પ્રસિધ્ધ ફિલ્મ અભિનેતા અને ડિસ્કો કિંગ મિથુન ચક્રવર્તીનો જન્મ દિવસઃ ૭૭ વર્ષમાં પ્રવેશ
૫ દાયકા થી લાંબી ફિલ્મી કારકિર્દી માં ૩૫૦ થી વધુ ફિલ્મોમાં કર્યું છે કામ ....ડિસ્કો ડાન્સર, પ્યાર ઝુકતા નહીં, કસમ પૈદા કરને વાલે કી,ગુલામી અને અગ્નિપથ જેવી હિટ ફિલ્મો આપી હાલની પશ્ચિમ બંગાળમાં ભાજપની જીતમાં મિથુન દાનો સિંહફાળો

(જીતેન્દ્ર રૂપારેલિયા) વાપીઃ પ્રસિદ્ધ ફિલ્મ અભિનેતા મિથુન ચક્રવર્તીનો આજે જન્મ દિવસ છે તેમનો જન્મ ૧૬ મી જૂન, ૧૯૫૦ ના રોજ પશ્ચિમ બંગાળ ના કોલકાતામાં થયો હતો, તેમનું મૂળ નામ ગૌરાંગ ચક્રવર્તી છે, તેમણે કોલકાતાની સ્કોટિશ ચર્ચ કોલેજમાં થી વિજ્ઞાન માં સ્નાતક ની પદવી મેળવી અને ત્યાર બાદ પુણેની ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (FTII)માં અભિનયનું શિક્ષણ મેળવ્યું. મિથુન દાની ફિલ્મી યાત્રા જોઇએ તો ૧૯૭૬માં દિગ્દર્શક મૃણાલ સેનની ફિલ્મ ‘મૃગયા' દ્વારા તેમણે ફિલ્મી કારકિર્દી ની શરૂઆત કરી, પ્રથમ જ ફિલ્મ માટે તેમને શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળ્યો. મિથુન ચક્રવર્તી એ પાંચ દાયકા થી વધુ લાંબી કારકિર્દી માં ૩૫૦ થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે, તેમની જાણીતી ફિલ્મો માંમૃગયા (૧૯૭૬) - પ્રથમ ફિલ્મ, જેના માટે તેમને રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો, સુરક્ષા (૧૯૭૯) લોકપ્રિય એક્શન ફિલ્મ,ડિસ્કો ડાન્સર (૧૯૮૨) તેમની કારકિર્દીની સૌથી મોટી હિટ ફિલ્મ, જેણે તેમને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અપાવી,કસમ પૈદા કરને વાલે કી (૧૯૮૪) સંગીત અને એક્શન થી ભરપૂર સુપરહિટ ફિલ્મ,જાગીર (૧૯૮૪) ધર્મેન્દ્ર અને ડેની સાથેની સફળ ફિલ્મ,પ્યાર ઝુકતા નહીં (૧૯૮૫) રોમેન્ટિક ડ્રામા, જે બોક્સ ઓફિસ પર મોટી સફળ રહી,ગુલામી (૧૯૮૫),સ્વર્ગ સે સુંદર (૧૯૮૬),ડાન્સ ડાન્સ (૧૯૮૭),વક્ત કી આવાઝ (૧૯૮૮),પ્રેમ પ્રતિજ્ઞા(૧૯૮૯), અગ્નિપથ (૧૯૯૦),શૌહરત (૧૯૯૬),ગુરુ(૨૦૦૭), લક (૨૦૦૯),ઓહ માય ગોડ! (૨૦૧૨) ખાસ ભૂમિકામાં દેખાયા,ધ તાશ્કંદ ફાઇલ્સ (૨૦૧૯) આ ફિલ્મ માટે તેમને શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળ્યો,
મિથુન દા એ હિન્દી ઉપરાંત બંગાળી, તમિલ, તેલુગુ, કન્નડ, પંજાબી અને ભોજપુરી ભાષાની ફિલ્મોમાં પણ કામ કર્યું છે. મિથુન ચક્રવર્તી ના જીવન માં સંદ્યર્ષ નો પણ મોટો હિસ્સો રહ્યો છે, શરૂઆત ના દિવસો માં તેમણે ગરીબી અને અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો હતો. ઘણીવાર તેમને કામ માટે લાંબી રાહ જોવી પડી અને કઠિન પરિસ્થિતિઓ માં જીવન પસાર કરવું પડ્યું, પરંતુ તેમની મહેનત અને આત્મવિશ્વાસે તેમને ભારતીય સિનેમા ના અગ્રણી અભિનેતાઓમાં સ્થાન અપાવ્યું.
તેમને ત્રણ વખત રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અને ચાર ફિલ્મફેર પુરસ્કારો પ્રાપ્ત થયા છે. વર્ષ ૨૦૨૪ માં તેમને ભારત સરકાર દ્વારા પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ ભારતીય સિનેમામાં તેમના અમૂલ્ય યોગદાન બદલ તેમને દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી પણ નવાજવામાં આવ્યા હતા.
મિથુને ફિલ્મો ઉપરાંત તેમણે ટેલિવિઝન ના લોકપ્રિય કાર્યક્રમ ર્ં ‘‘ડાન્સ ઇન્ડિયા ડાન્સ'' માં ‘‘મહાગુરુ'' તરીકે નવી પેઢીના દર્શકો માં પણ વિશેષ લોકપ્રિયતા મેળવી, તેઓ રાજયસભાના સભ્ય તરીકે જાહેર જીવનમાં પણ સક્રિય રહ્યા છે.
મિથુન ચક્રવર્તી એ તાજેતર માં યોજાયેલી પヘમિ બંગાળ વિધાનસભા ચૂંટણી દરમિયાન એ પક્ષના મુખ્ય પ્રચારક (સ્ટાર કેમ્પેઈનર) તરીકે મહત્વની ભૂમિકા ભજવી હતી, તેમણે રાજય ના વિવિધ વિસ્તારો માં સભાઓને સંબોધી ભાજપના પક્ષમાં મતદાન માટે અપીલ કરી હતી.મિથુન દા એ ખાસ કરીને ઉત્તર બંગાળ અને ગ્રામ્ય વિસ્તારોમાં અનેક જનસભા ઓ કરી હતી, તેમના ભાષણો માં રાજયમાં પરિવર્તન, વિકાસ અને સંગઠન ને મજબૂત બનાવવાની વાતો મુખ્ય રહી હતી, તેઓ પોતાના લોકપ્રિય ફિલ્મી સંવાદો અને સરળ ભાષાના કારણે કાર્યકરો અને સમર્થકોમાં ઉત્સાહ જગાવતા હતા, અહીં બીજેપી ની જીત માં મિથુન દાનું પણ યોગદાન ગણાય છે.
