‘દુઆ' બાદ હવે ‘દેવી'થી ગુંજ્યું દીપિકા-રણવીરનું આંગણું
દશેરાએ બીજી દીકરીની પ્રથમ ઝલક સાથે નામ કર્યું જાહેર

મુંબઈ,તા.૨૧: બોલિવૂડ કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિહે વિજયાદશમીના પવિત્ર અવસર પર પોતાની બીજી દીકરીની પ્રથમ તસવીર શેર કરીને તેનું નામ 'દેવી પાદુકોણ સિહ' જાહેર કર્યું છે. તસવીરમાં મોટી દીકરી દુઆ પણ જોવા મળે છે. પરિવારના ચારેય સભ્યો હાઉસ ઓફ મસાબાના આકર્ષક એથનિક આઉટફિટમાં સજ્જ છે. દેવી નામનો અર્થ માતા દુર્ગા અને ઈશ્વરીય શક્તિ સાથે જોડાયેલો છે. આ ખાસ તસવીરમાં પારિવારિક પ્રેમ જોવા મળે છે.
બોલિવૂડના લોકપ્રિય કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિહે નવમી અને દશેરાના પવિત્ર અવસર પર ચાહકોને ખાસ ભેટ આપી છે. વિજયાદશમીના શુભ દિવસે આ સ્ટાર કપલે પોતાની બીજી દીકરીની પ્રથમ તસવીર શેર કરી છે. સાથે જ નાનકડી દીકરીનું નામ પણ જાહેર કર્યું છે. દીપિકા અને રણવીરે પોતાની બીજી દીકરીનું નામ 'દેવી પાદુકોણ સિહ' રાખ્યું છે. ચારેય સભ્યોની સુંદર ફેમિલી તસવીર અને દીકરીના નામનો આધ્યાત્મિક અર્થ ચર્ચાનો વિષય બન્યો છે.
દીપિકા અને રણવીરે શેર કરેલી તસવીરમાં પરિવારનો પ્રેમ જોવા મળે છે. દીપિકા પોતાની નાની દીકરી દેવીને ખોળામાં લઈને બેઠેલી દેખાય છે. મોટી દીકરી દુઆ પોતાની નાની બહેનને પ્રેમથી કિસ કરતી જોવા મળે છે. બીજી તરફ રણવીર પોતાની બંને દીકરીઓને જોઈને ખુશખુશાલ સ્મિત કરતા નજરે પડે છે. પરિવારે તસવીર સાથે Of Love & Abundance' કેપ્શન લખ્યું છે, જેનો અર્થ પ્રેમ અને અપાર ખુશીઓ થાય છે.
ભારતીય સંસ્કૃતિમાં દેવી નામનું વિશેષ મહત્વ છે. દેવી શબ્દ માતા દુર્ગા અને ઈશ્વરીય શક્તિ સાથે જોડાયેલો છે. આ નામ શક્તિ, સકારાત્મકતા અને સદગુણોનું પ્રતીક માનવામાં આવે છે. નવરાત્રિ અને દશેરાના પવિત્ર અવસર પર દીકરીનું નામ દેવી જાહેર કરવામાં આવતાં આ પ્રસંગ વધુ ખાસ બન્યો છે. આ તહેવારો દરમિયાન માતા દુર્ગાના વિવિધ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે.
દીપિકા અને રણવીરની મોટી દીકરીનું નામ દુઆ છે. દુઆનો અર્થ પ્રાર્થના અથવા ઈશ્વર પાસે માગેલી મનોકામના થાય છે. જ્યારે દેવી નામ ઈશ્વરીય શક્તિનું પ્રતીક છે. આમ બંને દીકરીઓનાં નામ ટૂંકાં, સુંદર અને આધ્યાત્મિક અર્થ ધરાવતાં છે. બંને નામો વચ્ચે ભાવનાત્મક જોડાણ પણ જોવા મળે છે.
ફેમિલી તસવીરમાં દીપિકા, રણવીર, દુઆ અને દેવી ચારેય ડિઝાઇનર બ્રાન્ડ હાઉસ ઓફ મસાબાના આઉટફિટમાં જોવા મળે છે. પીચ, આઇવરી અને ગોલ્ડન રંગોના સુંદર કોમ્બિનેશને પરિવારના લુકને આકર્ષક બનાવ્યો છે. ચારેય સભ્યોના મેચિગ એથનિક આઉટફિટે તસવીરની સુંદરતામાં વધારો કર્યો છે.
દીપિકાએ 'નૂર બન ગયે' કુર્તા સેટ પહેર્યો છે. પીચ રંગના આ આઉટફિટમાં પેચવર્ક અને હાથથી કરવામાં આવેલી ઝરદોસી એમ્બ્રોઇડરી જોવા મળે છે. સાથે તેમણે સુંદર બોર્ડરવાળો પીચ રંગનો ક્રશ્ડ ટિશ્યૂ દુપટ્ટો પહેર્યો છે. જ્યારે રણવીર સિહ આઇવરી સિલ્ક કુર્તા સેટમાં ક્લાસી અંદાજમાં જોવા મળે છે.
મોટી દીકરી દુઆએ પીચ રંગનો ટિશ્યૂ અને સિલ્ક કુર્તા સેટ પહેર્યો છે. નાની બહેન પ્રત્યેનો તેનો પ્રેમ તસવીરને વધુ ખાસ બનાવે છે. બીજી તરફ નાનકડી દેવીને મુલાયમ મલ લાઇનિગવાળા ટિશ્યૂ સ્વેડલમાં લપેટવામાં આવી છે. સ્વેડલ પર હૃદયના આકારનાં એમ્બ્રોઇડરીવાળાં ટેસલ્સ પણ છે. પરિવારના ચારેય સભ્યોનો પરંપરાગત અંદાજ આ તસવીરને ખાસ બનાવે છે
