'ટોકિસક', 'ખોસલા કા ઘોસલા ૨', 'વિવાન' અને 'ઇથા' રક્ષાબંધન ૨૦૨૬ પર બોકસ ઓફિસે મહાસંગ્રામ

મુંબઈ,તા.૨૩: રક્ષાબંધનના તહેવાર દરમિયાન બોકસ ઓફિસ પર એક મોટી અને રોમાંચક ટક્કર જોવા મળશે. એ એક જ સપ્તાહમાં ચાર મોટી ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે, જેના કારણે ૨૦૨૬નું રક્ષાબંધન વીકએન્ડ સિનેમાપ્રેમીઓ માટે ખાસ બનશે.
સૌથી મોટી જાહેરાત યશની ફિલ્મ 'ટોકિસક અ ફેરી ટેલ ફોર ગ્રોન અપ્સ'ની છે. લાંબા સમયથી ચર્ચામાં રહેલી અને પાછી ઠેલાતી રહેલી આ ફિલ્મ હવે ૨૬ ઓગસ્ટે સિનેમાઘરોમાં આવશે. ઓણમ, વરમહાલક્ષ્મી અને રક્ષાબંધન જેવા તહેવારોને ધ્યાનમાં રાખીને નિર્માતાઓએ આ તારીખ પસંદ કરી છે. ફિલ્મમાં પશ ડબલ રોલમાં જોવા મળશે, જ્યારે કિયારા અડવાણી, નયનતારા, હુમા કુરેશી અને તારા સુતારિયા પણ મહત્વનાં રચેલમાં છે. ગીતુ મોહનદાસ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ વર્ષના સૌથી મોટા પેન-ઇન્ડિયા પ્રોજેકટ્સમાંની એક ગણાય છે.
પરંતુ યશની ફિલ્મ માટે રસ્તો સરળ નહીં હોય. ૨૮ ઓગસ્ટે ત્રણ અન્ય મહત્વની ફિલ્મો પણ રિલીઝ થવા જઈ રહી છે. સૌથી પહેલા ખોસલા કા ઘોસલા ૨ છે, જે ૨૦૦૬ની કલ્ટ કોમેડી ફિલ્મની સિકવલ છે. અનુપમ ખેર, બોમન ઈરાની, રણવીર શૌરી અને પરવીન ડભાસ ફરી એકવાર દર્શકોને હસાવવા તૈયાર છે. આ વખતે ફિલ્મનું ડિરેકશન પ્રશાંત ભાગિયાએ કર્યું છે.
બીજી તરફ સિદ્ધાર્થ મલ્હોત્રા અને તમન્ના ભાટિયાની જંગલ એડવેન્ચર ફિલ્મ 'વીવાનઃ ધ ફોર્સ ઓફ ૫ ફોરેસ્ટ' પણ એ જ દિવસે રિલીઝ થશે. બાલાજી મોશન પિકચર્સ અને ટીવીએફના સહયોગથી બનેલી આ ફિલ્મ લોકકથા, ફેન્ટસી અને જંગલના રહસ્યો પર આધારિત છે. મુંબઈ કોમિક કોનમાં તેની કોમિક બૂક લોન્ચ થયા બાદ ફિલ્મને લઈને યંગ ઓડિયન્સમાં ઉત્સુકતા વધી છે. આ જ દિવસે શ્રદ્ધા કપૂરની ચર્ચિત ફિલ્મ ઇથા પણ સિનેમાઘરોમાં આવશે. મરાઠી તમાશા કલાકાર વિઠાબાઈ નારાયણગાંવકરના જીવન પર આધારિત આ બાયોપિકનું ડિરેકશન છાવા ફેમ લક્ષ્મણ ઉટેકરે કર્યું છે. ફિલ્મમાં રણદીપ હુડા અને મોહમ્મદ ઝીશાન આપ્યુબ પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં છે. તાજેતરમાં લીક થયેલા ટીઝરે ફિલ્મ પ્રત્યેનો ઉત્સાહ પણ વધારી દીધો છે, આ ચાર ફિલ્મોની ટક્કરમાં એક રસપ્રદ વ્યકિતગત પાસું પણ જોડાયું છે. વીવાનમાં સિદ્ધાર્થ મલ્હોત્રા લીડ રોલમાં છે, જ્યારે KHOS ટોકિસકમાં તેની પત્ની કિયારા અડવાણી મહત્વપૂર્ણ પાત્ર ભજવી રહી છે. લગ્ન પછી પ્રથમ વખત પતિ-પત્નીની ફિલ્મો બોકસ ઓફિસ પર સામસામે આવી રહી છે, જેના કારણે ચાહકોમાં ખાસ ઉત્સુકતા જોવા મળી રહી છે.
ફિલ્મ ટ્રેડ વિશ્લેષકોના મતે, ચારેય ફિલ્મો અલગ-અલગ પ્રકારના દર્શકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. ટોકસિક એક વિશાળ પેન-ઇન્ડિયા એકશન ડ્રામા છે. જ્યારે થોસલા કા પોસલા ૨ હેમિલી કોમેડી છે, વીવાન ફેન્ટસી એડવેન્ચર છે અને ઈથા બાયોગ્રાફિકલ ડ્રામા છે. તેથી દર્શકોના અલગ વર્ગોને આકર્ષવાની તેમની ક્ષમતા જ તેમની સફળતા નક્કી કરશે.
રક્ષાબંધન દરમિયાન આ પ્રકારની મોટી ટક્કર ભાગ્યે જ જોવા મળે છે. છેલ્લે ૨૦૨૨માં અક્ષય કુમારની રક્ષાબંધન અને આમિર ખાનની લાલ સિઘ ચઠ્ઠા વચ્ચે મોટી ટક્કર જોવા મળી હતી. હવે ૨૦૨૬માં ચાર મોટા પ્રોજેકટ્સ એકસાથે મેદાનમાં ઉતરતા બોકસ ઓફિસ પર જબરદસ્ત સ્પર્ધા સર્જાવાની શકયતા છે. આગામી ઓગસ્ટના અંતિમ સપ્તાહમાં સિનેમા ઉદ્યોગની નજર એક જ પ્રશ્ન પર રહેશે - શું યશની ટોકિસક બોકસ ઓફિસ પર રાજ કરશે કે પછી ઇથા વિવાન અને ખોસલા કા ઘોસલા ૨માંથી કોઈ ફિલ્મ દર્શકોનું દિલ જીત આશ્ચર્યજનક જીત નોંધાવશે કે પછી બધી ફિલ્મ એકબીજાનું માર્કેટ તોડશે?
