<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Wednesday, 7th October 2026

રજનીકાંતની જેલર ૨ના ટ્રેલરે મચાવી ધમાલ

રજનીકાંત ફરી એકવાર પોતાના આઇકોનિક પાત્ર ટાઇગર મુથુવેલ પાંડિયન તરીકે જબરદસ્ત એકશન અને સ્વેગ સાથે વાપસી કરી રહ્યા છે

ચેન્નાઇ તા.૭: સુપરસ્ટાર રજનીકાંતના અભિનયનો જાદુ એકવાર ફરી સિલ્વર સ્ક્રીન પર છવાઈ જવા માટે તૈયાર છે. ડિરેકટર નેલ્સન દિલીપકુમારના નિર્દેશનમાં તૈયાર થયેલી બહુપ્રતિક્ષિત ફિલ્મ જેલર ૨નું ટ્રેલર રિલીઝ થતાં જ સોશિયલ મીડિયા પર છવાઈ ગયું છે. આ ટ્રેલરમાં રજનીકાંત ફરી એકવાર પોતાના આઇકોનિક પાત્ર ટાઇગર મુથુવેલ પાંડિયન તરીકે જબરદસ્ત એકશન અને સ્વેગ સાથે વાપસી કરી રહ્યા છે.

સુપરસ્ટાર રજનીકાંત પોતાની ફિલ્મ જેલરની સિકવલ જેલર ૨ સાથે પડદા પર વાપસી કરવા માટે તૈયાર છે. સોમવારની રાત્રે ફિલ્મનું ટ્રેલર જાહેર કરવામાં આવ્યું અને જોતજોતામાં તે સોશિયલ મીડિયા પર છવાઈ ગયું છે. રજનીકાંત એકવાર ફરી જેલર ૨માં ધાંસૂ એકશન કરતા જોવા મળવાના છે, પરંતુ આ આગામી ફિલ્મમાં એક બોલિવૂડ સુપરસ્ટારની ઝલકને લઈને પણ અટકળો તેજ થઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર આ બાબતે જબરદસ્ત ચર્ચા થઈ રહી છે કે, આખરે આ કેમિયો કોનો છે.

જેલર ૨માં આ સુપરસ્ટારનો માત્ર ૩ સેકન્ડનો દેખાવ (અપીયરન્સ) છે અને આ ૩ સેકન્ડના લુકથી સોશિયલ મીડિયા પર ખળભળાટ મચી ગયો છે. હ્ર પર ચર્ચાઓ છે કે, આ કેમિયો હૃતિક રોશનનો હોઈ શકે છે. લોકો અને જેલરના ફેન્સ વચ્ચે આ કેમિયોને લઈને ઉત્સાહ વધી ગયો છે. સોશિયલ મીડિયા યુઝર્સે સુપરસ્ટારના બેક લુકને જોઈને અંદાજો લગાવ્યો છે કે આ હૃતિક રોશન છે. હવે આ હૃતિક રોશનનો કેમિયો છે કે નહીં, તેની ખબર તો સમય જતાં જ પડશે, પરંતુ ટ્રેલરે ફિલ્મને લઈને ઉત્સાહ વધારી દીધો છે. રજનીકાંતની 'જેલર ૨'ના ટ્રેલરને જોતાં અટકળો લગાવવામાં આવી રહી છે કે ફિલ્મ પહેલા કરતાં પણ વધુ જોરદાર હશે.

ફિલ્મમાં મુથુવેલ પાંડિયનના રૃપમાં રજનીકાંતની ધાંસૂ વાપસી થઈ છે. પડદા પર તેમની દમદાર હાજરી અને એકથી ચડિયાતા સીટીમાર ડાયલોગ ડિલિવરીએ દર્શકોના ઉત્સાહને સાતમા આસમાને પહોંચાડી દીધો છે. ટ્રેલર સામે આવ્યા પછીથી જ હ્ર પર રિએકશન્સની પૂર આવી ગઈ છે. ફેન્સ સતત પોસ્ટ શેર કરી રહ્યા છે અને અભિનેતાના બેજોડ સ્વેગને આ આગામી ફિલ્મની સૌથી મોટી USP બતાવી રહ્યા છે.

 

(10:11 AM IST)