<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Friday, 4th September 2026

બર્થડે સ્પેશિયલ: દાઉદ ઈબ્રાહિમ સાથેની મુલાકાતથી વિવાદોમાં ઘેરાયેલા રિશી કપૂર કોને માનતા હતા પોતાના 'ગુરુ'? દીકરીના કહેવાથી કાયમ માટે છોડી દીધું હતું સ્મોકિંગ!

'રફ્ફુ ચક્કર'ના લેડીઝ ગેટઅપથી લઈને સ્વેટરમેન ઓફ બોલીવુડ બનવા સુધીની અજાણી વાતો; દીકરી રિદ્ધિમા, રણબીર કપૂર અને નીતુ સિંહ સાથેના સંબંધોના રોચક કિસ્સા.

મુંબઈ, તા.૦૪: બોલીવુડ સિનેમામાં કપૂર ખાનદાનનું પ્રદાન અનન્ય રહ્યું છે, અને તેમાંથી એક એટલે હિન્દી સિનેમાને ૫૦ વર્ષ સુધી યાદગાર ફિલ્મો આપનાર લેજન્ડરી એક્ટર રિશી કપૂર. ૧૦૦થી વધુ ફિલ્મોમાં યાદગાર અભિનય કરનાર રિશી કપૂર (ચિન્ટુ) ની જન્મજયંતિ નિમિત્તે તેમના જીવન સાથે જોડાયેલા કેટલાક રસપ્રદ અને અજાણ્યા કિસ્સાઓ સોશિયલ મીડિયા અને ચાહકોમાં ફરી ચર્ચાનો વિષય બન્યા છે. 

લેડીઝ ગેટઅપમાં જેન્ટ્સ વોશરૂમમાં એન્ટ્રી અને 'સ્વેટરમેન'નું બિરુદ સુપરહિટ કોમેડી ફિલ્મ 'રફ્ફુ ચક્કર'ના શૂટિંગ દરમિયાન રિશી કપૂરે યુવતીનો રોલ પ્લે કર્યો હતો. શૂટિંગ વખતે લેડીઝ ગેટઅપમાં સજ્જ રિશી કપૂરને વોશરૂમ જવાની જરૂર પડતાં તેઓ મજબૂરીમાં જેન્ટ્સ વોશરૂમમાં ગયા હતા. જ્યારે તેઓ બહાર આવ્યા ત્યારે બહાર ઉભેલા લોકો અંદરથી છોકરી નીકળેલી જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ ઉપરાંત, રિશી કપૂરને અલગ-અલગ કલર અને પેટર્નના સ્વેટર પહેરવાનો ભારે શોખ હતો. તેમની કોઈ પણ ફિલ્મમાં સ્વેટર કે તેની સ્ટાઈલ રિપીટ થતી નહોતી, જેના કારણે ચાહકો તેમને 'સ્વેટરમેન ઓફ બોલીવુડ' તરીકે પણ ઓળખતા હતા. 

દીકરીના કહેવાથી સ્મોકિંગ છોડ્યું અને ફેમિલી મેન તરીકેનો પ્રેમ રિશી કપૂર પોતાની દીકરી રિદ્ધિમાના ખૂબ જ નજીક હતા. એકવાર દીકરીએ મોઢામાંથી સિગારેટની વાસ આવવાની વાત કરી ત્યારે રિશી કપૂરે તે જ ક્ષણે કાયમ માટે સ્મોકિંગને અલવિદા કહી દીધું હતું. તેઓ એક ઉત્તમ પિતા પણ હતા. બાળકોના જન્મ પછી તેઓ રવિવારે ક્યારેય શૂટિંગ શેડ્યુલ રાખતા નહીં અને દર વર્ષે બાળકોને એક મહિના માટે વિદેશ ટૂર પર લઈ જતા હતા. 

રાજ કપૂરને ગુરુ માન્યા, પરંતુ દાઉદ સાથેની મુલાકાતે જગાવ્યો હતો વિવાદ રિશી કપૂર પોતાના પિતા રાજ કપૂરને માત્ર પિતા નહીં પણ પોતાના સાચા 'ગુરુ' માનતા હતા. જોકે, તેમની સફળતાની સફર સાથે કેટલાક વિવાદો પણ જોડાયેલા રહ્યા. તેમણે પોતાના પુસ્તકમાં પણ સ્વીકાર્યું હતું કે વર્ષ ૧૯૯૩ ના બોમ્બ બ્લાસ્ટ અગાઉ દુબઈમાં તેમની મુલાકાત અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઈબ્રાહિમ સાથે થઈ હતી, જેના કારણે તેઓ ભારે શંકાના દાયરામાં આવી ગયા હતા. આમ છતાં, કામ પ્રત્યેનો તેમનો ઝનૂન અને બહેતરીન એક્ટિંગ તેમને હિન્દી સિનેમાના સદાબહાર અભિનેતા બનાવે છે.

(4:15 PM IST)