Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

૬૭ વર્ષના અનુપ જલોટા ફરી બન્યા વરરાજા

સોશ્યલ મિડીયા પર આવેલી તેમની તસવીરોએ લોકોને આશ્ચર્યચકિત કરી દીધા છે

મુંબઇ, તા.૯: ભજન સમ્રાટ અનુપ જલોટા છેલ્લા ઘણા સમયથી ભજન સિવાય પણ લાઇમલાઇટમાં છે. ૬૭ની ઉંમરમાં તેમણે એવુ કંઇક કર્યુ છે કે જેનાથી તે ફરી એક વાર ચર્ચાનો મુદ્દો બન્યા છે. સોશ્યલ મિડીયા પર આવેલી તેમની તસવીરોએ લોકોને આશ્ચર્યચકિત કરી દીધા છે.

સોશ્યલ મિડીયા પર વાયરલ થઇ રહેલી આ તસવીરોમાં તે વરરાજાના વેશમાં છે અને તેમની સાથે તેમની દુલ્હન જસલીન મથારૂ પણ છે. તેમની ચર્ચા થઇ રહી છે કે ૬૭ વર્ષની ઉંમરમાં ફરી અનુપ જલોટા ઘોડે ચડ્યા કે શું?

૬૭ની ઉંમરમાં વરરાજા બનીને અનુપ જલોટા ખૂબ ખુશ દેખાઇ રહ્યાં છે. શેરવાની સાથે સાફો પહેરેલા અનુપ અને મોડલ જસલીન મથારૂ તેમની દુલ્હન બની છે. યુઝર્સ તેવા સવાલ કરી રહ્યાં છે કે શું તેમણે લગ્ન કરી લીધા છે?

જસલીન મથારૂએ તેના ઇન્સ્ટા પર આ તસવીરોને શઙ્ખર કરી છે પરંતુ નોટિસ કરવાવાળી વાત તે છે તે તેણે આ તસવીરો સાથે કોઇ જ કેપ્શન નથી મુકયું. તેણે માત્ર ફાયર વાળા બે ઇમોજી મુકયા છે.

વાત જાણે એમ છે કે, બંને એક ફિલ્મમાં સાથે નજરે પડવાના છે, જેનુ નામ છે વો મેરી સ્ટુડન્ટ હે. જસલીને ફિલ્મનો ફર્સ્ટ લૂક શેર કર્યો છે જેમાં તે અનુપ સાથે જોવા મળી રહી છે. તેને જસલીને રિ પોસ્ટ પણ કર્યો છે.

(3:34 pm IST)