<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Friday, 18th September 2026

અલ્લુ અર્જુન અને એટલીની બહુચર્ચિત ફિલ્મ ‘રાકા’નું નવું રહસ્યમય ટીઝર રિલીઝ: ‘ગ્લોબલ ટ્રાયમ્ફ’ના મેસેજે ચાહકોમાં જગાવી ભારે ઉત્સુકતા!

૩૭ પોસ્ટ્સ બાદ સન પિક્ચર્સે શેર કર્યો વધુ એક શક્તિશાળી વીડિયો: "જે અશક્ય લાગતું હતું તેનાથી આગળ વધવાની હિંમત કરી" નો મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ

મુંબઈ : દક્ષિણ ભારતીય સિનેમાના આઈકન સ્ટાર અલ્લુ અર્જુન અને બ્લોકબસ્ટર ડિરેક્ટર એટલીના બહુપ્રતિક્ષિત સાહસ ‘રાકા’ (Raakaa) ને લઈને સિનેપ્રેમીઓનો ઉત્સાહ ચરમસીમાએ પહોંચ્યો છે. ગઈકાલે મેકર્સ દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરાયેલી ૩૭ રહસ્યમય પોસ્ટ્સ બાદ, હવે પ્રોડક્શન હાઉસ ‘સન પિક્ચર્સ’ (Sun Pictures) દ્વારા વધુ એક રહસ્યમય અને ગૂઢ ટીઝર વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ નવા ટીઝરે ચાહકોને ફરી એકવાર સસ્પેન્સ અને નવી થીયરીઓ ડીકોડ કરવા માટે મજબૂર કરી દીધા છે.

 

રિલીઝ કરવામાં આવેલા આ શક્તિશાળી વીડિયોમાં એક વિશિષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે: "જે અશક્ય લાગતું હતું તેનાથી આગળ, અમે કલ્પના કરવાની હિંમત કરી... અને તેને શક્ય બનાવી બતાવ્યું! રાકા - એક વૈશ્વિક વિજય (Global Triumph)." આ તીવ્ર મેસેજે ફિલ્મ પ્રેમીઓ અને અલ્લુ અર્જુનના ચાહકો વચ્ચે સોશિયલ મીડિયા પર ચર્ચાનો એક નવો ઝંઝાવાત ઊભો કરી દીધો છે.

 

ચાહકો બન્યા ડિટેક્ટિવ: રહસ્ય વધુ ઘેરું બન્યું

 

રસપ્રદ વાત એ છે કે, નિર્માતાઓ દરેક નવી પોસ્ટ અને ટીઝર સાથે રાકાની દુનિયા અને તેની સિક્વલ વિશે જિજ્ઞાસા સતત વધારી રહ્યા છે, પરંતુ વાસ્તવિક વાર્તા અને મુખ્ય પાત્રો પરથી હજુ સુધી સંપૂર્ણ પડદો ઊંચકાયો નથી. ખાસ કરીને "ગ્લોબલ ટ્રાયમ્ફ" શબ્દ અને અગાઉના "૩૭" નંબર વચ્ચે શું કનેક્શન છે તે શોધવા માટે ચાહકો સોશિયલ મીડિયા પર ફ્રેમ-બાય-ફ્રેમ વિશ્લેષણ કરી રહ્યા છે. હવે તમામ સિનેપ્રેમીઓની નજર સન પિક્ચર્સની આગામી સત્તાવાર જાહેરાત પર મંડાયેલી છે.

(8:48 PM IST)