રિલીઝ પહેલાં જ ૧૧ લાખ ટિકિટો વેચાઈઃ કમાણી રૂા.૪૬ કરોડને પાર
શું રામાયણ તોડશે તમામ રેકોર્ડ?

મુંબઇ તા.૨: રિલીઝ પહેલાં જ રામાયણની ચર્ચા દેશભરમાં જોરશોરથી થઈ રહી છે. ભગવાન રામના પાત્રમાં રણબીર કપૂરને જોવા માટે દર્શકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. ફિલ્મ હજુ સિનેમાઘરોમાં પહોંચી પણ નથી અને તેના એડવાન્સ બુકિગના આંકડા જ કરોડોમાં પહોંચી ગયા છે.
ખાસ વાત એ છે કે ફિલ્મે ભારતમાં અત્યાર સુધીમાં રૂા.૪૫.૯૬ કરોડની ટિકિટો વેચી દીધી છે. નિતેશ તિવારીના નિર્દેશનમાં બનેલી રામાયણઃ પાર્ટ ૧માં રણબીર કપૂર, સાઈ પલ્લવી અને યશ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મના એડવાન્સ બુકિગને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
ટ્રેડ ટ્રેકર સેકનિલ્કના આંકડા મુજબ, ૨ નવેમ્બરની સવારે ૬ વાગ્યા સુધીમાં ફિલ્મે ભારતમાં તમામ દિવસોનું મળીને રુા.૪૫.૯૬ કરોડનું એડવાન્સ બુકિંગ નોંધાવ્યું હતું. આ આંકડામાં બ્લોક કરવામાં આવેલી સીટોની કિમત પણ સામેલ છે. બ્લોક સીટોની કમાણી બાદ કરતાં એડવાન્સ બુકિગનો આંકડો ?૩૬.૮૫ કરોડ થાય છે, અત્યાર સુધીમાં ૧૧.૦૧ લાખ ટિકિટો વેચાઈ છે જેનું બુકીંગ દેશનાં ૫૨૭ શહેરોમાં થઈ રહ્યું છે અને ૧,૭૦૮ સિનેમાઘરોમાં ૩૫,૬૯૭ શો ઉપલબ્ધ છે જેમાં ૭૫ શો હાઉસફુલ થઈ ગયા છે. ફિલ્મની એડવાન્સ બુકિગમાં ઓપનિગ ડે એટલે કે ૫ નવેમ્બરનો સૌથી મોટો ફાળો છે. ૫ નવેમ્બરે ફિલ્મના પહેલા દિવસના શો માટે અત્યાર સુધીમાં રૂા.૨૫.૩૯ કરોડનું એડવાન્સ બુકિગ થયું છે.
માત્ર ભારતમાં જ નહીં, વિદેશમાં પણ રામાયણને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ૩૧ ઓક્ટોબરના અહેવાલ મુજબ, વિદેશમાં તમામ ઉપલબ્ધ તારીખો માટે ફિલ્મનું એડવાન્સ બુકિગ લગભગ ૩.૫ મિલિયન ડોલર એટલે કે આશરે રુા.૩૩.૨૩ કરોડ સુધી પહોંચ્યું હતું.
ખાસ કરીને નોર્થ અમેરિકામાં ફિલ્મના પ્રીમિયર શો માટે મોટી સંખ્યામાં ટિકિટો વેચાઈ હોવાનું જાણવા મળ્યું છે. હવે જોવાનું એ રહેશે કે એડવાન્સ બુકિગમાં જ કરોડોની કમાણી કરનારી 'રામાયણ' રિલીઝ બાદ બોક્સ ઓફિસ પર કેટલો મોટો રેકોર્ડ બનાવે છે
