<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Thursday, 9th July 2026

યે દૂનિયા અગર મિલ ભી જાયે તો ક્યાં હૈ ,,,,,,

દર્દીલા કથાનક સાથે સામાજિક કટાક્ષના નિરૂપણમાં માહિર મહાન ફિલ્મ સર્જક ગુરુદત્તનો આજે જન્મતિથિ

રાજકોટ: યેં દુનિયા જહાં આદમી કુછ નહીં હૈ,વફા કુછ નહીં હૈ ,જહાં પ્યાર કી કદ્ર હી કુછ નહીં હૈ, યે દુનિયા અગર મિલ ભી જાયે તો ક્યાં હૈ ,,,,,,,
    ફિલ્મના દર્દિલા કથાનક,વેદનાસભર પંક્તિઓમાં જીવનની ફિલોસોફીને બખૂબી કહેનાર હિન્દી ફિલ્મ જગતના મહાન અભિનેતા-નિર્દેશક ગુરુદત્તનો 9 જુલાઈ 1925માં બેંગ્લોરના એક સારસ્વત પરિવારમાં જન્મ થયો હતો પિતા શિવશંકર પાદુકોણ અને માતા વાસંતી પાદુકોણ મૂળ કોંકણના ચિત્રપુર બ્રાહ્મણ હતા પિતા હેડ માસ્ટર અને બાદમાં બેંકમાં નોકરીએ જોડાયા હતા માતા સ્કૂલ ટીચર અને ટ્યુશન ચલાવતા હતા ઉપરાંત લઘુકથા લખતા અને બંગાળી નવલકથાઓને કન્નડ ભાષામાં અનુવાદ પણ કરતા હતા
   ગુરુદત્તને નાનપણથી જ કલામાં ખૂબ જ રુચિ હતી તેઓ કલાના વિભિન્ન વિદ્યાઓમાં હાથ અજમાવતા હતા માત્ર 16 વર્ષની તરુણ વયે ગુરુદત્તે નૃયત,નાટક અને સંગીતની તાલીમ લેવી શરૂ કરી હતી,આર્થિક મુશ્કેલીને કારણે ગુરૂદતનું શિક્ષણ અધૂરું રહયું હતું પરંતુ તેઓ સંગીતના કેટલાય ગુણોને આત્મસાત કર્યા હતા જે તેઓને ફિલ્મ નિર્માણમાં કામ લાગ્યા હતા
   ગુરુદત્તે પોતાની કેરિયરની શરૂઆત એક ટેલિફોન ઓપરેટર તરીકે કરી હતી પરંતુ તોયે ટૂંકાગાળામાં પ્રભાત ફિલ્મ કંપનીમાં જોડાયા હતા જ્યાં તેમની મુલાકાત અભિનેતા રહેમાન અને દેવ આનંદ સાથે થઈ જે તેઓના જીવનભર મિત્ર રહ્યાં હતા આ દરમિયાન તેઓએ પોતાના સંઘર્ષોને લઈને ફિલ્મ પ્યાસાની વાર્તા લખી હતી
   કલકત્તાના ભવાનીપુરામાં બાળપણ વિતાવ્યું જેનો તેના પર બૌદ્ધિક અને સાંસ્કૃતિક પ્રભાવ રહયો હતો નાનપણનું નામ વસંતકુમાર શિવશંકર પાદુકોણથી બદલીને ગુરુદત્ત રાખ્યું,પ્રભાત કંપનીમાં કોરિયોગ્રાફર તરીકે જોડાયેલા ગુરુદત્ત સહાયક નિર્દશક પણ બન્યા,
  મહાન ફિલ્મ સર્જક ગુરુદત્તે કેટલીય ફિલ્મોમાં અભિનય કર્યો હતો પરંતુ તેની આગવી ઓળખ દિગ્દર્શક તરીકે વધુ પ્રચલિત બાણ,તેમણે દેવ આનંદને પોતાના બેનરની પ્રથમ ફિલ્મ 'બાજી'માં કામ કરવાની તક આપી,આ ફિલ્મ ચાલી બાદમાં સિતારો ચમકતો રહ્યો,,,,,,
  આ મહાન ફિલ્મ સર્જકનું જીવન પોતાના ફિલ્મના કથાનક મુજબ દર્દીલું હોવાનું મનાય છે તેઓએ ત્રણવાર આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો ત્રીજા પ્રયાસમાં તેમણે ખૂબ જ દારૂ પીધા બાદ ઘણીખણી ઊંઘની ગોળીઓ ખાધી,10 ઓક્ટોબર 1964ની સવારે તેઓ વિદાય પામ્યા ,,,,,
   હિન્દી ફિલ્મ જગતને ખૂબ ટૂંકાગાળામાં એક નવી ઊંચાઈ બક્ષનાર આ મહાન સર્જક,અભિનેતા અને દિગ્દર્શક તરીકે કેટલીય અવિસ્મરણીય ફિલ્મો આપી,જેમાં પ્યાસા અને ''કાગજ કે ફૂલ ''વિશ્વની સર્વશ્રેઠ મહાન ફિલ્મોમાં સ્થાન પામી,ભારત સરકારે તેમની યાદમાં એક ટપાલ ટિકિટ પણ બહાર પડી છે

     ગુરુદત્તે જાલ ફિલ્મની વાર્તા પણ લખી હતી,જ્યારે નિર્દેશક તરીકે તેમણે યાદગાર ફિલ્મો આપી જેમાં કાગજ કે ફૂલ,પ્યાસા,મિસ્ટર એન્ડ મિસિસ 55,બાઝ,જાલ ,બાઝી મુખ્ય હતી પ્યાસા ફિલ્મને ટાઈમ મેગેઝીને વિશ્વની 100 સર્વશ્રેઠ ફિલ્મોમાં સ્થાન આપ્યું હતું જ્યારે 2002માં સાઈટ અને સાઉન્ડના ક્રિટીક્સ અને ડાયરેક્ટરના સર્વેમાં ગુરુદત્તની બે ફિલ્મો પ્યાસા અને કાગજ કે ફૂલને સર્વકાળની શ્રેઠ 160 મહાનતમ ફિલ્મો માટે પસંદગી કરી હતી

(12:38 PM IST)