<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Wednesday, 20th May 2026

રાજકુમાર હિરાણીની OTT સિરીઝ, પ્રીતમ એન્‍ડ પેડ્રોનું પોસ્‍ટર રિલીઝ

પ્રીતમ એન્‍ડ પેડ્રો એક સાયબર-ક્રાઈમ થ્રિલર સિરીઝ છે, જે ૩ જુલાઈના રોજ Jio Hotstar પર સ્‍ટ્રીમ થવા માટે તૈયાર

મુંબઇ તા.૨૦૦: રાજકુમાર હિરાણીની OTT ડેબ્‍યૂ સિરીઝ, પ્રીતમ એન્‍ડ પેડ્રોનું પોસ્‍ટર આજે રિલીઝ કરવામાં આવ્‍યું. જાણો આ સિરીઝ ક્‍યારે અને ક્‍યાં સ્‍ટ્રીમ થશે. પીઢ ફિલ્‍મ દિગ્‍દર્શક રાજકુમાર હિરાણી હવે ડિજિટલ પ્‍લેટફોર્મ પર ડેબ્‍યૂ કરવા માટે તૈયાર છે. તેમની પહેલી વેબ સિરીઝ, પ્રીતમ એન્‍ડ પેડ્રોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે અને તે આ તારીખે OTT પર સ્‍ટ્રીમ થવાની છે.

રાજકુમાર હિરાણીની પહેલી વેબ સિરીઝ, પ્રીતમ એન્‍ડ પેડ્રોનું એક ખાસ પોસ્‍ટર રજૂ કરવામાં આવ્‍યું છે. પોસ્‍ટરમાં બે છોકરાઓ દર્શકો તરફ પીઠ રાખીને ઉભા છે. આ જ કારણ છે કે સિરીઝની સ્‍ટાર કાસ્‍ટ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. આ સિરીઝ હોટસ્‍ટાર પર સ્‍ટ્રીમ થશે.

પ્રીતમ એન્‍ડ પેડ્રો એક સાયબર-ક્રાઈમ થ્રિલર સિરીઝ છે, જે ૩ જુલાઈના રોજ Jio Hotstar પર સ્‍ટ્રીમ થવા માટે તૈયાર છે. પ્રીતમ એન્‍ડ પેડ્રો નામની આ વેબ સિરીઝ દ્વારા રાજકુમાર હિરાણી ઓટીટી પર ડેબ્‍યૂ કરી રહ્યા છે. અહેવાલ મુજબ, આ સિરીઝમાં અરશદ વારસી અને વિક્રાંત મેસી મુખ્‍ય ભૂમિકામાં (સાયબર પોલીસ ઑફિસર તરીકે) જોવા મળી શકે છે. રાજકુમાર હિરાણીના પુત્ર, વીર હિરાણી પણ આ પ્રોજેક્‍ટમાં અભિનયમાં ડેબ્‍યૂ કરી શકે છે.

રાજકુમાર હિરાણી દ્વારા દિગ્‍દર્શિત છેલ્‍લી ફિલ્‍મનું નામ ડંકી હતું. આ ફિલ્‍મ ૨૧ ડિસેમ્‍બર, ૨૦૨૩ ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી, અને તેમાં શાહરૂખ ખાન મુખ્‍ય ભૂમિકામાં હતા. ડંકીની સફળતા બાદ, રાજકુમાર હિરાણીએ હવે પ્રીતમ એન્‍ડ પેડ્રો સિરીઝ સાથે ઓટીટીની દુનિયામાં પ્રવેશ કર્યો છે. JioHotstar અને જાણીતા ફિલ્‍મમેકર Rajkumar Hirani નવી વેબ સિરીઝ ‘પ્રીતમ એન્‍ડ પેડ્રો' લઈને આવી રહ્યા છે. આ સિરીઝ ૩ જુલાઈથી જિયોહોટસ્‍ટાર પર સ્‍ટ્રીમ થશે. આ સાથે રાજકુમાર હિરાણી પહેલી વખત સ્‍ટ્રીમિગ પ્‍લેટફોર્મ માટે કામ કરી રહ્યા છે.

‘પ્રીતમ એન્‍ડ પેડ્રો'ની સ્‍ટોરી એક રહસ્‍યમય ઘટનાથી શરૂ થાય છે. દરિયાકિનારે એક લાવારિસ ATM મળે છે અને ત્‍યાંથી બે અલગ સ્‍વભાવના લોકોની આસપાસ વાર્તા આગળ વધે છે. સિરીઝમાં મિસ્‍ટ્રી, ઈમોશન અને કોમેડીનું મિક્‍ヘર જોવા મળશે. આ સિરીઝનું દિગ્‍દર્શન Avinash Arunએ કર્યું છે. મેકર્સે જણાવ્‍યું છે કે સિરીઝની સ્‍ટોરી સામાન્‍ય અને જમીન સાથે જોડાયેલી લાગશે, પરંતુ તેમાં ઘણા અનપેક્ષિત વળાંકો જોવા મળશે. જોકે હાલમાં સંપૂર્ણ સ્‍ટોરી વિશે વધુ માહિતી જાહેર કરવામાં આવી નથી. જિયોસ્‍ટારના હિન્‍દી અને ઇંગ્‍લિશ એન્‍ટરટેઇનમેન્‍ટ બિઝનેસ હેડ Alok Jaiઁએ કહ્યું કે રાજકુમાર હિરાણીની વાર્તાઓ હંમેશાં લોકોને ભાવનાત્‍મક રીતે જોડે છે. તેમના મુજબ ‘પ્રીતમ એન્‍ડ પેડ્રો'માં પણ એ જ માનવીય લાગણી અને સરળ સ્‍ટોરીટેલિગ જોવા મળશે. લાંબા ફોર્મેટમાં દર્શકો પાત્રોને વધુ નજીકથી સમજી શકશે.

રાજકુમાર હિરાણીએ કહ્યું કે તેમને એવી વાર્તાઓ ગમે છે જેમાં અલગ પ્રકારના લોકો એક સાથે આવીને નવી પરિસ્‍થિતિઓનો સામનો કરે છે. તેમણે જણાવ્‍યું કે આ સિરીઝમાં હાસ્‍ય, લાગણી અને રસપ્રદ ક્ષણો છે. લાંબા ફોર્મેટને કારણે પાત્રોની સફર વધુ સારી રીતે બતાવવાનો મોકો મળ્‍યો. ‘પ્રીતમ એન્‍ડ પેડ્રો' ૩ જુલાઈથી માત્ર JioHotstar પર સ્‍ટ્રીમ થશે.

(10:12 AM IST)