<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Monday, 23rd November 2026

શેમારૂમી સાથે લગ્નની મોસમ બની ગઈ છે ૧૭ ગણી વધુ મનોરંજક!

લગ્નની સીઝન, બિંજ કરવાનું રીઝન! શેમારૂમીની ‘બેન્ડ બાજા બિંજ’ સાથે કરો લગ્નની મોસમની ઉજવણી!

લગ્નની મોસમ માટેની મનોરંજન વૉચલિસ્ટ તૈયાર! શેમારૂમી લઈને આવ્યું છે ‘બેન્ડ બાજા બિંજ’!

લગ્નની સીઝન, બિંજ કરવાનું રીઝન!’ થીમ સાથે શરૂ થયેલું આ ખાસ અભિયાન ૩૦ નવેમ્બર, ૨૦૨૬ સુધી ચાલશે. આ અભિયાન અંતર્ગત પ્રેમ, લગ્ન, સંબંધો અને લગ્નપ્રસંગો સાથે જોડાયેલી અનેક મનોરંજક ક્ષણોની ઉજવણી કરતી ગુજરાતી ફિલ્મો અને શોની એક વિશેષ શ્રેણી રજૂ કરવામાં આવી છે. 

મુંબઈ, નવેમ્બર ૨૦૨૬: લગ્નની મોસમ આવી ગઈ છે અને તેની સાથે જ શરૂ થઈ ગઈ છે ઉજવણીની ધમાલ, પરિવારજનો વચ્ચેની અનંત વાતો, યોગ્ય જીવનસાથીની શોધની ચર્ચાઓ, રોમેન્ટિક પળો અને અલબત્ત, થોડુંક નાટક પણ! ગુજરાતી પરિવારોમાં લગ્ન માત્ર એક પ્રસંગ નથી, પરંતુ એક લાગણી છે. પરંપરા, હાસ્ય, સ્વાદિષ્ટ ભોજન, સંગીત અને ક્યારેય ન ભૂલી શકાય તેવી યાદો દ્વારા લગ્ન સમગ્ર પરિવારને એક તાંતણે બાંધે છે. આ ઉત્સવના માહોલને વધુ યાદગાર બનાવવા માટે શેમારૂમીએ લગ્નની મોસમ નિમિત્તે પોતાનું વિશેષ અભિયાન ‘બેન્ડ બાજા બિંજ’ રજૂ કર્યું છે, જે ૩૦ નવેમ્બર, ૨૦૨૬ સુધી ચાલશે.

‘લગ્નની સીઝન, બિંજ કરવાનું રીઝન!’ ના વિચાર સાથે આ અભિયાન ગુજરાતી મનોરંજનની ખાસ પસંદગીની કૃતિઓને એક મંચ પર લાવે છે. આ અભિયાન લગ્નજીવનના દરેક રંગને આવરી લે છે. યોગ્ય જીવનસાથીની શોધના રોમાંચથી લઈને પારિવારિક અપેક્ષાઓ વચ્ચે સંતુલન જાળવવા સુધી, લગ્નની તૈયારીઓની ભાગદોડથી લઈને સંબંધોની સુંદર અને જટિલ લાગણીઓ સુધીની દરેક વાત અહીં જોવા મળશે. પછી ભલે તમે પ્રેમમાં માનતા રોમેન્ટિક વ્યક્તિ હો, લગ્નની ઉજવણીના શોખીન હો, પારિવારિક મનોરંજન પસંદ કરતા હો કે પછી લગ્ન અને જીવનસાથીની પસંદગી સાથે જોડાયેલી હળવી-ફૂલકી મજાનો આનંદ માણતા હો, આ અભિયાનમાં દરેકના મૂડને અનુરૂપ કંઈક ખાસ છે.

આ અભિયાનના કેન્દ્રસ્થાને છે શેમારૂ પ્રીમિયર ઓરિજિનલ ‘હજુ વાત ચાલે છે’, જે ઝાનવી ગુરનાની અને રૌનક કામદાર અભિનીત એક અચૂક જોવા જેવી ગુજરાતી સિરીઝ છે. હાસ્ય, રોજિંદા જીવન સાથે જોડાયેલી પારિવારિક પરિસ્થિતિઓ અને સ્વતંત્ર વિચારધારા ધરાવતી એક યુવતીની ગોઠવેલાં લગ્ન, પારિવારિક અપેક્ષાઓ અને પ્રેમની શોધની સફર દ્વારા આ સિરીઝ આધુનિક સંબંધો અને લગ્નજીવનને એક નવા અને તાજગીભર્યા અંદાજમાં રજૂ કરે છે.

આ ખાસ સંગ્રહમાં ‘બિચારો બેચલર’, ‘લગન સ્પેશિયલ’, ‘નાડી દોષ’, ‘હું અને તું’, ‘ધ ગ્રેટ ગુજરાત મેટ્રિમોની’, ‘વિકીડાનો વરઘોડો’, ‘ઇટ્ટા કિટ્ટા’, ‘શરતો લાગુ’, ‘સ્વાગતમ્’, ‘ઓમ મંગલમ્ સિંગલમ્’, ‘કજોડું’, ‘વાત વાતમાં’, ‘ધુમ્મસ’, ‘અફરા તફરી’, ‘કચ્છ એક્સપ્રેસ’ અને ‘છાસણી’ જેવી અનેક લોકપ્રિય ગુજરાતી ફિલ્મો અને શોનો પણ સમાવેશ થાય છે.

જીવનસાથી શોધવાના ઉત્સાહથી લઈને યોગ્ય જીવનસાથી મેળવવાના દબાણ સુધી, સંબંધોને સમજવાની મથામણથી લઈને લગ્નપ્રસંગોમાં આવતા અણધાર્યા વળાંકો સુધી, આ તમામ વાર્તાઓ ગુજરાતી લગ્નજીવન સાથે જોડાયેલી અનેક લાગણીઓને જીવંત કરે છે. આ અભિયાન ગુજરાતી લગ્નપ્રસંગોની સાંસ્કૃતિક પરંપરાઓ અને સૌને પરિચિત એવા પારિવારિક માહોલને પણ સુંદર રીતે ઉજાગર કરે છે, જ્યાં પરિવારના દરેક સભ્યનો પોતાનો અભિપ્રાય હોય છે, દરેક પ્રસંગ ઉત્સવ બની જાય છે અને દરેક લગ્ન સાથે જોડાયેલી હોય છે યાદગાર પળોની એક અનોખી કહાની.

‘બેન્ડ બાજા બિંજ’ દ્વારા શેમારૂમી દર્શકોને ગુજરાતી સંસ્કૃતિ અને આપણા રોજિંદા સંબંધોની લાગણીઓ સાથે જોડાયેલી વાર્તાઓના માધ્યમથી લગ્નની મોસમનો ભરપૂર આનંદ માણવાનું આમંત્રણ આપે છે. તો પછી ભલે તમે લગ્નપ્રસંગોમાં વ્યસ્ત હો, ઘરે રહીને ઉત્સવોનો આનંદ માણતા હો કે પછી મનોરંજનથી ભરપૂર કન્ટેન્ટ સતત જોવાની તક શોધતા હો, શેમારૂમી તમારી ઉજવણીમાં હાસ્ય, આનંદ અને વાર્તાઓ સાથે ફરી એકવાર પ્રેમમાં પડવાનું એક સુંદર બહાનું લઈને આવ્યું છે.

૩૦ નવેમ્બર, ૨૦૨૬ સુધી શેમારૂમી પર માણો ‘બેન્ડ બાજા બિંજ’નો મનોરંજનસભર ઉત્સવ!

(5:50 PM IST)