<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Wednesday, 15th July 2026

૨.૧૨ કરોડ રૂપિયાના ૧૪ વર્ષમાં ૬.૨૫ કરોડ

અર્શદ વારસીએ હાલમાં પોતાની વર્ષો જૂની દુકાન વેચી દીધી છે અને એમાંથી કરોડો રૂપિયાનો નફો મેળવ્‍યો

મુંબઇ તા.૧૫: અર્શદ વારસીએ હાલમાં પોતાની વર્ષો જૂની દુકાન વેચી દીધી છે અને એમાંથી કરોડો રૂપિયાનો નફો મેળવ્‍યો છે. મળતી માહિતી પ્રમાણે અર્શદે અંધેરી-પヘમિ સ્‍થિત લોખંડવાલા કોમ્‍પ્‍લેક્‍સમાં આવેલી પોતાની દુકાન ૬.૨૫ કરોડ રૂપિયામાં વેચી છે. અર્શદે આ દુકાન ૨૦૧૨માં ૨.૧૨ કરોડ રૂપિયાથી વધુ કિમતે ખરીદી હતી અને એટલે આ ડીલમાંથી ત્રણ ગણો નફો મેળવ્‍યો છે. આ દુકાન લોખંડવાલા કોમ્‍પ્‍લેક્‍સની ગ્રેનવિલ કો-ઑપરેટિવ હાઉસિગ સોસાયટી લિમિટેડના ગ્રાઉન્‍ડ ફલોર પર આવેલી છે અને એનો કાર્પેટ એરિયા ૬૮૪ સ્‍ક્‍વેર ફુટ છે. અર્શદે જ્‍યારે ૧૪ વર્ષ પહેલાં આ દુકાન ખરીદી હતી ત્‍યારે તેણે એના માટે ૩૦ હજાર રૂપિયાની રજિસ્‍ટ્રેશન-ફી અને ૧૦ લાખ રૂપિયાથી વધુની સ્‍ટેમ્‍પ-ડ્‍યુટી ચૂકવી હતી.

અર્શદ વારસીની અન્‍ય મિલકતોની વાત કરીએ તો વર્સોવામાં તેનો એક લક્‍ઝરી બંગલો છે. આ ઉપરાંત નોર્થ ગોવામાં તેની ૧૫૦ વર્ષ જૂની પોર્ટુગીઝ વિલા પણ છે જેને તેણે રિસ્‍ટોર કરાવી છે. આ વિલાનું નામ ‘કાસા ઝેન' છે. આ વિલાનો ઉપયોગ હોલિડે સ્‍ટે તરીકે પણ કરવામાં આવે છે. રિપોર્ટ મુજબ અહીં રહેવાનું ભાડું પ્રતિ રાત ૭૫ હજાર રૂપિયા છે.

(9:47 AM IST)