<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Saturday, 10th October 2026

​'ધુરંધર: ધ રિવોન્જ' ગ્રેમી એવોર્ડ્સની રેસમાં: શાશ્વત સચદેવના સંગીતનો આંતરરાષ્ટ્રીય મંચ પર ડંકો

​૬૯મા ગ્રેમી એવોર્ડ્સમાં ૮ થી ૯ કેટેગરીમાં એન્ટ્રી મોકલાઈ; અરિજિત સિંહનું 'ફિર સે' અને 'આરી આરી' સહિતના ગીતો દાવેદારીમાં

નવી દિલ્હી: ​રણવીર સિંહ સ્ટારર સુપરહિટ સ્પાય થ્રિલર ફિલ્મ 'ધુરંધર: ધ રિવોન્જ' એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવ્યા બાદ હવે આંતરરાષ્ટ્રીય સંગીત ક્ષેત્રે પણ મોટી સફળતા તરફ કદમ વધાર્યા છે. પ્રખ્યાત મ્યુઝિક કંપોઝર શાશ્વત સચદેવ દ્વારા તૈયાર કરવામાં આવેલું આ ફિલ્મનું સાઉન્ડટ્રેક આલ્બમ ૬૯મા વાર્ષિક ગ્રેમી એવોર્ડ્સ (Grammy Awards) ની વિચારણા (Consideration) માટે ઓફિશિયલી સબમિટ કરવામાં આવ્યું છે.

​ફિલ્મના નિર્માતાઓ (B62 સ્ટુડિયોઝ અને જિયો સ્ટુડિયોઝ) દ્વારા સોશિયલ મીડિયા પર આ ગૌરવપૂર્ણ માહિતી શેર કરવામાં આવી છે. આ ફિલ્મનું સંગીત સાઉન્ડટ્રેક કુલ ૮ થી ૯ અલગ-અલગ કેટેગરીમાં રજૂ કરવામાં આવ્યું છે, જે ગ્લોબલ મ્યુઝિક પ્લેટફોર્મ પર ભારતીય સંગીત માટે મોટી ઉપલબ્ધિ માનવામાં આવે છે.

​કઈ કેટેગરીમાં કયા ગીતો છે રેસમાં?
​ગ્રેમી એવોર્ડ્સની 'ફોર યોર કન્સિડરેશન' (FYC) કેમ્પેઇન હેઠળ શાશ્વત સચદેવના આલ્બમ અને તેના વિવિધ હિટ ગીતોને વૈવિધ્યસભર કેટેગરીમાં સ્થાન મળ્યું છે:

(4:43 PM IST)