પંચાયત ૫: ની રિલીઝ ડેટ જાહેરઃ ફુલેરામાં બદલાઈ સત્તા હવે બનરાકસનો જોવા મળશે નવો ખેલ
સિરીઝ ૩ ડિસેમ્બર, ૨૦૨૬ના રોજ એમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ થશે

ધ વાયરલ ફીવર(TVF)ની લોકપ્રિય વેબ સિરીઝ પંચાયત ૫'ની રાહ જોઈ રહેલા ચાહકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. મેકર્સે આ કોમેડી-ડ્રામા સિરીઝની રિલીઝ ડેટ જાહેર કરી દીધી છે. નિર્માતાઓના જણાવ્યા અનુસાર, આ સિરીઝ ૩ ડિસેમ્બર, ૨૦૨૬ના રોજ એમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ થશે.
ધ વાયરલ ફીવર (TVF)ની પંચાયત ૫ની રાહ હવે પૂરી થવા જઈ રહી છે. મેકર્સે આ કોમેડી-ફેમિલી ડ્રામા સિરીઝની રિલીઝ ડેટ પરથી પડદો ઉઠાવી દીધો છે. પાંચમી સિઝનમાં ફરી એકવાર દર્શકોને જીતેન્દ્ર કુમાર, રઘુબીર યાદવ, નીના ગુપ્તા, સુનીતા રાજવર, ફૈઝલ મલિક, ચંદન રોય, સંવિકા, દુર્ગેશ કુમાર અને અશોક પાઠક સહિતના કલાકારો જોવા મળશે. આ તમામ કલાકારો પોતાના લોકપ્રિય અને જાણીતા પાત્રોમાં ફરી એકવાર દર્શકોનું મનોરંજન કરતા જોવા મળશે.
૧૮ નવેમ્બરના રોજ મેકર્સે 'પંચાયત ૫નું નવું પોસ્ટર શેર કરીને તેની રિલીઝ ડેટની જાહેરાત કરી હતી. આ પોસ્ટરમાં જીતેન્દ્ર કુમાર, વિકાસ, નીના ગુપ્તા સહિત સિરીઝના અન્ય કલાકારો જોવા મળી રહ્યા છે.
મેકર્સે જાહેરાત કરી છે કે પંચાયત સિઝન ૫નું પ્રીમિયર ૩ ડિસેમ્બર, ૨૦૨૬ના રોજ થશે. આ સાથે દર્શકોને ફરી એકવાર ફુલેરા ગામ અને સૌના મનપસંદ સચિવજીની દુનિયામાં પાછા ફરવાની તક મળશે. આ વખતે વાર્તામાં નવા પ્રધાન અને ગામની રાજનીતિનો નવો રંગ જોવા મળશે. સિરીઝમાં રસપ્રદ પાત્રો, ગામમાં ચાલતી આંતરિક ખેંચતાણ, હળવી રમૂજ, ભાવનાત્મક ક્ષણો અને સ્થાનિક રાજકારણનું અનોખું મિશ્રણ ફરી એકવાર દર્શકોને જોવા મળશે.
પંચાયત ૫નું નિર્માણ ધ વાયરલ ફીવર (TVF) દ્વારા કરવામાં આવ્યું છે. આ સિરીઝનું દિગ્દર્શન દીપક કુમાર મિશ્રાએ કર્યું છે, જ્યારે તેની રચના દીપક કુમાર મિશ્રા, ચંદન કુમાર અને અરુણાભ કુમારે કરી છે. આ સિઝનમાં જીતેન્દ્ર કુમાર, રઘુબીર યાદવ, નીના ગુપ્તા, સુનીતા રાજવર, ફૈઝલ મલિક, ચંદન રોય, સંવિકા, દુર્ગેશ કુમાર અને અશોક પાઠક સહિતની આખી કલાકારોની ટીમ જોવા મળશે. ૩ ડિસેમ્બરથી દર્શકો એમેઝોન પ્રાઇમ વીડિયો પર આ નવી સિઝન જોઈ શકશે. ખાસ વાત એ છે કે આ સિરીઝ ભારત સહિત દુનિયાના ૨૪૦થી વધુ દેશો અને વિસ્તારોમાં સ્ટ્રીમ થશે.
નવી સિઝનમાં ડ્રામા, રાજકીય ખેંચતાણ અને ઉથલપાથલનો નવો દોર જોવા મળશે. ફુલેરાને હવે નવા મુખિયા મળી ગયા છે અને સૌના મનમાં એક જ સવાલ છે કે નવા પ્રધાનપતિ બન્યા બાદ બનરાકસે ગામ માટે શું યોજનાઓ બનાવી છે? શું તે ફુલેરાની તસવીર બદલી શકશે કે પછી તેના વાયદાઓ પણ માત્ર દેખાડો જ સાબિત થશે? સત્તામાં આવેલા આ બદલાવ સાથે ફુલેરામાં નવી હરીફાઈ અને રાજકીય સમીકરણોમાં પણ ફેરફાર જોવા મળશે. હવે દર્શકોને એ જોવાની ઉત્સુકતા રહેશે કે બનરાકસના નેતૃત્વમાં ગામની વાર્તા કઈ નવી દિશામાં આગળ વધે છે.
