<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Tuesday, 15th September 2026

૧૫ આલ્બમ્સ આપી ચૂકેલી શ્રીલંકાની વિખ્યાત ગાયિકા ચંપા કાલ્હારી લખનૌ યુનિવર્સિટીમાંથી કરશે PhD: સંગીત બાદ હવે પત્રકારત્વના ક્ષેત્રમાં જમાવશે ધાક!

૬ વર્ષની બાળવયે લતા મંગેશકર સાથે ગાઈને ચર્ચામાં આવેલી સુપ્રસિદ્ધ કલાકારે યુપી તરફ લગાવી દોટ; 'નવાબના શહેર' લખનૌ સાથેનો જૂનો નાતો બન્યો પ્રેરણા

લખનૌ : શ્રીલંકાના સંગીત અને અભિનય ક્ષેત્રનું એક અતિ લોકપ્રિય નામ અને ૧૫થી વધુ મ્યુઝિક આલ્બમ્સ આપી ચૂકેલા વિખ્યાત ગાયિકા ચંપા કાલ્હારી જયશેકરા હવે ભારતમાં પોતાના શિક્ષણનો નવો અધ્યાય શરૂ કરવા જઈ રહ્યા છે. હિન્દી અને સિંહાલી સંગીતમાં પોતાની ગાયકીનો જાદુ ચલાવનાર આ પ્રખ્યાત કલાકાર ઉત્તર પ્રદેશની ઐતિહાસિક લખનૌ યુનિવર્સિટીમાંથી પત્રકારત્વ અને માસ કોમ્યુનિકેશન (Journalism & Mass Communication) વિષયમાં પીએચડી (PhD) નો અભ્યાસ કરશે, જેના માટે તેમણે સત્તાવાર અરજી પણ કરી દીધી છે.

 

માત્ર ૬ વર્ષની કુમળી વયે સંગીત ક્ષેત્રે પદાર્પણ કરનાર ચંપા કાલ્હારીએ ભારતના સ્વરકોકિલા સ્વ. લતા મંગેશકર સાથે સંકળાયેલું "શ્રીલંકા મા પ્રિયદાર જયા ભૂમિ" ગીત ગાઈને સંગીતજગતમાં ભારે સળવળાટ મચાવ્યો હતો. ૧૯૭૪માં કોલંબો ખાતે જન્મેલા ચંપા કાલ્હારીએ ગાયકીની સાથે સાથે અભિનય, રેડિયો અને ટેલિવિઝન ક્ષેત્રે પણ વિપુલ ખ્યાતિ મેળવી છે. તેમણે સિંહાલી અને હિન્દી ભાષાના સંગીતમાં પોતાનું વિશેષ પ્રદાન આપીને દક્ષિણ એશિયામાં મોટું નામ કમાયું છે.

 

ચંપા કાલ્હારી માટે લખનૌ શહેર નવું નથી. તેમને 'નવાબોના શહેર' લખનૌ સાથે વર્ષો જૂનો આત્મિય નાતો રહ્યો છે. આ પૂર્વે તેમણે લખનૌની વિશ્વપ્રસિદ્ધ 'ભાતખંડે યુનિવર્સિટી ઓફ કલ્ચર'માંથી સંગીતની ઉચ્ચ ડિગ્રી પણ મેળવી હતી. હવે ફરી એકવાર પોતાના જૂના સ્મરણોને વાગોળતા અને શિક્ષણ પ્રત્યેનો પ્રેમ દર્શાવતા તેમણે લખનૌ યુનિવર્સિટીમાંથી સંશોધન કરવાનો મક્કમ નિર્ધાર કર્યો છે, જેને લઈને ભારતીય અને શ્રીલંકન કલાજગતમાં આનંદની લહેર ફરી વળી છે.

 

(7:44 PM IST)