<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Wednesday, 17th June 2026

‘કોકટેલ ૨' ફિલ્‍મને ‘એ' સર્ટિફિકેટ આપવામાં આવ્‍યું

મુંબઈ,તા.૧૭: ફિલ્‍મ ઇન્‍ડસ્‍ટ્રી અને ફિલ્‍મના દર્શકો બંને માટે આવનારા બે અઠવાડિયા રસપ્રદ અને મજાના રહેવાના છે. ૧૯ જુને એક સાથે બે મોટી ફિલ્‍મ ‘કોકટેલ ૨' અને ‘વેલકમ ટુ ધ જંગલ' રિલીઝ થઈ રહી છે. કોકટેલમાં શાહિદ કપૂર, ક્રિતિ સેનન અને રશ્‍મિકા મંધાના લીડ રોલમાં છે. આ ફ્રેન્‍ચાઇઝીની આગળની ફિલ્‍મ લોકપ્રિય હતી અને તેનાં ગીતો ઘણા લોકપ્રિય થયા હતા. તેથી આ ફિલ્‍મ પાસે પણ ઘણી અપેક્ષાઓ છે.

કોકટેલ ૨ના એડવાન્‍સ બૂકિગની ૧૪ જુન શરૂઆત થઈ છે. ત્‍યારે એવા અહેવાલો છે કે આ ફિલ્‍મને સેન્‍ટ્રલ બોર્ડ ઓફ ફિલ્‍મ સર્ટિફિકેશન તરફથી એ સર્ટિફિકેટ આપવામાં આવ્‍યું છે અને ફિલ્‍મનો રન ટાઇમ ૧૫૦ મિનિટનો છે, એટલે કે ‘કોકટેલ ૨' ૨ કલાક અને ૩૦ મિનિટ લાંબી ફિલ્‍મ છે. આ સર્ટિફિફિકેટ સાથે કોકટેલ ૨ ક્રિતિ સેનનની પહેલી એ રેટેડ ફિલ્‍મ બની છે. જ્‍યારે રશ્‍મિકાની એનિમલ પછી આ બીજી એ રેટેડ ફિલ્‍મ છે. જ્‍યારે શાહિદ કપૂરની કમીને, ઉડતા પંજાબ, કબીર સિઘ અને ઓ રોમિયો પછી આ પાંચમી એ રેટેડ ફિલ્‍મ છે. શાહિદની એક પછી એક બીજી એ રેટેડ ફિલ્‍મ છે. કોકટેલની પહેલી ફિલ્‍મ ૨૦૧૨માં રિલીઝ થઈ હતી. તેમાં સૈફ અલી ખાન, દીપિકા પાદુકોણ ને ડાયના પેન્‍ટી લીડ રોલમાં હતાં, ડાયનાએ આ ફિલ્‍મથી ડેબ્‍યુ કર્યું હતું. એ ફિલ્‍મ પણ હોમી અડજાણીયાએ જ ડિરેક્‍ટ કરી હતી. તેને યૂએ સર્ટિફિકેટ મળ્‍યું હતું અને એ ફિલ્‍મ ૧૪૬ મિનિટ લાંબી હતી.

(1:46 PM IST)