<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Friday, 20th November 2026

ભાનુશાલી સ્ટુડિયોઝનું હોલીવુડમાં પદાર્પણ: અલ પચીનો અભિનીત ફિલ્મ 'CAPTIVATED' ૧૯૭૩ની અપહરણ ઘટના પર આધારિત

ડિટો મોન્ટિયલના નિર્દેશનમાં ઇટાલીમાં ચાલી રહ્યું છે શૂટિંગ, ઇસ્લા ફિશર અને બ્લેક રિટસન પણ મહત્વની ભૂમિકામાં, ભારત-હોલીવુડ કંપનીઓનો સંયુક્ત પ્રોજેક્ટ.


મુંબઈ, તા.20: ભારતીય ફિલ્મ નિર્માણ કંપની ભાનુશાલી સ્ટુડિયોઝ હોલીવુડની ટ્રૂ-ક્રાઇમ ડ્રામા ફિલ્મ 'CAPTIVATED' સાથે આંતરરાષ્ટ્રીય સિનેમામાં પદાર્પણ કરવા જઈ રહી છે, જેમાં ઓસ્કાર વિજેતા અભિનેતા અલ પચીનો, ઇસ્લા ફિશર અને બ્લેક રિટસન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

અહેવાલો મુજબ, આ ફિલ્મની વાર્તા વર્ષ ૧૯૭૩માં અમેરિકાના ઉદ્યોગપતિ જે. પોલ ગેટ્ટીના પૌત્ર જોન પોલ ગેટ્ટી ત્રીજાના અપહરણની ચર્ચિત ઘટના પરથી પ્રેરિત છે, જેને ૧૯૭૦ના દાયકાના ઇટાલીના માહોલ સાથે ભાવનાત્મક અને જટિલ સંબંધોના દૃષ્ટિકોણથી રજૂ કરવામાં આવશે.

ડિટો મોન્ટિયલ દ્વારા નિર્દેશિત અને સ્ટીફન સિયુપેકની સિનેમેટોગ્રાફી ધરાવતા આ પ્રોજેક્ટનું શૂટિંગ હાલમાં ઇટાલીના કેલાબ્રિયા અને રોમ ખાતે ચાલી રહ્યું છે, જ્યારે ફિલ્મનું નિર્માણ ભાનુશાલી સ્ટુડિયોઝ લિમિટેડ અને લોસ એન્જલસ સ્થિત 32Red Entertainment સહિતના સહયોગીઓ મળીને કરી રહ્યા છે.

ભાનુશાલી સ્ટુડિયોઝના સ્થાપક વિનોદ ભાનુશાલીએ જણાવ્યું હતું કે સારી વાર્તાઓ ભાષા અને દેશની સીમાઓથી આગળ વધીને વૈશ્વિક દર્શકો સુધી પહોંચી શકે છે અને આંતરરાષ્ટ્રીય કલાકારો સાથે કામ કરવું કંપની માટે એક મહત્વપૂર્ણ શરૂઆત છે.

ફિલ્મના નિર્માતા અને સહ-લેખક માઇકલ મેમોલિટીએ આ ઘટના સાથે તેમના પરિવારનો અંગત સંબંધ હોવાનું જણાવી તેને નવા દૃષ્ટિકોણથી રજૂ કરવાની વાત કરી હતી, જ્યારે માનસવી મમગઈએ આ સહયોગને ભારત અને હોલીવુડ વચ્ચે ભવિષ્યના વધુ પ્રોજેક્ટ્સ માટે મહત્વનો ગણાવ્યો હતો.
 

હવે ઇટાલીમાં ચાલી રહેલા શૂટિંગની પૂર્ણાહુતિ, ફિલ્મની પ્રથમ ઝલક અને સત્તાવાર રિલીઝ તારીખની જાહેરાત પર સિનેમા જગતની નજર રહેશે.

(4:34 PM IST)