<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Saturday, 29th August 2026

હેમાંગ પલાણની ‘હમારી ભાભી નંબર ૧'માં મહત્‍વપૂર્ણ ભૂમિકા

રાજકોટ તા. ૨૯ : મુંબઈ સ્‍થિત ગુજરાતી અભિનેતા અને વેરાવળ સોમનાથના વતની હેમાંગ પલાણ નવી હિન્‍દી ટેલિવિઝન સિરિયલ ‘હમારી ભાભી નંબર ૧'માં મહત્‍વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ હિન્‍દી ટેલિવિઝન સિરિયલની વાર્તા ગુજરાતના સાંસ્‍કળતિક શહેર દ્વારકામાં રહેતા એક પરિવારની છે. આ ટેલિવિઝન સીરિયલનું નિર્માણ જય મહેતા દ્વારા કરવામાં આવ્‍યું છે જે પ્રખ્‍યાત બોલિવૂડ નિર્માતા સ્‍વર્ગીય પ્રાણલાલભાઈ મહેતાના પુત્ર છે. આ તકે હેમાંગ પલાણ ખુશી વ્‍યકત કરતા કહે છે મને મળેલી આ તકથી હું ખુબ ખુશ છુ કેમકે મુંબઈમાં રહેતા દરેક અભિનેતા હંમેશા પ્રખ્‍યાત ગુજરાતી નિર્માતા જયભાઈ મહેતા દ્વારા નિર્મિત હિન્‍દી ટેલિવિઝન સિરિયલમાં કામ કરવાનું સપનું જુએ છે. જયભાઈ મહેતા દ્વારા નિર્મિત હિન્‍દી ટેલિવિઝન સિરિયલો ઉત્તમ સ્‍ક્રિપ્‍ટિંગ માટે જાણીતી છે કારણ કે ‘જય મહેતા પ્રોડક્‍શન્‍સ' ભારતીય સંસ્‍કળતિ અને પારિવારિક મૂલ્‍યો દર્શાવતી વાર્તાઓ પર ધ્‍યાન કેન્‍દ્રિત કરે છે.

(2:26 PM IST)