''ઘણા ક્રિકેટર્સ તેમને મેસેજ કરે છે '': અભિનેત્રીનો ફોન ચેક કરતા જાણીતા ક્રિકેટરોના મેસેજ જોઈને વિરેન્દ્ર સેહવાગે ચોકી ઉઠ્યો
તેમણે કહ્યું કે લેફ્ટી, રાઇટી અને કીપર પણ મેસેજ કરે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો

‘રાઇઝ એન્ડ ફોલ 2’ની પ્રીમિયર નાઇટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. સારા ગુરપાલના ક્રિકેટર્સ સાથેના મેસેજ અંગેના ખુલાસા અને વિરેન્દ્ર સેહવાગની રમૂજી પ્રતિક્રિયાએ વાતાવરણને હળવું બનાવી દીધું હતું. જોકે, સારા સાથે કયા ક્રિકેટર્સે ખરેખર વાતચીત કરી હતી, તે અંગે કોઈ નામ સામે આવ્યું નથી. હવે શોના આગામી એપિસોડમાં સારા ગુરપાલ સાથે જોડાયેલા વધુ કયા ખુલાસા થાય છે તેના પર દર્શકોની નજર રહેશે. રિયાલિટી શો ‘રાઇઝ એન્ડ ફોલ 2’નો નવા ખેલાડીઓ અને નવા વિવાદો સાથે પ્રારંભ થઈ ગયો છે. આ સિઝનમાં મનોરંજન જગતથી લઈને અન્ય ક્ષેત્રોની અનેક જાણીતી હસ્તીઓએ ભાગ લીધો છે. પંજાબી અભિનેત્રી અને ગાયિકા સારા ગુરપાલ આ સિઝનના સ્પર્ધકોમાં સામેલ છે. શોમાં પ્રવેશ સાથે જ તેમણે કંઈક એવું કહ્યું, જેના કારણે પ્રીમિયર દરમિયાન હાજર લોકોનું ધ્યાન તેમની તરફ ખેંચાયું હતું પ્રીમિયર નાઇટ દરમિયાન હોસ્ટ વિરેન્દ્ર સેહવાગે સારા ગુરપાલને પૂછ્યું કે શું ક્રિકેટર્સ તેમને સોશિયલ મીડિયા પર મેસેજ મોકલે છે? તેના જવાબમાં સારાએ કહ્યું કે ઘણા ક્રિકેટર્સ તેમને મેસેજ કરે છે. સારાના જવાબ બાદ વિરેન્દ્ર સેહવાગે મજાકિયા અંદાજમાં તેમનો ફોન જોવાની વાત કરી. સારાએ ફોન બતાવતા પહેલાં કહ્યું કે કેટલીક ચેટ એવી પણ છે જેને જોઈને સેહવાગ તેમને ઠપકો આપી શકે છે. સેહવાગે સારા ગુરપાલનો ફોન તપાસ્યો ત્યારે તેમનો પ્રતિભાવ આશ્ચર્યજનક હતો. ચેટમાં ક્રિકેટ સાથે જોડાયેલા કેટલાક જાણીતા ચહેરાઓના સંદેશા જોઈને તેમણે મસ્તીભર્યા અંદાજમાં પ્રતિક્રિયા આપી હતી. ફોનમાં એક ક્રિકેટરનો સંદેશ જોઈને સેહવાગે રમૂજી ટિપ્પણી કરી. તેમણે કહ્યું કે આ ખેલાડી પણ મેસેજ કરે છે, કદાચ એટલે જ તેના રન નથી બની રહ્યા. સેહવાગની આ વાત સાંભળીને સારા સહિત ત્યાં હાજર લોકો પણ હસી પડ્યા. સેહવાગે આગળ મજાક કરતા કહ્યું કે સારાની ચેટમાં તો ડાબેરી બેટર, જમણેરી બેટર અને વિકેટકીપર પણ છે. જોકે, સારાને ખરેખર કયા ક્રિકેટર્સે મેસેજ કર્યા હતા, તેના નામ તેમણે જાહેર કર્યા નથી. આ સમગ્ર વાતચીતનો વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. ‘રાઇઝ એન્ડ ફોલ 2’માં સારા ગુરપાલ ઉપરાંત સ્વરા ભાસ્કર, ગૌતમ ગુલાટી, કરણ પટેલ, શહેઝાદ પૂનાવાલા, કાજલ રાઘવાની અને તેજ પ્રતાપ યાદવ સહિત અનેક જાણીતી હસ્તીઓ જોવા મળી રહી છે. શરૂઆતથી જ શોમાં મનોરંજન અને ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે.
