<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Saturday, 11th July 2026

મેઘાની મોસમમાં ચૈતાલી છાયાના નવા વરસાદી ગીતે મચાવી ધૂમ

સારેગામા ગુજરાતી પર રિલીઝ થતાં જ સંગીત રસિકોના દિલમાં વસી ગયું : બોલિવૂડથી ગુજરાતી સંગીત સુધી ચૈતાલી છાયાની સુરીલી સફર : નવા રોમેન્‍ટિક વરસાદી ગીતે સોશિયલ મીડિયા પર સર્જી લોકપ્રિયતાની નવી લહેર

રાજકોટ : ચોમાસાની રંગીન મોસમ વચ્‍ચે જાણીતા પ્‍લેબેક સિંગર ચૈતાલી છાયાનું નવું રોમેન્‍ટિક વરસાદી ગીત સારેગામા ગુજરાતી ચેનલ પર સત્તાવાર રીતે રિલીઝ થયું છે. રિલીઝ થતાં જ ગીતને સોશિયલ મીડિયા અને સંગીતપ્રેમીઓ તરફથી ઉત્‍સાહજનક પ્રતિસાદ મળ્‍યો છે. વરસાદ, પ્રેમ અને પ્રકળતિની લાગણીઓને સંગીતમાં અભિવ્‍યક્‍ત કરતું આ ગીત યુવા વર્ગમાં પણ લોકપ્રિય બની રહ્યું છે.

ચોમાસાની જામતી ઋતુમાં પ્‍લેબેક સિંગર ચૈતાલી છાયાનું નવું રોમેન્‍ટિક વરસાદી ગીત સારેગામા ગુજરાતી ચેનલ પર સત્તાવાર રીતે રજૂ કરવામાં આવ્‍યું છે. રિલીઝ પછી ટૂંકા સમયમાં જ ગીતે સોશિયલ મીડિયા તેમજ સંગીતપ્રેમીઓનું ધ્‍યાન ખેંચ્‍યું છે.

વરસાદની ભીનાશ, પ્રેમની લાગણી અને પ્રકળતિના સૌંદર્યને કેન્‍દ્રમાં રાખીને તૈયાર કરાયેલા આ ગીતમાં ચૈતાલી છાયાના મધુર અવાજે શ્રોતાઓને આકર્ષ્‍યા છે. ગીતનું ચિત્રણ અને દૃશ્‍ય રજૂઆત પણ ભવ્‍ય અને સિનેમેટિક અંદાજમાં કરવામાં આવી હોવાથી ખાસ કરીને યુવા વર્ગમાં તેની ચર્ચા જોવા મળી રહી છે.

ચૈતાલી છાયાની સંગીતયાત્રા માત્ર ગુજરાતી સંગીત સુધી મર્યાદિત રહી નથી. તેમણે બોલિવૂડની અનેક ફિલ્‍મોમાં પણ પોતાની ગાયકીનો પરિચય આપ્‍યો છે. લવ કી અરેન્‍જ મેરેજ ફિલ્‍મનું ઘોડી ગીત, ડ્રીમ ગર્લ બેનું મૈં મર જાવાંગી અનપ્‍લગ્‍ડ વર્ઝન અને ડ્રીમ ગર્લ ફિલ્‍મના રાધે રાધે ગીત સાથે તેઓ જોડાયા હતા. રોકી ઔર રાની કી પ્રેમ કહાની ફિલ્‍મના તુમ કયા મિલે ગીતમાં તેમણે બેકિંગ વોકલ્‍સ આપ્‍યા હતા. ઉપરાંત તેરી મેરી ડોરિયાંના ટાઇટલ ટ્રેક તેમજ ધ રોશન્‍સ વેબ સિરીઝમાં પણ તેમણે સંગીત ક્ષેત્રે યોગદાન આપ્‍યું છે. સ્‍વતંત્ર સંગીત ક્ષેત્રે આઈ લવ યુ મેરી જાન ગીતને યુટયુબ અને ઇન્‍સ્‍ટાગ્રામ પર એક કરોડથી વધુ વ્‍યૂઝ મળ્‍યા હોવાનું જણાવાયું છે.

ગુજરાતી સંગીત અને ફિલ્‍મ જગતમાં પણ ચૈતાલી છાયાએ અનેક યાદગાર ગીતો ગાયા છે. કાઠિયાવાડી ટેલ્‍સનું ધબકાર, ભૂમિનું માંડી ડગર, ટુ જી એપાર્ટમેન્‍ટ્‍સનું મારા દિલની ધડકન રે તેમજ હા હું પટેલ છું, જે થશે જોયું જશે અને ક્રમશઃ જેવા પ્રોજેક્‍ટ્‍સના ટાઇટલ ટ્રેકમાં પણ તેમનો અવાજ ગુંજ્‍યો છે.

ગુજરાત સરકારના અનેક મહત્‍વપૂર્ણ પ્રોજેક્‍ટ્‍સ માટે પણ ચૈતાલી છાયાએ ગાયકી આપી છે. વતન પ્રેમ, સ્‍વર્ણિમ ગુજરાત સ્‍પોર્ટ્‍સ યુનિવર્સિટી ગાંધીનગરનું પ્રમોશનલ સોંગ, ફાઇટ અગેન્‍સ્‍ટ ક્‍લાઇમેટ ચેન્‍જ તેમજ ગુજરાત સ્‍થાપના દિવસ નિમિત્તે રજૂ થયેલું જય જય ગરવી ગુજરાત જેવા ગીતોમાં તેમનું યોગદાન રહ્યું છે. સી સી ધ રોકસ્‍ટાર બેન્‍ડ દ્વારા તેઓ નિયમિત લાઇવ સ્‍ટેજ કાર્યક્રમો પણ રજૂ કરે છે.

નવા વરસાદી ગીતને મળેલા પ્રતિસાદ અંગે ચૈતાલી છાયાએ અકિલાને એક મુલાકાતમાં જણાવ્‍યું હતું કે વરસાદ અને પ્રેમની લાગણીનું સંગીત સાથેનું સંયોજન હંમેશાં વિશેષ રહ્યું છે. સારેગામા જેવી પ્રતિષ્‍ઠિત ચેનલ મારફતે ગીત શ્રોતાઓ સુધી પહોંચાડવાનો આનંદ વિશેષ છે અને દર્શકો તથા ચાહકો તરફથી મળી રહેલો પ્રેમ તેમની સંગીતસાધના માટે આશીર્વાદ સમાન હોવાનું તેમણે જણાવ્‍યું હતું.

(2:25 PM IST)