<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Sunday, 8th November 2026

હોલિવુડ સ્ટાર રયાન રેનોલ્ડ્સ રામાયણ પાર્ટ વનના લોસ એન્જલસ પ્રીમિયરમાં પરંપરાગત લાલ ભારતીય પોશાકમાં આપશે હાજરી

વૈશ્વિક ઉદ્યોગસાહસિક અને નિર્માતા નમિત મલ્હોત્રાની મહત્વાકાંક્ષી પૌરાણિક ફિલ્મ રામાયણનો વૈશ્વિક સ્તરે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને હોલિવુડના દિગ્ગજો પણ તેમાં જોડાશે.

મુંબઈ : ભારતીય મહાકાવ્ય પર આધારિત અને વૈશ્વિક સ્તરે ચર્ચિત ફિલ્મ રામાયણ પાર્ટ વન ધ રાઈઝ ઓફ ધ લેજન્ડનો ક્રેઝ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ જોવા મળી રહ્યો છે. નિર્માતા અને વૈશ્વિક ઉદ્યોગસાહસિક નમિત મલ્હોત્રા તેમની અત્યાર સુધીની સૌથી મહત્વાકાંક્ષી પૌરાણિક ફિલ્મને વિશ્વભરના 125 દેશોમાં 50000 સ્ક્રીન્સ પર રિલીઝ કરવા જઈ રહ્યા છે. જેમ જેમ રિલીઝની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ ઉત્સાહ સતત વધી રહ્યો છે. તાજેતરમાં મળેલી માહિતી મુજબ ડેડપૂલ અને વુલ્વરિન સુપરસ્ટાર રયાન રેનોલ્ડ્સ લોસ એન્જલસમાં યોજાનાર આ ફિલ્મના પ્રીમિયરમાં વિશેષ ઉપસ્થિત રહેશે.

મીડિયાને ઉપલબ્ધ કરાવવામાં આવેલી વિગતો મુજબ આ ભવ્ય ઇવેન્ટ 27 ઓક્ટોબર 2026ના રોજ એલએ સ્થિત એકેડેમી મ્યુઝિયમ ઓફ મોશન પિક્ચર્સની અંદર આવેલા ડેવિડ ગેલાન થિયેટરમાં યોજાવાની છે. ભારતની આ અત્યંત મહત્વાકાંક્ષી ફિલ્મને આશરે 945 ખાસ આમંત્રિત મહેમાનો માટે 3ડીમાં પ્રદર્શિત કરવામાં આવશે. આ ઇવેન્ટ દિવાળીની થીમ પર આધારિત હોવાથી હોલિવુડની મોટી હસ્તીઓ અને વિદેશી મીડિયા માટે ખાસ ડ્રેસ કોડ રાખવામાં આવ્યો છે.

તમામ મહેમાનોએ પરંપરાગત ભારતીય પોશાક લાલ રંગમાં પહેરીને આવવાનું રહેશે. પોતાના સુપરહીરો સૂટને બાજુ પર મૂકીને રયાન રેનોલ્ડ્સ પણ આ પ્રસંગે લાલ રંગનો ભારતીય પોશાક પહેરીને આવશે. અમારા સૂત્રના જણાવ્યા અનુસાર આ ભારત માટે એક ગર્વની ક્ષણ છે કારણ કે આ દિવાળીએ 125 દેશો ભારતીય સંસ્કૃતિ અને દિવાળીની ઉજવણી વિશે શીખશે.

(4:49 PM IST)