Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

મોના, સ્વસ્તિકા સાથે શમિતા શેટ્ટીનું સિરીઝમાં ખાસ પાત્ર

કોરોનાકાળમાં પણ હવે ફિલ્મો, ટીવી શો અને સિરીઝોના શુટીંગ થઇ રહ્યા છે. ડિજીટલ પ્લેટફોર્મ પર દર્શકોને દરેક વિષયની નોખી-અનોખી સામગ્રી મળતી રહે છે. વેબ સિરીઝની દુનિયામાં વધુ એક સિરીઝ સામેલ થશે. ઝીફાઇવની 'બ્લેક વિડોઝ' નામની સિરીઝ બની રહી છે. બાર એપિસોડની આ સિરીજજનું હાલમાં લંડનમાં શુટીંગ ચાલી રહ્યું છે. ત્યાંના એનઇએનટી સ્ટુડિયો સાથે કરાર કરાયા છે. સિરીઝનું પ્રારંભીક શુટીંગ કોલકત્તામાં તમામા સાવધાની સાથે કરવામાં આવ્યું છે. જેમાં મોના સિંહ, શમિતા શેટ્ટી અને સ્વસ્તિકા મુખર્જી મુખ્ય રોલમાં છે. નિર્દેશક રિસા દાસગુપ્તાની આ સિરીઝમાં શરદ કેલકર, રાઇમા સેન, પરમબ્રત ચટ્ટોપાધ્યાય, આમિર અલી અને સબ્યસાચી ચક્રવર્તી પણ છે. સિરીઝની કહાની ત્રણ ખાસ બહેનપણીની છે. જે પોતાના પતિઓને મારવાનો પ્રયાસ કરે છે. મોનાસિંહ કહે છે અદ્દભુત સ્ટારકાસ્ટ છે. સ્ટારી પણ સતત જકડી રાખે તેવી છે.

 

(10:03 am IST)