<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Monday, 5th October 2026

લગ્નના આઠ જ મહિનામાં રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા વચ્ચે ઝઘડાનું ચોંકાવનારૂં કારણ આવ્યું સામે; પોડકાસ્ટમાં ખુલીને કરી વાત

ઉદયપુરમાં શાહી લગ્ન બાદ હવે મોટા પડદે 'રણબાલી' ફિલ્મમાં સાથે જોવા મળનાર આ મોસ્ટ પોપ્યુલર જોડી વચ્ચેની નાની-મોટી તકરાર અને પરસ્પર પ્રેમ અંગે રશ્મિકાએ કર્યો ખાસ ખુલાસો

હૈદરાબાદ, તા.૦૫: સાઉથ ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મોસ્ટ પોપ્યુલર અને પાવરફૂલ કપલ રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા લગ્નના આઠ મહિના બાદ ફરી એકવાર પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને લઈને જોરદાર ચર્ચામાં આવ્યા છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલા એક ખાસ પોડકાસ્ટ ઈન્ટરવ્યુ દરમિયાન આ નવપરિણીત દંપતીએ પોતાની મેરિડ લાઈફ અને સંબંધો વિશે ખુલ્લા મનથી વાતચીત કરી હતી. આ વાતચીતમાં રશ્મિકાએ લગ્ન પછી તેમની વચ્ચે થતી નાની-મોટી તકરાર અંગે રસપ્રદ ખુલાસો કર્યો હતો, જ્યારે વિજયે પોતાની પત્નીની પરિપક્વતા અને સમજદારીના મુક્તકંઠે વખાણ કર્યા હતા.

પોડકાસ્ટ દરમિયાન જ્યારે રશ્મિકાને લગ્ન પછીના પ્રથમ ઝઘડા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે હસતાં હસતાં સ્પષ્ટતા કરી હતી કે તેમની વચ્ચે ક્યારેય મોટા ઝઘડા થતા નથી, કારણ કે તેઓ દરેક ક્ષણને સાથે માણે છે. જોકે, નાની અણબનાવ વિશે મજાકિયા અંદાજમાં ખુલાસો કરતા તેણે જણાવ્યું હતું કે જ્યારે વિજય ફોનમાં પોતાના કોઈ ગંભીર કામમાં વ્યસ્ત હોય અને તેને એટેન્શન જોઈતું હોય ત્યારે તે પ્રેમથી 'વિજુ-વિજુ' કહીને બોલાવે છે. જો ત્રીજી વાર પણ ધ્યાન ન જાય તો તેને થોડો ગુસ્સો આવી જાય છે, પણ વિજય તરત જ રિસ્પોન્સ આપી દે છે.

બીજી તરફ, વિજય દેવરકોંડાએ રશ્મિકાની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે તે ખૂબ જ સમજદાર છે અને સામેની વ્યક્તિ કામમાં વ્યસ્ત હોય ત્યારે તેને જરૂરી સ્પેસ આપવાનું મહત્વ સારી રીતે સમજે છે. રશ્મિકાએ પણ આ વાતમાં સહમતિ દર્શાવતા ઉમેર્યું હતું કે બંને એક જ ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા હોવાથી શૂટિંગ, પ્રમોશન અને ફિલ્મ રિલીઝ વખતે થતા માનસિક તણાવને પરસ્પર ખૂબ સારી રીતે સમજી શકે છે, જેનાથી તેમના સંબંધોમાં વધુ મજબૂતી આવે છે.

ઉલ્લેખનીય છે કે લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા બાદ આ સુપરસ્ટાર જોડીએ ગત ૨૬મી ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ રાજસ્થાનના ઉદયપુરમાં શાહી ઠાઠમાઠ સાથે લગ્નગ્રંથિથી જોડાયા હતા. બંનેની ઓનસ્ક્રીન અને ઓફસ્ક્રીન કેમિસ્ટ્રીને દર્શકો તથા ચાહકો હંમેશા ખૂબ પસંદ કરતા આવ્યા છે. લગ્ન બાદ આ જોડી પ્રથમવાર એકસાથે મોટા પડદા પર જોવા મળવાની હોવાથી તેમના ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

અંતમાં, આ કપલ ટૂંક સમયમાં જ આગામી ફિલ્મ 'રણબાલી'માં એકસાથે સ્ક્રીન શેર કરતું જોવા મળશે, જેમાં વિજય દેવરકોંડા મુખ્ય પાત્ર 'રણબાલી' અને રશ્મિકા મંદાના તેની પત્ની 'જયમ્મા'ના રોલમાં નજર આવશે. આ ફિલ્મ આવતી ૧૬મી ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ થિયેટર્સમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ઉપરાંત રશ્મિકા મંદાના પોતાની અન્ય આગામી સોલો ફિલ્મ 'માયસા' (Mysa)ને લઈને પણ હાલમાં ખૂબ ચર્ચામાં છે.

(5:02 PM IST)