પહેલા દિવસે ૧૨૦ કરોડની કમાણી પછી બીજા જ દિવસે યશની ‘ટોકિસક' થઈ ધડામ
આવકમાં ૭૦ ટકાનો જંગી ઘટાડોઃ આજે તહેવારનો લાભ મળશે? ૫૦૦ કરોડના બજેટમાં બનેલી ફિલ્મ મોટી ડિઝાસ્ટર થવાનો ભય

મુંબઈ, તા.૨૮: સુપરસ્ટાર યશની મોસ્ટ અવેટેડ મેગા-બજેટ ફિલ્મ ટોક્સિક બોક્સ ઓફિસ પર મોટા ફ્લોપ તરફ આગળ વધી રહી છે. બોલીવુડ હંગામા અને ડિજિટલ મીડિયાના રિપોર્ટ્સ અનુસાર, આ ફિલ્મે ઓપનિંગ તો શાનદાર કરી હતી પરંતુ બીજા જ દિવસે તેના કલેક્શનમાં નોંધપાત્ર રીતે ઘટાડો નોંધાયો છે.
ગીતુ મોહનદાસ દ્વારા નિર્દેશિત અને નયનતારા, કિયારા અડવાણી, તારા સુતરિયા તેમજ હુમા કુરેશી સ્ટારર આ ફિલ્મે તા.૨૭/૨૬ના પહેલા દિવસે ભારતમાં રૂ.૧૨૦ કરોડ (ગ્રોસ) નું શાનદાર કલેક્શન કર્યું હતું. પરંતુ તા. બીજા દિવસે ૭૦ ટકાના જંગી ઘટાડા સાથે માત્ર રૂ.૪૫ કરોડનું કલેક્શન થયું છે. આ સાથે ગઈકાલ સુધીમાં બે દિવસની કુલ કમાણી રૂ.૧૬૫ કરોડ પર પહોંચી છે. બીજા દિવસના ૪૫ કરોડમાંથી રૂ.૩૦ કરોડ માત્ર હિન્દી વર્ઝનમાંથી આવ્યા છે, જ્યારે દક્ષિણ ભારતનાં ૪ અલગ અલગ વર્ઝને મળીને માત્ર રૂ.૧૫ કરોડનું જ યોગદાન આપ્યું છે. સાઉથમાં ફિલ્મ ખરાબ રીતે ક્રેશ થઈ ચૂકી છે અને હિન્દી બેલ્ટમાં પણ ટૂંક સમયમાં કડાકો બોલવાની પૂરી સંભાવના છે. આવનારા વીકએન્ડ (શનિ-રવિ) માટેનું એડવાન્સ બુકિંગ પણ ખૂબ જ નબળું છે. જો કે આજે રક્ષાબંધન તહેવારનો લાભ મળવાની આશા છે.
કલેક્શન તૂટવાના કારણો અને ડિજિટલ મીડિયા પર ફિલ્મ ક્રિટિક્સના રિવ્યુ, વિવિધ ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ્સના અહેવાલ અને ફિલ્મ ક્રિટિક્સના રિવ્યુ અનુસાર આ ફિલ્મ ફ્લોપ જવા પાછળના મુખ્ય કારણો નીચે મુજબ છેઃ ૧. નબળી વાર્તા અને ઈમોશનલ કનેક્ટનો અભાવઃ ડિજિટલ મીડિયા પર ક્રિટિક્સે ફિલ્મને સ્ટાઈલ ઓવર સબસ્ટન્સ ગણાવી છે. યશનો લુક, એક્શન સીન્સ અને કેમેરા વર્ક શાનદાર છે, પરંતુ વાર્તા અને સ્ક્રીનપ્લે ખૂબ જ કન્ફયુઝિંગ છે. દર્શકો ફિલ્મ સાથે ભાવનાત્મક રીતે જોડાઈ શકયા નથી. ૨. કેજીએફનો હેંગઓવરઃ દર્શકોને ફિલ્મમાં યશના જૂના પાત્ર કેજીએફનો હેંગઓવર વધારે પડતો જોવા મળ્યો. પૂરતા કેરેક્ટર ડેવલપમેન્ટ વિના માત્ર એક્શન અને હિંસા પર વધુ ભાર મૂકવામાં આવ્યો હોવાથી દર્શકો કંટાળી ગયા. ૩. ખરાબ એડિટિંગ અને નબળા ડાયલોગ્સઃ જાણીતા ન્યૂઝ પોર્ટલ્સના રિવ્યુઝ દર્શાવે છે કે ૩ કલાક કરતાં વધુ લાંબી આ ફિલ્મનું એડિટિંગ અસ્તવ્યસ્ત છે. ઉપરાંત ભયાનક મારધાડ અને અવાજો દેકારાથી પણ લોકો ભારે ત્રાહિમામ થઈ ગયાની ફરિયાદ પણ ઉઠી છે. ૪. નવી દુનિયા નકારાઈઃ ઓડિયન્સનો ચુકાદો હંમેશા અંતિમ હોય છે. યશે આ ફિલ્મ દ્વારા જે એક નવી અને અલગ દુનિયા ભી કરવાનો પ્રયાસ કર્યો હતો, તેના પ્રેમમાં પડવામાં દર્શકો નિષ્ફળ રહ્યા છે અને તેમને આ કન્સેપ્ટ પસંદ આવ્યો નથી.
ટોક્સિક ફિલ્મનું બજેટ રૂ.૫૦૦ કરોડ જેટલું વિશાળ છે. નિર્માતાઓએ એવી આશા રાખી હતી કે બોક્સ ઓફિસ પર જંગી સફળતા મળ્યા બાદ તેઓ ફિલ્મના ડિજિટલ રાઈટ્સ (ઓટીટી રાઇટ્સ) વધુ ચી કિંમતે વેચશે, આથી તેમણે હજુ સુધી તેના ડિજિટલ રાઈટ્સ વેચ્યા ન હતા. પરંતુ હવે બોક્સ ઓફિસ પર આટલી ખરાબ હાલત જોયા પછી તેમણે આ રાઈટ્સ આヘર્યજનક રીતે ખૂબ જ ઓછા ભાવે વેચવા પડશે, જે તેમના નુકસાનમાં મોટો વધારો કરશે. ટૂંકમાં, ભવ્ય બજેટ અને મલ્ટી-સ્ટાર કાસ્ટ હોવા છતાં, ટોક્સિક બોક્સ ઓફિસ પર એક મોટી ડિઝાસ્ટર સાબિત થવા તરફ આગળ વધી રહી છે. ટોક્સિક ફિલ્મને પરંપરાગત શુક્રવારને બદલે બુધવાર, ૨૬ ઓગસ્ટના રોજ વૈશ્વિક સ્તરે સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવી હતી.
