<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Tuesday, 29th September 2026

ઓક્ટોબર મહિનામાં સાઉથની ફિલ્મોનો સિનેમાઘરોમાં થશે ધમાકો: 'જેલર ૨'થી લઈને 'રાણાબલી' સુધીની ૧૦ બ્લોકબસ્ટર ફિલ્મો મચાવશે ધમાલ!

રજનીકાંત, વિજય દેવરાકોંડા અને રશ્મિકા મંદાના જેવા સ્ટાર્સની ફિલ્મોથી સજ્જ છે ઓક્ટોબરનું બોક્સ ઓફિસ: સાઉથ સિનેમાના શોખીનો માટે મનોરંજનની ભરમાર

મુંબઈ : બોલિવૂડમાં આજકાલ સાઉથની ફિલ્મોની રિમેક અને કથાનકોનો દબદબો જોવા મળી રહ્યો છે, ત્યારે સાઉથ સિનેમાના ચાહકો માટે આગામી ઓક્ટોબર મહિનો અત્યંત રોમાંચક સાબિત થવાનો છે. ઓક્ટોબર મહિનામાં થિયેટરોમાં સાઉથની એકસાથે ૧૦ ધમાકેદાર અને ચર્ચિત ફિલ્મો રિલીઝ થવા જઈ રહી છે. સુપરસ્ટાર રજનીકાંતની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'જેલર ૨'થી લઈને વિજય દેવરાકોંડા અને રશ્મિકા મંદાનાની આગામી પિરિયડ ડ્રામા ફિલ્મ સુધીની લાંબી યાદી સામે આવી છે, જે દર્શકોને સિનેમાઘરો સુધી ખેંચી લાવવા માટે તૈયાર છે.

 

'જેલર ૨' અને 'રાણાબલી' બનશે મુખ્ય આકર્ષણ

 

નેલ્સન દિલીપકુમાર દ્વારા નિર્દેશિત અને રજનીકાંત સ્ટારર તમિલ એક્શન ડ્રામા 'જેલર ૨' ૧૫ ઓક્ટોબરે સિનેમાઘરોમાં ધૂમ મચાવવા આવી રહી છે. આ ફિલ્મમાં એસજે સૂર્યા, વિદ્યા બાલન, મોહનલાલ, વિજય સેતુપતિ અને હૃતિક રોશન જેવા દિગ્ગજ કલાકારો મહત્વની ભૂમિકામાં જોવા મળશે. બીજી તરફ, લગ્ન બાદ પહેલીવાર મોટા પડદા પર એકસાથે નજર આવતી જોડી વિજય દેવરાકોંડા અને રશ્મિકા મંદાનાની પિરિયડ એક્શન ડ્રામા ફિલ્મ 'રાણાબલી' ૧૬ ઓક્ટોબરે રિલીઝ થશે, જેમાં હોલીવુડ અભિનેતા આર્નોલ્ડ વોસલુ પણ જોવા મળશે.

 

ઓક્ટોબર ૨૦૨૬માં રિલીઝ થનારી સાઉથની અન્ય પ્રમુખ ફિલ્મો:


 

  • બત્થા: વિજય સેતુપતિ અને લિજોમોલ જોસ અભિનીત આ તમિલ એક્શન ડ્રામા ફિલ્મ ૧ ઓક્ટોબરે રિલીઝ થશે, જે ૧૯૮૬ના મદ્રાસની પૃષ્ઠભૂમિ પર આધારિત છે.

 

  • બેલ: શિવ રાજકુમાર સ્ટારર કન્નડ એક્શન ડ્રામા ફિલ્મ ૨ ઓક્ટોબરે સિનેમાઘરોમાં આવશે.

 

  • ડોન્ટ ટ્રબલ ધ ટ્રબલ: ફહદ ફાસીલ અને સારા પાલેકર અભિનીત આ ફેન્ટસી ફિલ્મ ૨ ઓક્ટોબરે તેલુગુ અને મલયાલમ ભાષામાં રિલીઝ થશે.

 

  • આદર્શ કુટુંબમ હાઉસ નંબર 47- AK 47: વેંકટેશ દગ્ગુબાતી અને શ્રીનિધિ શેટ્ટીની આ તેલુગુ એક્શન કોમેડી ફિલ્મ ૯ ઓક્ટોબરે દર્શકોનું મનોરંજન કરશે.

 

  • સિગ્મા: જેસન સંજય નિર્દેશિત અને સંદીપ કિશન અભિનીત એક્શન એડવેન્ચર ફિલ્મ ૨ ઓક્ટોબરે રિલીઝ થશે.

 

  • ઇત્તલુ અર્જુન: મહેશ ઉપ્પલા નિર્દેશિત રોમેન્ટિક એક્શન ડ્રામા ફિલ્મ ૩૦ ઓક્ટોબરે સિનેમાઘરોની શોભા વધારશે.

 

  • ઈરંડુ વાનમ: વિષ્ણુ વિશાલ અને મમિતા બૈઝુ અભિનીત આ ફિલ્મ ૨૩ ઓક્ટોબરે રિલીઝ થશે.

 

  • કલ્ટ: વિશ્વક સેન અભિનીત આ તેલુગુ સ્લેશર થ્રિલર ફિલ્મ ૩૦ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ સિનેમાઘરોમાં ધમાકો કરશે.

(6:22 PM IST)