કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા બનશે ફરી માતા-પિતાઃ સોશિયલ મીડિયા પર શેર કરી ખુશખબર
દીકરી ‘સરૈયા' સાથેના કયૂટ ફોટોએ જીત્યા ફેન્સના દિલઃ સેલેબ્સનો અભિનંદનનો ધોધ

મુંબઈ, તા.૭: બૉલિવૂડના મોસ્ટ પૉપ્યુલર અને કયૂટ કપલ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના ઘર આગામી સમયમાં ફરી એકવાર કિલકારીઓ ગુંજવાની છે. અભિનેત્રી કિયારા અડવાણી હાલમાં બીજી વખત ગર્ભવતી છે અને તેણે સોશિયલ મીડિયા પર આ ખુશીના સમાચાર ચાહકો સાથે શેર કર્યા છે. શેર કરવામાં આવેલા એક અત્યંત સુંદર ફોટામાં કિયારા અને સિદ્ધાર્થ નાના સફેદ મોજા પકડેલા નજરે પડે છે, જ્યારે તેમની નાની દીકરી સરૈયા પણ પોતાના નટખટ હાથોથી તેમાં સાથ આપી રહી છે. આ ખુશખબર સામે આવતા જ સોશિયલ મીડિયા પર અભિનંદનનો ધોધ વછૂટયો છે. કરણ જોહર, મનીષ મલ્હોત્રા અને ભૂમિ પેડનેકર સહિતના અનેક દિગ્ગજ સિતારાઓએ આ સ્ટાર દંપતીને શુભેચ્છાઓ પાઠવી છે. કિયારાએ પોતાની પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે કે, ફરી એકવાર, અમને સૌથી સુંદર ભેટનો આશીર્વાદ મળ્યો છે અને અમારા હૃદય પ્રેમ તથા કળતજ્ઞતાથી છલકાઈ ગયા છે.
આ સુંદર દંપતીની પર્સનલ લાઈફ પર નજર કરીએ તો, તેમની લવ સ્ટોરી સુપરહિટ ફિલ્મ શેરશાહના શૂટિંગ દરમિયાન શરૂ થઈ હતી. લાંબા સમય સુધી રિલેશનશીપમાં રહ્યા બાદ આ જોડીએ ૭ ફેબ્રુઆરી, ૨૦૨૩ના રોજ રાજસ્થાનના જેસલમેરમાં આવેલા ભવ્ય સૂર્યગઢ પેલેસમાં શાહી અંદાજમાં લગ્ન કર્યા હતા. ત્યારબાદ ૧૫ જુલાઈ, ૨૦૨૫ના રોજ તેમને પહેલી સંતાન તરીકે પુત્રીની પ્રાપ્તિ થઈ હતી અને નવેમ્બર ૨૦૨૫માં દંપતીએ દીકરીનું નામ સરૈયા હોવાની સત્તાવાર જાહેરાત કરી હતી. દીપિકા પાદુકોણ, આલિયા ભટ્ટ અને અનુષ્કા શર્માની જેમ કિયારા પણ પોતાની શાનદાર અભિનય કારકિર્દી સાથે માતળત્વ અને પારિવારિક જીવન વચ્ચે ઉત્તમ સંતુલન જાળવીને બોલિવૂડમાં અન્ય અભિનેત્રીઓ માટે એક મજબૂત ઉદાહરણ પૂરું પાડી રહી છે.
