થિયેટર્સ અને OTT પર રિલીઝ થનારી ૭ હિન્દી ફિલ્મો અને શોઝ
રોમેન્ટિક ડ્રામાથી લઈને હોરર, થ્રિલર અને રિયાલિટી શો સુધી દરેક માટે કંઈક ખાસ છે

મુંબઈ,તા.૧૧: આ સપ્તાહે મનોરંજનપ્રેમીઓ માટે થિએટર્સ અને OTT પ્લેટફોર્મ્સ પર અનેક રસપ્રદ રિલીઝ આવી રહી છે. રોમેન્ટિક ડ્રામાથી લઈને હોરર, થ્રિલર અને રિયાલિટી શો સુધી દરેક માટે કંઈક ખાસ છે. જેમાં લાંબા સય પછી આવી રહેલી વિક્રમ ભટ્ટની હોરર ફિલ્મની થિએટર રિલીઝ અને ભૂત બંગલાની ઓટીટી રિલીઝથી લઇને શિલ્પા શેટ્ટીના લાંબા સમય પછી આવી રહેલા ઓટીટી શોનો સમાવેશ થાય છે. હવે જ્યારે વેકેશનનો સમય પુરો થયો છે, તો ઓટીટી અને થિએટરમાં હોરર અને થ્રિલરની મોસમ આવી હોય એવી સ્થિતિ છે.
મૈં વાપસ આઉંગા
કલાકારોઃ દિલજીત દોસાંઝ, નસીરુદ્દીન શાહ, વેદાંગ રૈના, શર્વરી વાઘ
દિગ્દર્શકઃ ઇમ્તિયાઝ અલી
રિલીઝ તારીખઃ૧૨ જૂન, ૨૦૨૬
મૈં વાપસ આઉંગા પ્રેમ અને વિરહની ભાવનાત્મક કહાની રજૂ કરે છે. બાળપણમાં મળેલી એક યુવતીને વર્ષો પછી પણ ભૂલી ન શકતા યુવાનની સફર દર્શાવવામાં આવી છે. તેમાં જુનો પ્રેમ ક્યારેય ક્યાંય ખોવાતો નથી અને કોઈના મનમાંથી તેનું ઘર ક્યારેય દુર થઈ શકતું નથી, એ પ્રકારની એક લાગણીસભર વાત કરવામાં આવી છે. ફિલ્મનું સંગીત એ.આર. રહેમાને આપ્યું છે, જે તાજેતરમાં અટારી બોર્ડર પર લોંચ કરવામાં આવ્યું છે.
ગવર્નરઃ ધ સાઇલેન્ટ સેવિયર
કલાકારોઃ મનોજ બાજપેયી, અદા શર્મા, મધુ, નૌશાદ મોહમ્મદ કુન્જુ
દિગ્દર્શકઃ ચિન્મય માંડલેકર
રિલીઝ તારીખઃ ૧૨ જૂન, ૨૦૨૬
આ ગંભીર સામાજિક-રાજકીય થ્રિલરમાં એક એવું પાત્ર છે જે પડદા પાછળ રહીને નિર્દોષ લોકોનું રક્ષણ કરે છે અને સિસ્ટમની ખામીઓને સંભાળવાનો પ્રયાસ કરે છે. દેશને બેંક્રપ્સીના જોખમમાંથી બચાવનાર આરબીઆઈના ગવર્નરના રોલમાં મનોજ બાજપાઇને રજુ કરતી આ ફિલ્મનું ટ્રેલર પણ વખણાયું છે.
રાખ
કલાકારોઃ સોનાલી બેન્દ્રે, અલી ફઝલ, આમિર બશીર, રાકેશ બેદી
દિગ્દર્શકઃ પ્રોસિત રોય
રિલીઝ તારીખઃ ૧૨ જૂન, ૨૦૨૬ ક્યાં પ્રાઇમ વિડિયો
૧૯૭૦ના દાયકાની પૃષ્ઠભૂમિ ધરાવતી આ ક્રાઇમ-થ્રિલર સિરીઝમાં એક ગુમ થયેલા વ્યક્તિની તપાસથી શરૂઆત થાય છે, જે પછીથી બાળકોનાં ગુમ થવાના ભયાનક કાવતરામાં ફેરવાઈ જાય છે. આ કેસના મૂળ સુધી પહોંચવાની સફર આ સિરીઝમાં જોવા મળશે.
માં હૈ ના
હોસ્ટઃ શિલ્પા શેટ્ટી કુન્દ્રા
રિલીઝ તારીખઃ ૧૨ જૂન, ૨૦૨૬
ક્યાં: ઝી૫ હલકા-ફૂલકા મનોરંજનની શોધમાં રહેલા દર્શકો માટે આ એક અનોખો કુકિગ-કોમેડી રિયાલિટી શો છે, જે જેનઝી અને તેમની માતાઓ વચ્ચેના સંબંધોને રસપ્રદ રીતે રજૂ કરે છે. આ શોમાં જેમઝી બાળકો અને તેમની માતાઓ સાથે મળીને વિવિધ પ્રકારની રસોઈ બનાવતાં જોવા મળશે. આમ આ અઠવાડિયે રોમેન્ટિક ડ્રામા, હોરર, થ્રિલર અને ફેમિલી એન્ટરટેઇનમેન્ટનું જબરદસ્ત મિશ્રણ જોવા મળશે.
હોન્ટેડ 3D: ઇકોઝ ઑફ ધ પાસ્ટ
કલાકારોઃ મહાઅક્ષય ચક્રવર્તી, ચેતના પાંડે, હેમંત પાંડે, શ્રુતિ પ્રકાશ
દિગ્દર્શકઃ વિક્રમ ભટ્ટ, રિલીઝ તારીખઃ૧૨ જૂન, ૨૦૨૬
એક ભૂતિયા હવેલી અને ૧૯૩૦ના દાયકાની દુઃખદ ઘટનાથી જોડાયેલા રહસ્યો પર આધારિત આ સુપરનેચરલ હોરર ફિલ્મ છે. આ ફિલ્મ સાથે વિક્રમ ભટ્ટ લાંબા સમય પછી તેમની જાણીતી હોરર ફિલ્મો સાથે પાછા ફરી રહ્યા છે. આ રેહાન નામના એસ્ટેટ એજન્ટની વાર્તા છે, જેણે એક ભૂતિયા હવેલી વેંચવાનું કામ સોંપવામાં આવે છે. જ્યાં પહોંચીને રેહાન પોતે કેટલીક રહસ્યમય ઘટનાઓનો શિકાર બને છે.
ભૂત બંગલા
કલાકારોઃ અક્ષય કુમાર, પરેશ રાવલ, તબુ, રાજપાલ યાદવ, વામિકા ગબ્બી, જિશુ સેનગુપ્તા
દિગ્દર્શકઃ પ્રિયદર્શન
રિલીઝ તારીખઃ૧૨ જૂન, ૨૦૨૬
થિયેટરમાં સફળતા બાદ હવે આ હોરર-કોમેડી બ્વ્વ્ પર આવી રહી છે. વારસામાં મળેલી હવેલીમાં લગ્નનું આયોજન કરનાર પરિવારને એક જૂના શાપનો સામનો કરવો પડે છે. જેમાં પ્રિયદર્શને ફરી એક વખત તેઓ જે કોમેડી માટે જાણીતા છે એવી ધમાલ અને હાસ્ય સાથે રહસ્યને દર્શાવ્યાં છે.
