<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Monday, 31st August 2026

‘દ્રશ્‍યમઃ ધ કન્‍ક્‍લુઝન'....અજય દેવગણને રૂ.૧૮ કરોડની ફી, તબ્‍બુને રૂ.૨.૫-૩.૫ કરોડ અને શ્રિયા સરનને રૂ.૧.૫ કરોડ મળ્‍યા

અભિષેક પાઠક દ્વારા નિર્દેશિત આ લોકપ્રિય ફ્રેન્‍ચાઇઝી તેના ત્રીજા અને અંતિમ ભાગ સાથે સિલ્‍વર સ્‍ક્રીન પર ધૂમ મચાવવા માટે સંપૂર્ણપણે તૈયાર

મુંબઈ,તા.૩૧: બોલિવૂડ અભિનેતા અજય દેવગનની મચ-અવેટેડ ફિલ્‍મ 'દ્રશ્‍યમઃ ધ કન્‍ક્‍લુઝન'ને લઈને દર્શકોમાં ભારે ઉત્‍સાહ જોવા મળી રહ્યો છે. અભિષેક પાઠક દ્વારા નિર્દેશિત આ લોકપ્રિય ફ્રેન્‍ચાઇઝી તેના ત્રીજા અને અંતિમ ભાગ સાથે સિલ્‍વર સ્‍ક્રીન પર ધૂમ મચાવવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.

૧. અજય દેવગનઃ અજય દેવગન આ ફિલ્‍મમાં ફરી એકવાર 'વિજય સાલગાંવકર'ની પોતાની આઇકોનિક ભૂમિકા ભજવી રહ્યા છે. મીડિયા અહેવાલો અને ફિલ્‍મ જગતની ચર્ચાઓ અનુસાર, આ સસ્‍પેન્‍સ-થ્રિલર ફિલ્‍મ માટે તેમણે અંદાજે ૧૮ થી ૨૨ કરોડ રુપિયાની તગડી ફી લીધી છે. આ બધાની વચ્‍ચે, દરેકના મનમાં એ સવાલ ઉઠી રહ્યો છે કે, આ પ્રોજેક્‍ટ માટે ફિલ્‍મની બાકીની સ્‍ટાર કાસ્‍ટને કેટલી ફી આપવામાં આવી હશે. જાહેર થયેલા એક રિપોર્ટમાં દરેક કલાકારની ફી અંગેનો ખુલાસો થયો છે.

૨. શ્રિયા સરનઃ આ ફિલ્‍મમાં અજય દેવગનની પત્‍ની નંદિની સાલગાંવકરની ભૂમિકા ભજવનાર અભિનેત્રી શ્રિયા સરન ફરી એકવાર આ પાત્રમાં જોવા મળશે. તેણે આ ફ્રેન્‍ચાઇઝીની અગાઉની બંને ફિલ્‍મોમાં શાનદાર અભિનય કર્યો હતો. આ ત્રીજા ભાગ માટે શ્રિયાને અંદાજે ૧ કરોડથી ૧.૫ કરોડ રુપિયાની વચ્‍ચે ફી આપવામાં આવી છે.

૩. તબ્‍બુઃ કડક પોલીસ અધિકારી મીરા દેશમુખની ભૂમિકા માટે પ્રશંસા મેળવનાર તબ્‍બુ આ થ્રિલર ફિલ્‍મ દ્વારા શાનદાર વાપસી કરી રહી છે. આ ભૂમિકા માટે તેને મેકર્સ પાસેથી ૨.૫ કરોડથી ૩.૫ કરોડ રુપિયાની ફી મળી છે, જેમાં તે પોતાની દમદાર એક્‍ટિંગથી વાર્તામાં જીવ પૂરે છે.

૪. ઇશિતા દત્તાઃ ઈશિતા દત્તા વિજય સાલગાંવકરની મોટી પુત્રી 'અંજુ સાલગાંવકર'ની ભૂમિકામાં જોવા મળશે. પ્રથમ ફિલ્‍મથી જ વાર્તામાં મહત્‍વની ભૂમિકા ભજવનાર ઈશિતાએ આ પાત્ર માટે ઘણી મહેનત કરી છે. અહેવાલો અનુસાર, આ ફિલ્‍મ માટે તેને અંદાજે ૫૦ લાખથી ૮૦ લાખ રુપિયાની ફી મળી હતી.

૫. રજત કપૂરઃ મીરા દેશમુખના પતિ મહેશ દેશમુખની ગંભીર ભૂમિકા ભજવનાર અભિનેતા રજત કપૂર પણ 'દ્રશ્‍યમ ૩'નો એક મહત્‍વપૂર્ણ હિસ્‍સો છે. પડદા પર પોતાની શાંત અને પ્રભાવશાળી ઉપસ્‍થિતિ માટે જાણીતા કપૂરે આ પ્રોજેક્‍ટ માટે ૪૦ લાખથી ૭૦ લાખ રુપિયાની વચ્‍ચે ફી મેળવી હોવાનું જાણવા મળ્‍યું છે.

૬. પ્રકાશ રાજ અને જયદીપ અહલાવતઃ આ વખતે ફિલ્‍મની સ્‍ટાર કાસ્‍ટમાં કેટલાક નવા અને અનુભવી કલાકારોનો સમાવેશ થાય છે. પ્રકાશ રાજ 'ઇન્‍દ્રજીત શેટ્ટી'ના પાત્રમાં જોવા મળશે, જ્‍યારે જયદીપ અહલાવત 'રાજવીર સિહ તોમર'ની ભૂમિકામાં પોતાની અભિનય ક્ષમતાનું પ્રદર્શન કરશે. જોકે, આ બંને કુશળ કલાકારોને ફિલ્‍મ માટે ચૂકવવામાં આવેલા મહેનતાણા અંગેની ચોક્કસ વિગતો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી

(10:44 AM IST)