<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Sunday, 26th July 2026

વેલેન્ટાઇન ગિફ્ટ તરીકે રાજસ્થાન રોયલ્સમાં હિસ્સેદારી ખરીદી : રાજ કુન્દ્રા

રાજસ્થાન રોયલ્સને પણ ૨૦૧૬ અને ૨૦૧૭ની IPL સીઝનમાંથી સસ્પેન્ડ કરવામાં આવી હતીઃ અભિનેત્રી શિલ્પા શેટ્ટી માટે હિસ્સેદારી ખરીદી

મુંબઈઃ  ઉદ્યોગપતિ રાજ કુન્દ્રાએ કહ્યું છે કે તેમણે વર્ષ 2009માં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ટીમ રાજસ્થાન રોયલ્સમાં કરેલું લગભગ 82 કરોડનું રોકાણ પત્ની અને અભિનેત્રી શિલ્પા શેટ્ટી માટે વેલેન્ટાઇન ડેની ખાસ ભેટ તરીકે કર્યું હતું. એક યૂટ્યુબ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં રાજ કુન્દ્રાએ જણાવ્યું કે રાજસ્થાન રોયલ્સે પ્રથમ IPL સીઝન જીત્યા બાદ તેમણે ટીમમાં 11.7 ટકા હિસ્સેદારી ખરીદી હતી. તેમણે કહ્યું, “મેં આ રોકાણ વેલેન્ટાઇન ગિફ્ટ તરીકે કર્યું હતું. મને લાગ્યું કે શિલ્પા પાસે મજબુત બ્રાન્ડ વેલ્યુ છે અને હું તેમાં રોકાણ કરી રહ્યો છું. મેં તે સમયે મારી હિસ્સેદારી ખરીદી હતી, પરંતુ આ મામલો હજુ પણ કોર્ટમાં ચાલી રહ્યો છે.”રાજ કુન્દ્રાના જણાવ્યા અનુસાર, જ્યારે તેમણે રોકાણ કર્યું ત્યારે રાજસ્થાન રોયલ્સની વેલ્યુ આશરે 700 કરોડ હતી, જે આજે વધીને લગભગ 16,000 કરોડ સુધી પહોંચી ગઇ છે. તે સમયના અહેવાલો મુજબ તેમણે આશરે 81.9 કરોડનું રોકાણ કરીને ટીમમાં હિસ્સો મેળવ્યો હતો. રાજ કુન્દ્રાએ વર્ષ 2013માં સામે આવેલા IPL બેટિંગ વિવાદનો પણ ઉલ્લેખ કર્યાે. આ આરોપો બાદ સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત જસ્ટિસ લોઢા સમિતિએ વર્ષ 2015માં તેમના પર ક્રિકેટ સંબંધિત તમામ પ્રવૃત્તિઓમાં આજીવન પ્રતિબંધ મૂક્યો હતો. ત્યારબાદ રાજસ્થાન રોયલ્સને પણ 2016 અને 2017ની IPL સીઝનમાંથી સસ્પેન્ડ કરવામાં આવી હતી.આ મામલે પોતાનો મત રજુ કરતા કુન્દ્રાએ કહ્યું, “હું પાંચ-છ વર્ષથી ટીમ સાથે જોડાયેલો હતો. પછી અમારા પર બેટિંગના આરોપ લાગ્યા. કેટલાક ખેલાડીઓ મેચ ફિક્સિંગ માટે સસ્પેન્ડ થયા અને અમને માલિક તરીકે બેટિંગ માટે પ્રતિબંધિત કરવામાં આવ્યા. અમારી વચ્ચે તો માત્ર મજાકમાં ‘500 રૂપિયાની શરત લાગશે?’ જેવી વાતો થતી હતી. અમને ખબર નહોતી કે આવું પણ નિયમોના વિરુદ્ધ ગણાશે. આ કેસ હજુ પણ સુપ્રીમ કોર્ટમાં વિચારાધીન છે.” તેમણે એવો દાવો પણ કર્યાે કે આ સમગ્ર મામલે રાજસ્થાન રોયલ્સના માલિકોમાં માત્ર તેમને જ જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા.રાજ કુન્દ્રાએ જણાવ્યું કે IPLની શરૂઆતના વર્ષાેમાં ટીમોને ખાસ નફો થતો નહોતો અને ફ્રેન્ચાઇઝીઓને સતત ફરીથી રોકાણ કરવું પડતું હતું. જોકે હવે સ્થિતિ સંપૂર્ણ બદલાઈ ગઈ છે. તેમના જણાવ્યા મુજબ, હાલમાં IPL ટીમોની આવકનો અંદાજે 70 ટકા હિસ્સો બ્રોડકાસ્ટિંગ રાઇટ્સમાંથી આવે છે, જ્યારે બાકીની આવક સ્પોન્સરશિપ અને ટિકિટ વેચાણમાંથી મળે છે. તેમણે દાવો કર્યો કે હાલ IPLની ટીમો દર વર્ષે અંદાજે 200 કરોડથી 500 કરોડ સુધીનો નફો કમાઈ રહી છે.

(12:39 PM IST)