<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Wednesday, 30th September 2026

પેરિસ ફેશન વીક ધૂમ મચાવ્યા બાદ મુંબઈ પરત ફરી ઐશ્વર્યા રાય: એરપોર્ટ પર ફેન્સ સાથેના ડાઉન-ટુ-અર્થ વ્યવહારે જીતી લીધા દિલ, વીડિયો વાયરલ

ગ્લોબલ રેડ કાર્પેટ પર કાળી સુંદરી બનીને શો-સ્ટોપર બનનાર બચ્ચન પરિવારની વહુએ મુંબઈ એરપોર્ટ પર ફેન્સ સાથે સેલ્ફી લીધી અને પેપરાઝીને હાથ જોડી નમસ્તે કર્યું

મુંબઈ, તા.૩૦: પેરિસ ફેશન વીક ૨૦૨૬માં પોતાના રોયલ અંદાજ અને કાતિલ ગ્લેમરથી ગ્લોબલ મંચ પર ભારતનો ડંકો વગાડ્યા બાદ બોલિવૂડ ક્વીન ઐશ્વર્યા રાય બચ્ચન આખરે મુંબઈ પરત ફરી છે. મુંબઈ એરપોર્ટ પર ઉતરતાં જ ઐશ્વર્યાએ તેના ચાહકો અને પેપરાઝી સાથે જે રીતે સાદગીપૂર્ણ વ્યવહાર કર્યો, તેનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે અને નેટીઝન્સ તેના સંસ્કારના વખાણ કરતા થાકતા નથી.

એરપોર્ટ લુક અને ફેન્સ સાથે ખાસ પળો

એરપોર્ટ પરથી બહાર નીકળતી વખતે ઐશ્વર્યા બ્રાઉન કલરના સ્ટાઇલિશ લોંગ કોટ, ખુલ્લા લાલ હાઇલાઇટેડ વાળ અને ટ્રેન્ડી સનગ્લાસિસમાં અત્યંત ગ્લેમરસ લાગી રહી હતી. કાર તરફ જતી વખતે એક ચાહકે સેલ્ફીની વિનંતી કરતાં ઐશ્વર્યાએ સહેજ પણ ખચકાટ વિના પોતાની બેગ કારમાં મૂકીને હસતા મોઢે પોઝ આપ્યો હતો. આ સિવાય અન્ય ફેન્સને ઓટોગ્રાફ આપી કારમાં બેસતા પહેલાં બંને હાથ જોડીને ભારતીય સંસ્કૃતિ મુજબ નમસ્તે કહીને વિદાય લીધી હતી. ફેન્સે આ વીડિયો પર કમેન્ટ્સ કરી તેને "ખૂબસૂરતી અને સંસ્કારનો અદભુત સંગમ" ગણાવી હતી.

પેરિસ ફેશન વીકમાં કાળી સુંદરી બનીને છવાઈ

૨૮ સપ્ટેમ્બરના રોજ પેરિસના આઇકોનિક પ્લેસ જોફ્ર ખાતે આયોજિત ‘લે ડેફિલે’ (Le Défilé) શોમાં ઐશ્વર્યાએ ભવ્ય રનવે વોક સાથે ગ્રાન્ડ ફિનાલેના શો-સ્ટોપર તરીકે કેન્દ્રસ્થાન મેળવ્યું હતું. સેલિબ્રિટી સ્ટાઈલિસ્ટ મોહિત રાય દ્વારા ડિઝાઈન કરાયેલા અને સીરિયન લક્ઝરી બ્રાન્ડ 'યારા શૂમેકર' ના કાળા પરિધાનમાં ઐશ્વર્યાનો કોન્ફિડન્સ અને ગ્રેસ જોવા જેવા હતા.

'બ્રિજર્ટન' ફેમ સિમોન એશ્લે સાથે ખાસ બોન્ડિંગ

પેરિસમાં હોલિવૂડની ચર્ચિત સિરીઝ ‘બ્રિજર્ટન’ ફેમ એક્ટ્રેસ સિમોન એશ્લે (Simone Ashley) સાથે ઐશ્વર્યાની બેકસ્ટેજ મુલાકાત પણ ખૂબ ચર્ચામાં રહી હતી. સિમોને ઐશ્વર્યાની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે આખા વર્ષ દરમિયાન મળવાનો મોકો નથી મળતો, પરંતુ દર વર્ષે લોરિયલ (L'Oréal)ના મંચ પર ઐશ્વર્યાને મળીને વાતો કરવી તેના માટે સૌથી ખાસ અને સુંદર પળોમાંથી એક હોય છે.

(5:21 PM IST)