<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Friday, 20th November 2026

ઈઠાના ગીત માટે શ્રદ્ધા કપૂરે પહેર્યાં હતાં ૮ કિલોનાં ઘૂંઘરૂ

ફિલ્‍મમાં તે જાણીતી મરાઠી લાવણી અને તમાશા કલાકાર વિઠાબાઈ ભાઉમાંગ નારાયણગાવકરની ભૂમિકા ભજવી રહી છે

મુંબઈ,તા.૨૦: શ્રદ્ધા કપૂર ચોથી ડિસેમ્‍બરે આવી રહેલી બાયોગ્રાફિકલ ડ્રામા ફિલ્‍મ ‘ઈઠા'ની રિલીઝની તૈયારી કરી રહી છે. આ ફિલ્‍મમાં તે જાણીતી મરાઠી લાવણી અને તમાશા કલાકાર વિઠાબાઈ ભાઉમાંગ નારાયણગાવકરની ભૂમિકા ભજવી રહી છે. હાલમાં આ ફિલ્‍મનું વાઇબ્રન્‍ટ ગીત ‘જી જી રે જી' લોન્‍ચ કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે શ્રદ્ધાએ ફિલ્‍મ માટે પોતાને સંપૂર્ણપણે તૈયાર કરવાની પ્રક્રિયા વિશે ખૂલીને વાત કરી હતી.

શ્રદ્ધાએ પોતાના પ્રયાસો વિશે જણાવ્‍યું હતું કે ‘લાવણી ખૂબ જ સુંદર પણ મુશ્‍કેલ નૃત્‍યશૈલી છે. જ્‍યારે મેં ફિલ્‍મ સાઇન કરી ત્‍યારે મને લાવણી વિશે બિલકુલ જાણકારી નહોતી તેથી મેં ઘણી વર્કશોપ કરી હતી. લાવણી-કલાકારો અને તમાશા-કલાકારોને મળી હતી. તેમની પાસેથી મેં જે શીખ્‍યું એ ખરેખર ખૂબ સરસ હતું. તેમણે મને કહ્યું હતું કે નૃત્‍ય તો શીખી જશો, પગમાં ઘૂંઘરુ બાંધીને પ્રેક્‍ટિસ પણ કરી લેશો; પણ તમારે ચહેરા પર જે ભાવ વ્‍યક્‍ત કરવાના છે એને સમજવા પડશે. તમાશા-કલાકારોનું જીવન ખૂબ મુશ્‍કેલ રહ્યું છે તેથી તેમના નૃત્‍યમાં પીડાની સાથે ખુશી પણ જોવા મળે છે. મેં લાવણી ડાન્‍સ-સીક્‍વન્‍સ માટે કુલ ૮ કિલોનાં ઘૂંઘરુ પહેર્યાં હતાં. બન્ને પગમાં ચાર-ચાર કિલોનાં ઘૂંઘરુ બાંધીને પ્રેક્‍ટિસ કરવી, એમાં કમ્‍ફર્ટેબલ થવું અને એને પોતાના શરીરનો જ એક ભાગ સમજવામાં ઘણો સમય લાગ્‍યો હતો.'

(3:35 PM IST)