<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Tuesday, 25th August 2026

ગ્લેમરની દુનિયા છોડી પહાડોની શાંતિ અપનાવી: ફિલ્મ 'રાઝ'ની એક્ટ્રેસ માલિની શર્મા હવે ક્યાં છે? નામ બદલીને જીવી રહી છે અનોખી જિંદગી

મોડલિંગ અને ફિલ્મી લાઈમલાઈટથી દૂરી બનાવીને સહ્યાદ્રીની ટેકરીઓમાં શરૂ કરી ઓર્ગેનિક ખેતી: સોશિયલ મીડિયા પર 'ધ સ્લો લોકલ' નામે શેર કરી રહી છે લાઈફસ્ટાઈલ.

મુંબઈ : વર્ષ ૨૦૦૨માં રિલીઝ થયેલી બ્લોકબસ્ટર હરર ફિલ્મ 'રાઝ'માં બિપાશા બાસુ અને ડિનો મોરિયા સાથે 'માલતી'નું યાદગાર પાત્ર ભજવનાર એક્ટ્રેસ માલિની શર્મા લાંબા સમયથી બોલીવુડ અને ગ્લેમરની દુનિયાથી ગાયબ હતી. ચાહકો અવારનવાર તેને શોધી રહ્યા હતા, ત્યારે આખરે તેનો પતો મળી ગયો છે. વર્ષ ૨૦૦૦ના દાયકા બાદ ઈન્ડસ્ટ્રીમાંથી અંતર બનાવી લેનાર માલિની શર્મા હાલમાં ગ્લેમરસ લાઈફસ્ટાઈલ છોડીને કુદરતના ખોળે એકદમ શાંત અને સાદગીપૂર્ણ જીવન જીવી રહી છે.

 

મળેલી માહિતી અનુસાર, માલિની હાલમાં પુણે શહેરથી લગભગ બે કલાકના અંતરે આવેલી સહ્યાદ્રીની સુંદર પહાડીઓમાં પોતાનું ઘર બનાવીને રહી રહી છે. એક્ટિંગ અને મોડલિંગ સંપૂર્ણપણે છોડીને તે ઓર્ગેનિક ખેતી કરી રહી છે, જેમાં તે પોતાના ફાર્મમાં વિવિધ ફળો અને શાકભાજી ઉગાડે છે. આ પાક લણીને તે સ્થાનિક લોકોને વેચે છે તથા ત્યાં આવતા પ્રવાસીઓને પણ હોસ્ટ કરે છે. વધતી ઉંમર સાથે તેના વાળ સફેદ ચોક્કસ થયા છે, પરંતુ તેનો ચહેરો અને સ્કિન આજે પણ કુદરતી રીતે ચમકે છે.

 

માલિની સોશિયલ મીડિયા પર એક્ટિવ તો છે પરંતુ કોઈ સેલિબ્રિટીના નામે નહીં, પરંતુ 'ધ સ્લો લોકલ' (The Slow Local) નામના પેજથી તે પોતાના વીડિયો શેર કરે છે. આ વીડિયોમાં તે હરિયાળી, ખેતી અને પ્રકૃતિ સાથે જોડાયેલી વાતો કરે છે. અંગત જીવનની વાત કરીએ તો, વર્ષ ૨૦૦૧માં અભિનેતા પ્રિયાંશુ ચેટર્જી સાથે છૂટાછેડા લીધા બાદ તે તેના સંપર્કમાં નથી. તેણે બાદમાં બીજા લગ્ન કર્યા છે અને એક યુઝરની કમેન્ટનો જવાબ આપતાં તેણે જણાવ્યું હતું કે તેણે એક પઠાણ સાથે લગ્ન કર્યા છે.

 

મુંબઈની ચકાચૌંધ ભરેલી દુનિયા છોડીને જંગલ અને પહાડી વિસ્તારમાં સ્થાયી થયેલી માલિની શર્માની આ અનોખી અને શાંતિપૂર્ણ નવી ઇનિંગ સોશિયલ મીડિયા પર ચાહકો માટે ભારે આકર્ષણનું કેન્દ્ર બની છે.

 

(7:01 PM IST)