<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Tuesday, 14th July 2026

'લોક અપ 2' માં અભદ્ર ટિપ્પણીથી મચ્યો હોબાળો: શિલ્પા શિંદેએ શિવાંગી જોશીના પાત્ર પર કરી ગંદી મજાક, ચાહકોનો સોશિયલ મીડિયા પર આક્રોશ!

શિલ્પા શિંદે અને શ્રેયા કાલરાની હરકતો પર ભડક્યા દર્શકો; શોના સેટ પર ડબલ એવિક્શનના ભણકારા સાથે સ્પર્ધકો વચ્ચે તણાવ ચરમસીમા પર

મુંબઈ : રિયાલિટી શો 'લોક અપ 2' હાલમાં વિવાદોનું કેન્દ્ર બની ગયું છે. સ્પર્ધકો દ્વારા કરવામાં આવતા ખુલાસાઓ અને એકબીજા પર કરવામાં આવતી ટિપ્પણીઓ દર્શકોને હેરાન કરી રહી છે. તાજેતરના એપિસોડમાં શિલ્પા શિંદે અને શ્રેયા કાલરાએ શિવાંગી જોશીની નકલ કરતી વખતે એવી ટિપ્પણી કરી દીધી જે ચાહકોને જરાય પસંદ પડી નથી. શ્રેયાના કહેવાથી શિલ્પાએ શિવાંગીની મજાક ઉડાવતા અત્યંત વાંધાજનક શબ્દોનો પ્રયોગ કર્યો હતો.

શિલ્પાએ શિવાંગીની નકલ કરીને કહ્યું કે, "હું ખૂબ નિર્દોષ છું અને હું કુંવારી છું, લગ્ન પછી પણ હું આવું નહીં કરું." આ નિવેદન બાદ ચાહકોએ સોશિયલ મીડિયા પર શિલ્પાને આડે હાથ લીધી છે. નેટિઝન્સે સવાલ ઉઠાવ્યો છે કે રમતમાં ટકી રહેવા માટે કોઈના પાત્ર કે તેમની વ્યક્તિગત બાબતો પર ટિપ્પણી કરવી કેટલી યોગ્ય છે? હવે જોવાનું એ રહેશે કે આ વિવાદ બાદ શોના આગામી 'જજમેન્ટ ડે' પર શું અસર પડે છે. શોમાં હવે ડબલ એવિક્શનની તૈયારીઓ ચાલી રહી છે, જેમાં માધુરી જૈન ગ્રોવર શોમાંથી બહાર થવાની પ્રબળ સંભાવના છે.

(8:06 PM IST)