<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Wednesday, 21st October 2026

રણબીર કપૂર અને યશના ‘રામાયણ'નો ક્રેઝ ટિકિટ કિંમત રૂા.૨,૬૦૦ ને વટાવી ગઈ

રણબીર કપૂર, યશ અને સાઈ પલ્‍લવીની રામાયણ ભાગ ૧: નું એડવાન્‍સ બુકિગ ૫ નવેમ્‍બરના રોજ રિલીઝ થવાના ૧૬ દિવસ પહેલા શરૂ થઈ ગયું છે. સ્‍ક્રીનિંગ સવારે ૬ વાગ્‍યાથી મધ્‍યરાત્રિ સુધીનું છે

નવી દિલ્‍હી તા.૨૧: રણબીર કપૂર, યશ અને સાઈ પલ્‍લવી સ્‍ટારર રામાયણ ભાગ ૧ ૫ નવેમ્‍બર, ૨૦૨૬ ના રોજ રિલીઝ થવાની છે, અને ફિલ્‍મનું એડવાન્‍સ બુકિગ શરૂ થઈ ગયું છે. સામાન્‍ય રીતે, ફિલ્‍મનું એડવાન્‍સ બુકિગ તેની રિલીઝના થોડા દિવસ પહેલા શરૂ થાય છે, પરંતુ ૅરામાયણૅ માટે તે તેની રિલીઝના ૧૬ દિવસ પહેલા શરૂ થઈ ગયું હતું. ફિલ્‍મના શો સવારે ૬ વાગ્‍યાથી મધ્‍યરાત્રિ સુધી ચાલશે, અને એડવાન્‍સ બુકિગ શરૂ થતાં જ ટિકિટના ભાવ જાહેર કરવામાં આવ્‍યા છે.

BookMyShow મુજબ, મુંબઈમાં હાલમાં સૌથી મોંઘી ટિકિટ Maison INOX: Jio World Plaza, BKC ખાતે છે. રામાયણ' (હિન્‍દી 3D - ઇન્‍સિગ્નીયા) ના સાંજે ૭:૧૦ વાગ્‍યાના શો માટે ટિકિટની કિમત રૂા.૨,૬૨૦ છે, અને સુવિધા ફી સહિત, તેની કિમત રૂા.૨,૬૯૦ છે.

ઘણી સ્‍ક્રીનો પર એડવાન્‍સ બુકિંગ હજુ ખુલવાનું બાકી છે. તો, ચાલો જોઈએ કે શું આ રામાયણ માટે સૌથી મોંઘી ટિકિટ છે કે બીજી ટિકિટ તેનાથી પણ મોંઘી છે.

રામાયણ ભાગ ૧ માં સવારે ૬ વાગ્‍યા અને મધ્‍યરાત્રિના શો છે. મુંબઈમાં પહેલો શો ગોરેગાંવના મિરાજ સિનેમામાં સવારે ૬ વાગ્‍યે છે. વધુમાં, ઘણા થિયેટરોએ રાત્રે ૧૧:૫૯ વાગ્‍યે શો પણ સૂચિબદ્ધ કર્યા છે. સામાન્‍ય રીતે જ્‍યારે કોઈ ફિલ્‍મને જોરદાર પ્રતિસાદ મળે છે ત્‍યારે મધ્‍યરાત્રિના શો ઉમેરવામાં આવે છે, પરંતુ રામાયણ વર્ષની સૌથી અપેક્ષિત ફિલ્‍મોમાંની એક હોવાથી, મધ્‍યરાત્રિના શો પહેલાથી જ ઉમેરવામાં આવ્‍યા છે.

શું રામાયણના પેઇડ પ્રીવ્‍યૂ હશે? અહેવાલો અનુસાર, રામાયણનું પેઇડ પ્રીવ્‍યૂ ૪ નવેમ્‍બર, ૨૦૨૬ ના રોજ યોજાશે. જોકે, એડવાન્‍સ બુકિંગ ૫ નવેમ્‍બરથી શરૂ થશે.

રણબીર, સાઈ અને યશ ઉપરાંત, રામાયણમાં રવિ દુબે, સની દેઓલ, અરુણ ગોવિલ, લારા દત્તા, ઇન્‍દિરા કૃષ્‍ણન, સોનલ ઝા, રકુલ પ્રીત સિહ, કાજલ અગ્રવાલ, કુણાલ કપૂર, આદિનાથ એમ. કોઠારે અને અન્‍ય કલાકારો પણ છે. રામાયણ માટે અપેક્ષાઓ ઘણી વધારે છે, તો ચાલો જોઈએ કે ફિલ્‍મ કેવી બને છે.

(10:33 AM IST)