<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Monday, 10th August 2026

૧૪ ઓગસ્‍ટે થિયેટરોમાં ધમાલ મચી જશેઃ રિલીઝ થશે ૪ ફિલ્‍મો

૧૪ ઓગસ્‍ટ સિનેમા પ્રેમીઓ માટે ખાસ બની રહેશે : દરેક ફિલ્‍મોની કહાની દમદાર .... સની દેઓલથી લઈને સાઉથ સુપરસ્‍ટાર સૂર્યાની ફિલ્‍મો રિલીઝ થવા માટે તૈયાર

મુંબઇ તા.૧૪: ૧૫ ઓગસ્‍ટ સિનેમા લવર્સ માટે ખાસ બની રહેશે. આમ, તમને જણાવી દઈએ કે ૧૪ ઓગસ્‍ટનાં રોજ એક નહીં પરંતુ ચાર ફિલ્‍મો સાથે રિલીઝ થશે. આમ, વાત કરવામાં આવે તો ૧૫ ઓગસ્‍ટની રજાનો લાભ ફિલ્‍મોને મળી શકે છે. આમ, તમે વીકેન્‍ડને ખાસ બનાવવા ઇચ્‍છો છો તો થિયેટર્સમાં મૂવી જોવાની મજા માણી શકો છો. જો કે હવે જોવાનું એ રહ્યું કે આ ૪ મૂવીમાંથી કઈ ફિલ્‍મ વધારે કમાણી કરી શકે છે. તો જાણો આ વિશે વધુમાં.

બંટવારા ૧૯૪૭

આમિર ખાનનાં પ્રોડક્‍શનમાં બનેલી ફિલ્‍મ બંટવારા ૧૯૪૭ ૧૪ ઓગસ્‍ટનાં રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્‍મમાં સની દેઓલ લીડ રોલમાં છે. આ ફિલ્‍મનું ટ્રેલર રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયામાં છવાઈ ગયુ હતુ. સની દેઓલની સાથે પ્રીતિ ઝિન્‍ટા, કરણ દેઓલ, અલી ફઝલ જેવા એક્‍ટર્સ આ ફિલ્‍મમાં જોવા મળશે. આ ફિલ્‍મને વીકેન્‍ડનો લાભ મળી શકે છે.

આવારાપન ૨

ઇમરાન હાશ્‍મી આવારાપન ૨નાં ફેમસ અને દમદાર કેરેક્‍ટર શિવમ પંડિત તરીકે વાપસી કરવા માટે તૈયાર છે. ફિલ્‍મમાં ઇમરાન હાશ્‍મીનું કેરેક્‍ટર બહુ રસપ્રદ હોઈ શકે છે. ખબરો અનુસાર ઇમરાને આ ફિલ્‍મ માટે ૧૦ થી ૧૨ કરોડ રૂપિયાની વચ્‍ચે ફી લીધી છે. મોટા પડદા પર ફેન્‍સ ઇમરાન હાશ્‍મી અને દિશા પટનીને જોવા માટે સુપર એક્‍સાઇટેડ છે. 'આવારાપન ૨' મ્‍યુઝિકલ રોમેન્‍ટિક ડ્રામા ફિલ્‍મ છે. આ જોનરની ફિલ્‍મોને દર્શકોનો ખૂબ સારો રિસ્‍પોન્‍સ મળતો હોય છે.

ધ એન્‍ડ ઓફ ઓક સ્‍ટ્રીટ

૧૪ ઓગસ્‍ટનાં દિવસે એમ અમેરિકન સાયન્‍સ ફિક્‍શન ફિલ્‍મ ધ એન્‍ડ ઓફ ઓક સ્‍ટ્રીટ પણ રિલીઝ થશે. આ ફિલ્‍મમાં એની હાથવે, એવાન, મેસી સ્‍ટેલા જેવા અનેક કલાકારો શામેલ છે.

વિશ્વાનાથ એન્‍ડ સન્‍સ

૧૪ ઓગસ્‍ટનાં રોજ સની દેઓલની સાથે-સાથે તમિલ તેલુગુ ડ્રામા ફિલ્‍મ વિશ્વનાથ એન્‍ડ સન્‍સ રિલીઝ થશે. ફિલ્‍મની કહાની ૪૦ વર્ષનાં ઓલમ્‍પિક લેવલ શૂટરની જિદગીની છે. આ ફિલ્‍મમાં સૂર્યા લીડ રોલમાં છે. જો કે હવે જોવાનું એ રહ્યું કે આ ૪ ફિલ્‍મોમાંથી કઈ મૂવી બોક્‍સ ઓફિસ પર વધારે કમાણી કરી શકે છે. આ સાથે જ કઈ મૂવીને વીકેન્‍ડનો લાભ સૌથી વધારે મળશે.

(9:53 AM IST)