<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Wednesday, 23rd September 2026

બોલિવૂડમાં શરણાઈઓના સૂર વાગશે: જાણીતા ફિલ્મમેકર ઈમ્તિયાઝ અલીની દીકરી ઈડા અલીએ ક્રિશ અગ્રવાલ સાથે કરી સગાઈ!

રોમેન્ટિક ફિલ્મોના સર્જક ઈમ્તિયાઝ અલીની પુત્રી ઈડાએ પોતાના લોંગ-ટાઇમ બોયફ્રેન્ડ સાથે સગાઈ કરી; સોશિયલ મીડિયા પર સગાઈની સુંદર તસવીરો વાયરલ થતાં બોલિવૂડ સેલેબ્સ આપી રહ્યા છે શુભકામનાઓ.

મુંબઈ, તા.૨૩: 'જબ વી મેટ' અને 'રોકસ્ટાર' જેવી સુપરહિટ અને રોમેન્ટિક ફિલ્મો આપનારા બોલિવૂડના જાણીતા ડાયરેક્ટર ઈમ્તિયાઝ અલીના ઘરે ટૂંક સમયમાં શરણાઈઓના સૂર ગૂંજવા જઈ રહ્યા છે. ઈમ્તિયાઝ અલીની પુત્રી ઈડા અલીએ (Ida Ali) પોતાના લોંગ-ટાઇમ પાર્ટનર ક્રિશ અગ્રવાલ સાથે સગાઈ કરી લીધી છે. આ ખુશખબર સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર બંનેના સગાઈ સમારોહની તસવીરો અને વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.


 

સોશિયલ મીડિયા પર શેર કરી ખાસ પળો

ઈડા અલી અને ક્રિશ અગ્રવાલે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર સગાઈની સુંદર અને ભાવુક ક્ષણો શેર કરી છે. બંને છેલ્લા ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. આ ખાસ પ્રસંગે પરિવારના સભ્યો અને નજીકના મિત્રોની હાજરીમાં બંનેએ રિંગ્સ એક્સચેન્જ કરી હતી. ઈડા અલી પોતે પણ ફિલ્મ નિર્માણ ક્ષેત્રે સક્રિય છે અને શોર્ટ ફિલ્મોનું ડિરેક્શન કરે છે.


 

બોલિવૂડ સેલેબ્સ અને ફેન્સ આપ્યા અભિનંદન

આ સમાચાર સામે આવતા જ બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાંથી ઈમ્તિયાઝ અલી, ઈડા અને ક્રિશ પર શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે. અનેક જાણીતા કલાકારો, સ્ટાર કિડ્સ અને ઈમ્તિયાઝ અલીના ચાહકોએ સોશિયલ મીડિયા પર કોમેન્ટ કરીને આ નવા યુગલને તેમના ભવિષ્ય માટે આશીર્વાદ અને શુભકામનાઓ પાઠવી છે.

(4:51 PM IST)