<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Monday, 31st August 2026

‘મિર્ઝાપુર ધ મૂવી'ને સેન્‍સર બોર્ડેની મંજુરીઃ મળ્‍યું એ સર્ટિફિકેટ

હિન્‍દી સિનેમાના સૌથી ચર્ચિત ફ્રેન્‍ચાઈઝ મિર્ઝાપુર મોટા પડદા પર રિલીઝ થવા માટે તૈયાર : મૂવી સિલ્‍વર સ્‍ક્રીન પર ૪ સપ્‍ટેમ્‍બર ૨૦૨૬નાં રોજ રિલીઝ થશે

મુંબઈ,તા.૩૧: પંકજ ત્રિપાઠી, અલી ફઝલ અને દિવ્‍યેંદુ શર્માની મિર્ઝાપુર ધ મૂવી હવે મોટા પડદા પર ધૂમ મચાવવા માટે તૈયાર છે. ગુરમીત સિહનાં નિર્દેશનમાં બનેલી આ મૂવી આગામી દિવસોમાં રિલીઝ થશે. આ વચ્‍ચે ફિલ્‍મને સેન્‍ટ્રલ બોર્ડ ઓફ ફિલ્‍મ સર્ટિફિકેશનથી લીલી ઝંડી મળી ગઈ છે. એક્‍શન થ્રિલર ફિલ્‍મ મિર્ઝાપુરઃ ધ મૂવીને એ સર્ટિફિકેટ મળી ગયું છે અને ફિલ્‍મનાં રન ટાઈમનો પણ ખુલાસો થઈ ગયો છે.

આમ, તમે મિર્ઝાપુરઃ ધ મૂવીને નાની સમજી રહ્યાં છો તો આ તમારી સૌથી મોટી ભૂલ છે. આ ફિલ્‍મ ખૂબ લાંબી છે. ફિલ્‍મનો રનટાઈમ ૧૯૭ મિનિટ ૧૯ સેકેન્‍ડ એટલે કે લગભગ ૩ કલાક ૧૭ મિનિટનો છે. સેન્‍ટ્રલ બોર્ડ ઓફ ફિલ્‍મ સર્ટિફિકેશનની વેબસાઈટ અનુસાર ફિલ્‍મ ૨૯ ઓગસ્‍ટનાં રોજ સેન્‍સર બોર્ડથી પાસ થઈ ગઈ છે. સેન્‍સર સર્ટિફિકેટની સાથે ફિલ્‍મની કહાનીનો પણ ખુલાસો થઈ ગયો છે.

ફિલ્‍મમાં એક મોટો બદલાવ તમને જોવા મળી શકે છે. હવે બબલૂ પંડિતની ભૂમિકામાં વિક્રાંત મેસીની જગ્‍યાએ જિતેન્‍દ્ર કુમાર જોવા મળશે. ટીઝર અને ટ્રેલરમાં તેમની ઝલક જોવા મળી ચુકી છે, જેનાં કારણે ફેન્‍સનું એક્‍સાઇટમેન્‍ટ અનેક ઘણું વધી ગયું છે. મિર્ઝાપુર ધ મૂવીમાં ઘાંસૂ એક્‍શન કરતા જોવા મળ્‍યાં. ઉલ્‍લેખનીય છે કે, મિર્ઝાપુર સિરીઝનાં સિઝન ૧માં આ રોલને વિક્રાંત મૈસીએ નિભાવ્‍યો હતો, જેનું મોત થઈ જાય છે.

ફિલ્‍મનાં સૌથી મોટા યુએસપી આના સ્‍ટારકાસ્‍ટ છે. અલી ફઝલ, પંકજ ત્રિપાઠી અને દિવ્‍યેંદુ શર્મા સિવાય અભિષેક બેનર્જી(કમ્‍પાઉન્‍ડર), હર્ષિતા ગૌર(ડિષી પંડિત), શ્રિયા પિલગાંવકર(સ્‍વીટી ગુપ્તા), શ્વેતા ત્રિપાઠી(ગોલુ ગુપ્તા) અને રસિકા દુગલ(બીના ત્રિપાઠી) એ તેમનાં આઇકોનિક ભૂમિકામાં પાછા ફરી રહ્યાં છે. આ સાથે જ ફિલ્‍મમાં મોહિત મલિક, સોનલ ચૌહાણ અને રવિ કિશન પણ મહત્‍વની ભૂમિકામાં જોવા મળશે.

આમ, તમને જણાવી દઈએ કે આ ફ્રેન્‍ચાઈઝની શરૂઆત વર્ષ ૨૦૧૮ માં એમેઝોન પ્રાઈમ વીડિયો પર સિરીઝ રિલીઝ થશે. ૧૬ નવેમ્‍બર ૨૦૧૮ નાં રિલીઝ થયેલી પહેલી સિઝન સુપરહિટ સાબિત થઈ હતી. ત્‍યારબાદ વર્ષ ૨૦૨૦ માં મિર્ઝાપુર ૨ અને પછી વર્ષ ૨૦૨૪ માં ત્રીજી સિઝન રિલીઝ થઈ હતી. આ સિરીઝ મૂવી સિલ્‍વર સ્‍ક્રીન પર ૪ સપ્‍ટેમ્‍બર ૨૦૨૬ નાં રોજ રિલીઝ થશે.

(10:45 AM IST)