News of Tuesday, 10th November 2026
પવન કલ્યાણના પૂર્વ પત્ની રેણુ દેસાઈનો સોશિયલ મીડિયા ટ્રૉલ્સ પર પલટવાર, કહ્યું કર્મ તમારા આખા પરિવારનો નાશ કરી નાખશે
દિવાળી પર ફટાકડા ફોડવા બાબતના નિવેદનને લઈને વિવાદમાં આવેલી રેણુ દેસાઈએ સ્પષ્ટતા કરતા લોકો પાસે સંવેદનાની અપીલ કરી છે.

મુંબઈ : તેલુગુ અભિનેતા અને આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણના અંગત જીવનને લઈને ચર્ચા ચાલી રહી છે, ત્યારે તેમના પૂર્વ પત્ની રેણુ દેસાઈએ સોશિયલ મીડિયા પર તેમને ટ્રોલ કરનારાઓને આડે હાથ લીધા છે. રેણુ દેસાઈએ દિવાળી દરમિયાન બિનજવાબદાર રીતે ફટાકડા ફોડવાથી થતા નુકસાન પર પોતાની ચિંતા વ્યક્ત કરી હતી, જેના કારણે સોશિયલ મીડિયા યૂઝર્સે તેમને નિશાન બનાવ્યા હતા. કેટલાક લોકોએ તેમને હિન્દુ વિરોધી અને રાષ્ટ્ર વિરોધી હોવાના આક્ષેપો પણ કર્યા હતા.
(6:46 PM IST)
