<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Friday, 25th September 2026

આજે થિયેટર્સ અને OTT પર ધમાલ મચાવશે ૮ ફિલ્‍મો અને સિરીઝ

નેટફિલક્‍સ, પ્રાઇમ વિડિયો, જિયો હોટસ્‍ટારથી લઈને સિનેમાહોલ સુધી મનોરંજનનો મેળો

મુંબઇ તા.૨૫: આજે થિયેટરો અને ઓટીટી પ્‍લેટફોર્મ પર કુલ ૮ ફિલ્‍મો-સિરીઝ રિલીઝ થઈ રહી છે. જેમાં કોમેડીથી લઈને થ્રિલર અને ડ્રામા સુધીનો મનોરંજનનો ઓપ્‍શન મળશે.

સપ્‍ટેમ્‍બરનો છેલ્‍લો શુક્રવાર મનોરંજન પ્રેમીઓ માટે ખાસ બનવા જઈ રહ્યો છે. ૨૫ સપ્‍ટેમ્‍બરે થિયેટરો અને વિવિધ ઓટીટી પ્‍લેટફોર્મ પર કુલ ૮ ફિલ્‍મો અને વેબ સિરીઝ રિલીઝ થવાની છે. નેટફિલક્‍સ, પ્રાઇમ વિડિયો, જિયો હોટસ્‍ટારથી લઈને સિનેમાહોલ સુધી મનોરંજનનો મેળો લાગવા જઈ રહ્યો છે.

સૌથી પહેલાં વાત કરીએ આલિયા ભટ્ટની પ્રોડક્‍શન ‘ડોન્‍ટ બી શાય'ની. આ યંગ એડલ્‍ટ કોમેડી ફિલ્‍મ પ્રાઇમ વિડિયો પર આવી રહી છે. સ્‍ટોરી શાય નામની છોકરીની આસપાસ ફરે છે જે પોતાનું જીવન સંપૂર્ણ પ્‍લાનિગથી જીવે છે પણ અચાનક બે છોકરાઓ વચ્‍ચે ફસાઈ જાય છે.

ઝી૫ પર ‘બકૈતી સીઝન ૨' આવી રહી છે. કટારિયા પરિવારની મુશ્‍કેલીઓ આ વખતે વધુ વધી જશે. અજય, અલ્‍કા અને અમન ફરીથી પૂર્વજોના ઘર કટારિયા કુટીરમાં પાછા ફરે છે અને હવે બે સંબંધીઓને એક જ છત નીચે રહેવાનું છે. જોઈન્‍ટ ફેમિલીમાં શું નવો હંગામો થશે, તે જોવા જેવું રહેશે.

થિયેટરોમાં મોટી રિલીઝ તરીકે ‘ધ વ્‍વાન  ફોર્સ ઓફ ધ ફોરેસ્‍ટ' આવી રહી છે. સિદ્ધાર્થ મલ્‍હોત્રા અને તમન્ના ભાટિયા અભિનિત આ સુપરનેચરલ થ્રિલર ફિલ્‍મ બિહારની નજીકના એક ગામના રહસ્‍યમય જંગલોની બેકગ્રાઉન્‍ડ પર આધારિત છે.

જિયો હોટસ્‍ટાર પર બે ફિલ્‍મો આવી રહી છે. ‘હુંકાર  ધ રોર' એક ક્રાઇમ થ્રિલર છે, જેમાં ૧૭ વર્ષની મીનૂ રાવત એક શક્‍તિશાળી નેતા પર દુષ્‍કર્મનો આરોપ મૂકે છે. તપાસની જવાબદારી એસીપી જસલીન સિહ સોનીને સોંપવામાં આવે છે. અનીત પડ્ડા, ફાતિમા સના શેખ અને રઘુબીર યાદવ મુખ્‍ય રોલમાં છે.

બીજી ફિલ્‍મ ‘મેંગો પચ્‍ચા' એક્‍શન ડ્રામા છે. પ્રશાંત ઉર્ફે પચ્‍ચા મૈસૂરમાં પિતાની દુકાન ચલાવે છે પણ અચાનક તેને પિતાના સ્‍મગ્‍લિંગ બિઝનેસ વિશે સત્‍ય જાણવા મળે છે.

નેટફિલક્‍સ પર ‘ધ ફાઇનલ પ્રોબ્‍લેમ' અને ‘યુનાબોમ્‍બર' આવી રહી છે. પહેલી ફિલ્‍મ ૧૯૫૯ની સ્‍ટોરી છે. જેમાં એક અભિનેતા શેરલોક હોમ્‍સની ભૂમિકા ભજવતો હતો અને હવે એક રહસ્‍યમય મોતની તપાસ કરે છે. બીજી ફિલ્‍મ બે અલગ સમયની સ્‍ટોરી છે, જેમાં હાર્વર્ડના વિદ્યાર્થી અને પછી જ્‍ગ્‍ત્‍ની તપાસ સામેલ છે.

થિયેટરોમાં બીજી ફિલ્‍મ ‘લવ લોટરી' છે. આ કોર્ટરૂમ ડ્રામા એક વિવાહિત જોડીની તૂટેલ લગ્ન અને કાનૂની લડાઈની સ્‍ટોરી કહે છે. અક્ષય ઓબેરોય અને હેલી દારુવાલા મુખ્‍ય ભૂમિકામાં છે.

 

(9:58 AM IST)