શાહરૂખ અને દીપીકાનું ફિલ્મ કિંગ માટે થશે ધમાકેદાર શૂટિંગ
ફિલ્મની રિલીઝ પહેલા મુંબઈમાં એક ભવ્ય ગીતનું શૂટિંગ શરૂ થવા જઈ રહ્યું છે, જેમાં શાહરૂખ ખાન અને દીપીકા પાદુકોણ ખાસ અંદાજમાં ધૂમ મચાવતા નજરે પડશે

મુંબઇ તા.૨૪: બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન ડંકી (૨૦૨૩) પછી એકવાર ફરી મોટા પડદા પર ધમાકેદાર વાપસીની તૈયારીમાં છે. સિદ્ધાર્થ આનંદના નિર્દેશનમાં બની રહેલી હાઈ-ઓક્ટેન એક્શન-થ્રિલર ફિલ્મ 'કિગ'ને લઈને ફેન્સ વચ્ચે ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. શાહરૂખની આ મુવીમાં દીપીકા પાદુકોણ પણ નજરે પડશે, તેણે હાલમાં જ બીજી દીકરીને જન્મ આપ્યો છે. હવે સમાચાર આવી રહ્યા છે કે, બંને સ્ટાર્સની જોડી ફિલ્મ કિંગ માટે એક સ્પેશિયલ સોંગનું શૂટિગ કરવા માટે પૂરી રીતે તૈયાર છે.
વેરાયટી ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર, શાહરૂખ અને દીપીકા ફિલ્મ કિંૅગના એક ગીતનું શૂટિંગ કરવાના છે. ૨૬ ઓક્ટોબરથી મુંબઈમાં આ ગીતનું શૂટિગ શરૂ થવા જઈ રહ્યું છે, જે લગભગ અઠવાડિયા સુધી ચાલશે. આ ધમાકેદાર ટ્રેકમાં ફિલ્મની આખી સ્ટારકાસ્ટ નજરે પડવાની છે, જેને પ્રખ્યાત કોરિયોગ્રાફર વૈભવી મર્ચન્ટ કોરિયોગ્રાફ કરશે.
પહેલાં એવી ચર્ચાઓ હતી કે, આ ગીતને સાઉથ આફ્રિકામાં શૂટ કરવામાં આવશે, પરંતુ હવે મુંબઈના સેટ પર જ તેની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. કોરિયોગ્રાફર વૈભવી મર્ચન્ટ અને શાહરૂખ ખાનનું આ સાથે આઠમું ગીત હશે. આ પહેલાં બંને ફિલ્મ જવાનના સુપરહિટ ગીતોમાં સાથે કામ કરી ચૂક્યા છે. આ મોસ્ટ અવેટેડ ફિલ્મમાં શાહરૂખ અને દીપીકા સિવાય સુહાના ખાન, અભિષેક બચ્ચન, અભય વર્મા, અરશદ વારસી, રાની મુખર્જી અને જયદીપ અહલાવત જેવા ઘણા કલાકારો મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ મુવી ૨૪ ડિસેમ્બર ૨૦૨૬ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
દીપીકા પાદુકોણ અને તેના પતિ રણવીર સિહના ઘરે ૧૯ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ દીકરીનો જન્મ થયો હતો. સ્ટાર કપલના ઘરે બીજી દીકરીનો અવાજ ગૂંજ્યો છે. આ પહેલાં ૮ સપ્ટેમ્બર ૨૦૨૪ના રોજ તેમની પહેલી દીકરીનો જન્મ થયો હતો, જેનું નામ કપલે દુઆ રાખ્યું છે. હાલમાં જ રણવીર અને દીપીકાએ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર બંને દીકરીઓ સાથે સુંદર તસવીર શેર કરીને જણાવ્યું કે, તેમણે નાની દીકરીનું નામ દેવી પાદુકોણ સિહ રાખ્યું છે
