સ્ટાર પ્લસનું આવનારું આકર્ષણ કો-એડ. કોલેજમાં પ્રવેશ કરતી યુવતીઓની ભાવનાત્મક સફરને ઉજાગર કરે છે : દેબચંદ્રિમા સિંહા રોય

મુંબઈ : સ્ટાર પ્લસનો આવનારો નવો શો તેની નવીનતમ પ્રોમો સાથે ભાવનાત્મક તારને સ્પર્શી રહ્યું છે. જે દેશભરની અનેક યુવતીઓના જીવન સાથે સંકળાયેલું વાસ્તવિકતા રજૂ કરે છે. આ પ્રોમોમાં સુંદર રીતે દર્શાવવામાં આવ્યું છે કે કેવી રીતે ઘણી યુવતીઓ, જ્યારે તેઓ છોકરીઓની શાળામાંથી કો-એજયુકેશન કોલેજમાં પ્રવેશ કરે છે, ત્યારે તેમને અજાણ્યા માહોલમાં પ્રવેશ કરતી વખતે અચકાટ, ચિંતા અને અનિヘતિતા અનુભવાય છે. ઘણી યુવતીઓ માટે આ બદલાવ માત્ર ઉચ્ચ શિક્ષણની શરૂઆત નથી, પરંતુ એક મહત્વપૂર્ણ ભાવનાત્મક મંજિલ છે - જેમાં અચકાટ, આત્મજાગળતિ અને અજાણ્યાનો ડર સામેલ છે. આ હૃદયસ્પર્શી વાર્તા દ્વારા આ અણકહેલી લાગણીઓને પ્રકાશિત કરે છે અને યુવતીઓને આત્મવિશ્વાસ સાથે બદલાવ સ્વીકારવા તથા પોતાને માનવા પ્રોત્સાહિત કરે છે. https://www.instagram.com/reel/DaVxUGqsEA0/?igsh=MTY3eW9mOG53b21pMg== કલીક કરી ખુલે છે કે કેમ તે જોઇ લેવું. પ્રોમો વિશે વાત કરતાં દેબચંદ્રિમા સિંહા રોયએ કહ્યું, ‘‘આ પ્રોમોએ મારું દિલ સ્પર્શ્યું કારણ કે આ એવી સફર છે જે ઘણી યુવતીઓ શાંતિથી પસાર કરે છે. છોકરીઓની શાળામાં ભણ્યા પછી કો-અજ્યુકેશન કોલેજમાં પ્રવેશ કરવો ભારે લાગતું બની શકે છે, ખાસ કરીને યુવતીઓ માટે. હું આશા રાખું છું કે દરેક યુવતી જે આ પ્રોમો જોશે તે પોતાને ઓળખશે અને સમજશે કે ગભરાટ થવો સ્વાભાવિક છે. સમય અને આત્મવિશ્વાસ સાથે, દરેક નવી શરૂઆત એક સુંદર અધ્યાય બની જાય છે.'' પ્રોમો જોવા માટે જોડાયેલા રહો, ટૂંક સમયમાં માત્ર સ્ટાર પ્લસ પર! (
