Gujarati News

Gujarati News

News of Tuesday, 13th October 2020

ત્યારે ડર લાગતો હતોઃ શમીન

કોરોના કાળમાં શુટીંગ શરૂ થઇ જતાં નવા ટીવી શો પણ આવવા માંડ્યા છે. વધુ એક નવી સિરીયલ રામ પ્યારે સિર્ફ હમારે શો ઝી ટીવી પર આવી રહ્યો છે. આ શો પતિ પત્નિ ઓૈર વોની થીમ પર બનાવાયો છે. નિખીલ ખુરાના રામ રામ નામના આદર્શ પતિના રોલમાં છે. તેની પત્નિ દુલારી સતત તેને બીજી મહિલાઓથી બચાવવા પ્રયાસ કરતી રહે છે. તેનો પતિ માત્ર તેનો જ રહે તે માટે તે નીતનવા નુસ્ખા અજમવાતી રહે છે. જ્યોતિ શર્મા દુલારીના રોલમાં છે. જ્યારે આ બંનેની વચ્ચે ફાંસ પાડવાનું કામ પડોશણ કોયલ કરે છે. કોયલનો રોલ શમીન મન્નાન નિભાવી રહી છે. તેણે કહ્યું હતું કે શુટીંગ વખતે અમને નિર્માતા-નિર્દેશક દ્વારા જે ગાઇડલાઇન જણાવાઇ હતી તેનું સખ્ત પાલન કરાયું હતું. દરેક લોકો પોતાનું અને બીજાનું પણ ધ્યાન રાખતા હતાં. કેમેરાની સામે આવતાં અમારે અનેક વખત માસ્ક હટાવવું પડે છે. એ વખતે થોડો ભય લાગતો હતો. પણ પછીએ ભય દૂર થઇ ગયો હતો. હું રોગપ્રતિકારક શકિત જાળવી રાખવા દિવસમાં બે વખત યોગા કરુ છું અને ગ્રીન ટી પીવ છું. કોયલ એવી છોકરી છે જે આત્મવિશ્વાસથી ભરેલી છે.

(9:54 am IST)