બોક્સ ઓફિસ પર ધમાલ મચાવ્યા બાદ OTT પર આવશે હનુમાન અંશ
ફિલ્મ ૨૭ નવેમ્બરથી SonyLiv પર સ્ટ્રીમ થશે

મુંબઈ તા.૭: આ વર્ષની સૌથી આヘર્યજનક સફળતા મેળવનારી ફિલ્મોમાં સામેલ ફિલ્મ 'હનુમાન અંશ' હવે ઓટીટી પ્લેટફોર્મ પર ધમાકેદાર એન્ટ્રી કરવા જઈ રહી છે. નીમ કરોલી બાબાના જીવન અને આધ્યાત્મિક સફર પર આધારિત આ ફિલ્મ ૨૭ નવેમ્બરથી લ્ંઁક્કન્શરુ પર સ્ટ્રીમ થશે. થિયેટરમાં ફિલ્મ જોયા બાદ હવે જે દર્શકો તેને ઘરે બેઠા જોવા માગે છે તેમના માટે આ સારા સમાચાર છે. ફિલ્મના ડિરેક્ટર વિશાલ ચતુર્વેદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તેની ડિજિટલ રિલીઝની તારીખ જાહેર કરી છે.
ફિલ્મની સૌથી ખાસ વાત એ છે કે માત્ર રૂપિયા ૨ કરોડના નાનકડા બજેટમાં બનેલી હનુમાન અંશએ બોક્સ ઓફિસ પર જબરદસ્ત કમાણી કરી છે. નવભારત ટાઇમ્સના અહેવાલ અનુસાર, ફિલ્મે ભારતમાં ૯૨ દિવસમાં રૂપિયા ૩૪૨.૭૫ કરોડનું નેટ કલેક્શન કર્યું છે. આ રીતે ફિલ્મે પોતાના બજેટની સરખામણીમાં લગભગ ૧૭,૦૨૨ ટકા નફો નોંધાવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ઓછી જાણીતી સ્ટારકાસ્ટ અને ધાર્મિક વિષય હોવા છતાં ફિલ્મે દર્શકોનું ખાસ ધ્યાન ખેંચ્યું છે.
ફિલ્મની શરૂઆત જોકે બહુ ધીમી રહી હતી. ૭ ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થયેલી આ ફિલ્મે પહેલા દિવસે માત્ર રૂપિયા ૧૦ લાખની કમાણી કરી હતી. શરૂઆતના બે અઠવાડિયામાં પણ ફિલ્મનું કલેક્શન આશરે રૂપિયા ૧.૫૦ કરોડ સુધી જ પહોંચ્યું હતું. ચોથા અઠવાડિયાથી ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર દર અઠવાડિયે રૂપિયા ૬૦ કરોડથી વધુનું નેટ કલેક્શન નોંધાવ્યું હતું.
ડો. વિશાલ ચતુર્વેદીના લેખન અને દિગ્દર્શન હેઠળ બનેલી આ ફિલ્મ તેમની પુસ્તક ડિવાઇન ડિટૂરઃ ધેટ ચેન્જ્ડ માય લાઈફ પર આધારિત છે. ફિલ્મમાં શોભિનવ સત્યાએ મુખ્ય ભૂમિકા ભજવી છે, જ્યારે વિહાન શેડગે, ચંદન આનંદ, પૂર્ણિમા તિવારી, અનિલ રસ્તોગી, ગુલશન પાંડે અને ભગવાનદાસ પટેલ સહિતના કલાકારો પણ મહત્વની ભૂમિકામાં જોવા મળે છે. ફિલ્મની સફળતા બાદ ઉત્તરાખંડમાં આવેલા નીમ કરોલી બાબા સાથે સંકળાયેલા કૈંચી ધામમાં શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો નોંધાયો હોવાના અહેવાલ છે.
વિશ્વભરમાં પણ ફિલ્મે શાનદાર પ્રદર્શન કર્યું છે. અહેવાલો અનુસાર, ફિલ્મનું કુલ વર્લ્ડવાઇડ કલેક્શન આશરે રૂપિયા ૪૫૩.૨૨ કરોડ સુધી પહોંચ્યું છે, શરૂઆતમાં ધીમી રહેલી આ ફિલ્મે બાદમાં અનેક મોટી ફિલ્મોની કમાણીના આંકડાને પણ પાછળ છોડી દીધા હતા.
