Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

'લવ સેકસ ઓૈર ધોખા-૨' રિલીઝ થશે ૧૯મી એપ્રિલે

એકતા કપૂર અને શોભા કપૂર નિર્મીત  ફિલ્મ લવે સેકસ ઓૈર ધોખા-૨ દિબાકર બેનર્જીના નિર્દેશનમાં બની રહી છે. બોલ્ડ કહાનીને કારણે ફિલ્મની ખુબ ચર્ચા છે. એકતા આ ફિલ્મમાં નવા કલાકારોને લોન્ચ કરી રહી છે. આ ફિલ્મમાં ટ્રાન્સજેન્ડર વુમન બોનીતા રાજપુરોહિત અને અભિનવ સિંહ મુખ્ય ભુમિકામાં હોવાનું અગાઉ જાહેર થયા બાદ ત્રીજા એકટર તરીકે પરિતોષ તિવારીનું નામ જાહેર કરાયું છે. ફિલ્મમાં પરિતોષ ટ્રાન્સિશનિંગ ફીમેલ નૂરની ભુમિકા નિભાવતો જોવા મળશે. નિમરીત અહલુવાલીયા પણ ફિલ્મમાં છે. એક વિડીયો જાહેર થયો છે જેમાં પરિતોષની ફિલ્મ માટે પસંદગીની વિગતો છે. આ ફિલ્મ આગામી ૧૯મી એપ્રિલે સિનેમાઘરોમાં આવશે.

(10:23 am IST)