<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Tuesday, 22nd September 2026

સેન્સર બોર્ડની મોટી રાહત: સિદ્ધાર્થ મલ્હોત્રા અને તમન્ના ભાટિયાની ફિલ્મ 'ધ વાન'ને એક પણ કટ વગર મળ્યું U/A 16+ સર્ટિફિકેટ!

૨૫ સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં ધમાકો કરવા તૈયાર 'પંચાયત' ફેમ ડિરેક્ટર દીપક કુમાર મિશ્રાની ફિલ્મ; બોક્સ ઓફિસ પર 'એવેન્જર્સ: એન્ડગેમ' સાથે થશે ટક્કર

મુંબઈ : બોલિવૂડના હેન્ડસમ હંક સિદ્ધાર્થ મલ્હોત્રા અને મિલકી બ્યુટી તમન્ના ભાટિયાની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'ધ વાન' (The Vvaan) રિલીઝ માટે સંપૂર્ણ રીતે સજ્જ છે. તાજેતરના સમયમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) દ્વારા અનેક ફિલ્મો પર કાતર ચલાવવામાં આવી રહી છે, ત્યારે 'ધ વાન' માટે સેન્સર બોર્ડ તરફથી ખૂબ જ રાહતના સમાચાર સામે આવ્યા છે. સેન્સર બોર્ડે આ ફિલ્મને એક પણ સીન કે સંવાદના કાપ-છૂંટ (કટ) વગર સીધું U/A 16+ સર્ટિફિકેટ આપી દીધું છે.

 

'બોલિવૂડ હંગામા'ના અહેવાલ મુજબ, મંગળવારે CBFC દ્વારા ફિલ્મના સ્ક્રીનિંગ બાદ તેને ક્લીન ચિટ આપવામાં આવી હતી. ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સૂત્રોના જણાવ્યા અનુસાર, નિર્માતાઓએ હિંસા અને રોમાંસના દ્રશ્યોને ખૂબ જ મર્યાદિત અને મર્યાદામાં રાખીને વાર્તા રજૂ કરી છે. ફિલ્મનો કુલ રનટાઈમ ૧૩૬.૨૫ મિનિટ (૨ કલાક, ૧૬ મિનિટ અને ૨૫ સેકન્ડ) નો છે, જેમાં ફર્સ્ટ હાફ ૧ કલાક ૪ મિનિટ અને સેકન્ડ હાફ ૧ કલાક ૧૨ મિનિટનો રહેશ. ફિલ્મના 'છઠ્ઠી મૈયા' અને 'ઠુમ્મક ઠુમ્મક' ગીતો અત્યારથી જ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે.

 

'પંચાયત'ના ડિરેક્ટર અને દમદાર સ્ટાર કાસ્ટ

 

આ ફિલ્મનું નિર્દેશન લોકપ્રિય OTT સિરીઝ 'પંચાયત'થી દેશભરમાં જાણીતા બનેલા દિગ્દર્શક દીપક કુમાર મિશ્રાએ કર્યું છે. સિદ્ધાર્થ અને તમન્ના ઉપરાંત ફિલ્મમાં અનુપ સોની, સુનીલ ગ્રોવર, શ્વેતા તિવારી અને મનીષ પોલ જેવા દિગ્ગજ કલાકારો મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

 

ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મ અગાઉ ૨૮ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ રિલીઝ થવાની હતી અને દક્ષિણના સુપરસ્ટાર યશ તથા કિયારા અડવાણીની ફિલ્મ 'ટોક્સિક' (Toxic) સાથે અથડાવાની હતી. જોકે, બોક્સ ઓફિસ ટકરાવ ટાળવા માટે રિલીઝ ડેટ લંબાવીને ૨૫ સપ્ટેમ્બર ૨૦૨૬ કરવામાં આવી હતી. હવે આ શુક્રવારે બોલિવૂડની કોઈ મોટી ફિલ્મ સામે નથી, પરંતુ 'ધ વાન' ને ગ્લોબલ હિટ ફિલ્મ 'એવેન્જર્સ: એન્ડગેમ' (Avengers: Endgame) ની રી-રિલીઝ સાથે થિયેટરોમાં સ્પર્ધા કરવી પડશે.

 

(8:59 PM IST)