<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Thursday, 29th October 2026

કાલથી ‘સનકી'નું ભોપાલમાં શુટીંગ શરૂ કરશે અહાન શેટ્ટી

મુંબઇ તા. ૨૯: ‘બોર્ડર-૨'ની સફળતા બાદ અહાન શેટ્ટી ફરી એકવાર એક્‍શન કરતો જોવા મળશે. તે પોતાની આગામી ફિલ્‍મ ‘સનકી'નું શુટિંગ શરૂ કરવા જઈ રહ્યા છે. આ ફિલ્‍મનું દિગ્‍દર્શન ટીનુ સુરેશ દેસાઈ કરી રહ્યા છે, જેમણે ‘રૂસ્‍તમ' અને ‘મિશન રાનીગંજ' જેવી ફિલ્‍મો બનાવી છે.

જ્ઞાનેન્‍દ્ર વાસુદેવ દ્વારા લખાયેલી ‘સનકી' મૂળભૂત રીતે એક પ્રેમકથા છે. આ ફિલ્‍મમાં પ્રમ અને લાગણીઓની સાથે જોરદાર અને દમદાર એક્‍શન પણ જોવા મળશે. ફિલ્‍મનું શુટીંગ કાલથી ભોપાલમાં ચાલુ થશે.  સનકી બાદ અહાન શેટ્ટી વિક્રમ ભટ્ટની ફિલ્‍મ ‘૧૯૨૦-કોલ્‍ડ વિન્‍ટર'માં જોવા મળશે. આ ઉપરાંત તેમની કેટલીક અન્‍ય ફિલ્‍મો પણ છે, જેનું શૂટિંગ ૨૦૨૭માં શરૂ થવાની શકયતા છે. હાલમાં સનકી ફિલ્‍મની વાર્તા અને તેના વિષયને ગુપ્ત રાખવામાં આવ્‍યા છે. ફિલ્‍મના નિર્માતાઓ યોગ્‍ય સમયે તેની સાથે જોડાયેલી વિગતો ધીમે ધીમે જાહેર કરશે. ‘સનકી'નું નિર્માણ વી ધ પીપલ, રોરિંગ રિવર પ્રોડક્‍શન્‍સ અને પાલ્‍સ એન્‍ડ પિયર્સ એન્‍ટરટેઇનમેન્‍ટ દ્વારા સંયુક્‍ત રીતે કરવામાં આવી રહ્યું છે. આ ફિલ્‍મ ૨૦૨૭ના પ્રથમ છ મહિનામાં સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

(3:47 PM IST)