બોલિવૂડનાં નવી પેઢીનાં એક્ટર્સે એક વર્ષમાં બોક્સ ઓફિસને ૩,૭૭૯ કરોડની કમાણી કરાવી મહેણું ભાંગ્યું
શાહરુખ અને સલમાને ૨૦૨૩માં મારેલાં ટોણાનો નવી પેઢીએ જવાબ આપ્યો

મુંબઇ તા.૭: ૨૦૨૩માં શાહરૂખની પઠાણનાં અંતમાં, શાહરૂખ ખાન અને સલમાન ખાન ઓપરેશન સફળ થયા પઠાણે એક ટ્રેનની છત પર બેઠા હોય છે. જેમાં શાહરૂખાનનું પાત્ર કહે છે કે તેમને પોતે જ કરવું પડશે કારણ કે તેને બાળકો પર છોડી શકાય નહીં. તે એક ક્રાઉડ પ્લીઝીંગ ફલેકસ હતો. પરંતુ ૨૦૨૬માં, આ લાઇન સ્વેગર કરતાં વધુ એક ચેલેન્જ જેવી લાગે છે જેને યુવા પેઢીનાં કલકારોએ ટિકિટ વિન્ડો પર જવાબ આપી દીધો છે.
એક સમય હતો, જ્યારે સુપરસ્ટારની ફિલ્મ ચાલતી એવો મેકર્સને વિશ્વાસ રહેતો હતો, પરંતુ હવે એ ગણિત ચોક્કસ રહ્યું નથી. જયારે બોલિવુડમાં નવી પેઢીના કલાકારોની વાત થાય ત્યારે, તાજેતરની બ્લોકબસ્ટર્સને શાહરુખ અને સલમાનની તાજેતરની ફિલ્મોના કુલ આંકડાઓ સાથે સરખાવીએ ત્યારે આ હવે માત્ર ‘‘સનિયર્સનું સન્માન કરો'' જેવી વાત રહી નથી. હવે પ્રશ્ન એવો થાય છે કે હકીકતમાં હાલમાં બોક્સ ઓફસિને કોણ આગળ ધપાવી રહ્યું છે? નવી પેઢીના કલાકારો હવે માત્ર ફિલ્મ અને રોલમાં જ નહીં, પરંતુ કડક આંકડાઓમાં પણ જૂની પેઢીને પડકાર આપી રહ્યા છે.
સ્ટાર્સને જ્યારે એવું હતું કે બાળકો પર ભરોસો ન મુકી શકે ત્યારે, આ ‘‘બાળકો'' બોક્સ ઓફિસ પર એવા આંકડા આપી રહ્યા જે હવે માત્ર ક્યૂટ, પ્રોમિસિંગ કે ભવિષ્ય નથી રહ્યા. તેઓ આજની શક્તિ અને ભરોસો બની રહ્યા છે. રણબીર કપૂરની એનિમલ ૫૫૬.૩૬ કરોડ ઈન્ડિયા નેટ સુધી પહોંચી, રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરનીસ્ત્રી ૨ - ૬૨૭.૦૨ કરોડ પર બંધઅટકી હતી. વિકી કૌશલની છાવા ૬૦૦ કરોડ પાર કરીને ૬૦૦.૧૦ કરોડ સુધી પહોંચી. રણવીર સિંહની ધુરંધર ૮૯૫.૯૬ કરોડ સુધી પહોંચી, જ્યારે ધુરધર ધ રિવેન્જ ૧, ૧૦૦ કરોડ ઈન્ડિયા નેટ સુધી પહોંચશે. આ ફિલ્મોને એકસાથે રાખીએ તો, કહેવાતા ‘‘બાળકો''એ બોક્સ ઓફિસ પર ૩,૭૭૯.૪૪ કરોડ આપ્યા છે. આ માત્ર ચર્ચાનો મુદ્દો નથી. આ માત્ર આગામી પેઢીનું વચન નથી, આ આગામી પેઢી આસપાસ જોઈ રહી છે અને જૂની પેઢીને કહી રહી છે કે માહોલ હવે બદલાઈ ગયો છે. હવે તો રહેવાતા સુપરસ્ટાર્સની ફિલ્મોના આંકડા જોઈએ તો, શાહરુખ ખાનની ત્રણ મોટી તાજેતરની ફિલ્મો પઠાણ ૫૪૩.૦૫ કરોડ, જવાન ૬૪૩.૮૭ કરોડ અને ડંકીના ૨૧૨.૪૨ કરોડ મળીને કુલ ૧,૩૯૯.૩૪ કરોડની જ કમાણી કરી છે. સલમાન ખાનની તાજેતરની ત્રણ ફિલ્મો ટાઈગર ૩૨૮૫.૫૨ કરોડ, કિસી કા ભાઈ કિસી કી જાન ૧૧૦.૫૩ કરોડ અને સિકંદર ૧૦૩.૪૫ કરોડ મળીને ૪૯૯.૫૦ કરોડ થાય છે. બંનેની ફિલ્મોની મળીને આવક ૧,૮૯૮.૮૪ કરોડ થાય છે જ માત્ર રણવીર સિંહની ધુરંધર ફ્રેન્ચાઈઝી ૧,૯૯૫,૯૬ કરોડ સુધી પહોંચી ગઈ છે, જે એક નવા સ્ટારે બંને સુપરસ્ટાર્સના સંયુક્ત આંકડાથી ૯૭.૧૨ કરોડ વધુ કમાણી કરી લીધી છે.
તેની પાછળ નવી પેઢીના કલાકારોની મહેનત ઉપરાંત દર્શકોનો બદલાતો અભિગમ પણ જવાબદાર છે. હવે દર્શકો માત્ર ઓરા માટે પૈસા ખર્ચતાં નથી. તેઓ ઇવેન્ટ વેલ્યુ, કલ્ચરલ નોઈઝ, રીપીટ-વોચ એનર્જી, મીમ પાવર અને ઈમોશનલ ઇન્ટેન્સિટી માટે પૈસા ખર્ચે છે. યુવા સ્ટાર્સ જીતી રહ્યા છે કારણ કે તેઓ હાલમાં વધુ રિલેવન્ટ લાગે છે.
કેટલાંક લોકો નવી પેઢીના કલાકારો માટે એવા બહાના પણ આપે છે કે, એનિમલમાં કોન્ટ્રોવર્સી હતી.સ્ત્રી ૨માં ફ્રેન્ચાઇઝ પુલ હતો. છાવામાં હિસ્ટોરિકલ ઈમોશન હતું.ધુરંધર માં સીક્વલ મોમેન્ટમ હતું. પરંતુ દરેક બહાનું એ જ સાબિત કરે છે જ્યારે દર્શકો પાસે પૈસા હતા, તેમણે આ ફિલ્મો પર ખર્ચ્યા.
તો હવે શાહરુખ અને સલમાનનો ‘‘બાળકો ઇન્ડસ્ટ્રી ન ચલાવી શકે'' એ ટોણો હવે ખતમ થઈ ગયો છે. હકીકતમાં, હવે મજાક યુવા પેઢી પર નથી. તે ઈન્ડસ્ટ્રી પર છે જે તેમને હંમેશા નાની નજરે જોઈ રહ્યી હતી. ત્રણ વર્ષ પહેલાં પઠાણની લાઈન એક સિનિયરના મહેણા જેવી લાગી હતી. આજે, એનિમલ,સ્ત્રી ૨, છાવા, ધુરંધર અને ધુરંધર ધ રિવેન્જ પછી, તે એક એવા બોલિવૂડની માનસિકતાની ઝલક લાગે છે જેને જમીન બદલાતી હતી તે ખબર જ નહોતી પડી.
