<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Wednesday, 6th May 2026

દક્ષિણ ભારતીય ફિલ્મ નિર્માતા આર.બી. ચૌધરીનું માર્ગ અકસ્માતમાં નિધન : સાઉથ ઇન્ડસ્ટ્રીઝના દિગ્ગ્જ કલાકારોએ વ્યક્ત કર્યો શોક

મલયાલમ અને અન્ય ભાષાઓમાં 98 ફિલ્મો બનાવી : 99મી ફિલ્મ રિલીઝ માટે હતી તૈયાર

મુંબઈ: પ્રખ્યાત દક્ષિણ ભારતીય ફિલ્મ નિર્માતા અને અભિનેતા જીવાના પિતા આર.બી. ચૌધરી (રતનલાલ ભગતરામ ચૌધરી)નું મંગળવારે બપોરે માર્ગ અકસ્માતમાં અવસાન થયું. આ દુ:ખદ ઘટના બ્યાવર-પિંડવારા ચાર રસ્તા પર ઝૂઠા ગામ ચાર રસ્તા પાસે બની હતી. ૭૬ વર્ષીય ચૌધરી મૂળ પાલી જિલ્લાના સોજાત રોડ પર આવેલા રિસાનિયા ગામના રહેવાસી હતા. સુપરસ્ટાર રજનીકાંતે પણ શોક વ્યક્ત કર્યો. પોલીસ માહિતી અનુસાર, આર.બી. ચૌધરી રાયપુરના લીલાંબા ગામમાં લગ્ન સમારોહમાં હાજરી આપીને પોતાની સ્કોર્પિયોમાં સોજાત રોડ પરત ફરી રહ્યા હતા. અચાનક એક ગાય રસ્તો ઓળંગી ગઈ. તેનાથી બચવાનો પ્રયાસ કરતી વખતે, વાહને કાબુ ગુમાવ્યો અને રસ્તાની બાજુમાં આવેલા સલામતી ડિવાઇડર સાથે અથડાયું. ટક્કર એટલી ગંભીર હતી કે આર.બી. ચૌધરીનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું, જ્યારે તેમના ડ્રાઇવરને ગંભીર ઇજાઓ થઈ. ઘાયલ ડ્રાઇવરને વધુ સારવાર માટે જોધપુર રિફર કરવામાં આવ્યો છે.આર.બી. ચૌધરીએ "સુપર ગુડ ફિલ્મ્સ" ના બેનર હેઠળ તમિલ, મલયાલમ અને અન્ય ભાષાઓમાં 98 ફિલ્મો બનાવી હતી. તેમણે "સૂર્યવંશમ" અને "જિલ્લા" સહિત અનેક સુપરહિટ ફિલ્મો આપી હતી. તેમની 99મી ફિલ્મ રિલીઝ માટે તૈયાર હતી, અને તેમણે 100 ફિલ્મો પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખ્યું હતું. તેઓ તમિલનાડુ સર્વી મહાસભાના પ્રમુખ પણ હતા.

(6:22 PM IST)