ કન્ક્લૂઝન'ની લાઈફટાઈમ કમાણી પાર કરી અને સર્વકાલીન બીજી સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મ બની ગઈ છે.
ધુરંધર ૨એ ત્રીજી મેએ થિયેટર્સમાં તેનો ૪૬મો દિવસ પૂર્ણ કર્યો. ગયા અઠવાડિયે, નવી ફિલ્મોને વધુ શો મળતાં, તેની સ્ક્રીન સંખ્યા પહેલી વાર ૫૦૦થી ઓછી થઈ. આ કારણે ફિલ્મની દૈનિક કમાણી ૧-૧.૫ કરોડ સુધી ઘટી ગઈ છે. તેમ છતાં, આ ફિલ્મ ભારતમાં કુલ કમાણીને ૧૧૩૮ કરોડ નેટ સુધી પહોંચાડવા માટે પૂરતી રહી હતી. વિદેશમાં, ફિલ્મનું પ્રદર્શન સારું રહ્યું છે. ગલ્ફ જેવા મોટા માર્કેટમાં રિલીઝ ન થવા છતાં, ફિલ્મે આંતરરાષ્ટ્રીય સ્તરે ૫૦ મિલિયન ડોલરથી વધુ કમાણી કરી છે.
સોમવાર સવારે ધુરંધર ૨ની કુલ વૈશ્વિક કમાણી ૧૭૮૯ કરોડ સુધી પહોંચી ગઈ છે, જેણે બાહુબલી ૨ ના ૧૭૮૮ કરોડના રેકોર્ડને પાછળ છોડ્યો છે. હવે ધુરંધર ૨ની બોક્સ ઓફિસ ગતિ ધીમી પડી ગઈ છે. ધુરંધર ૨ હજુ પણ વિશ્વભરમાં ૧૮૦૦ કરોડ સુધી પહોંચશે, હવે વધુ આગળ જવાની શક્યતા ઓછી છે.
